ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પંડ્યા નિરંજન

પંડ્યા, નિરંજન (જ. 17 જૂન 1955, જેતપુર) : ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમો આપતા જાણીતા કલાકાર. પાંચ ભાઈઓ અને ત્રણ બહેનોનો પરિવાર.  અભ્યાસ બી.એ. અને બી.એડ. સુધીનો. થોડો સમય શિક્ષક તરીકે નોકરી પણ કરેલી. માર્ગી સંપ્રદાયના સંસારી શંકરબાપા પાસેથી નાનપણથી ભજનગાયકીના સંસ્કાર મળ્યા. આઠ વર્ષની વયે (1963-64) જિલ્લા-મહોત્સવમાં ભજન-લોકગીતનો…

વધુ વાંચો >

પંડ્યા ભાનુપ્રસાદ મૂળશંકર

પંડ્યા, ભાનુપ્રસાદ મૂળશંકર (જ. 24 એપ્રિલ 1932, તોરી, જિ. અમરેલી; અ. 9 એપ્રિલ 2022, રાજકોટ) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ અને વિવેચક. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર ઝાલાવાડી બ્રાહ્મણ. વતન અમરેલી જિલ્લાનું તરવડા ગામ. પિતા મૂળશંકર પંડ્યા અને માતા શિવકુંવરબહેન પંડ્યા. પિતા શાળાના શિક્ષક અને આચાર્ય હોવાથી બાળપણથી જ સાહિત્યના સંસ્કાર મળ્યા…

વધુ વાંચો >

પંડ્યા ભૂપેન્દ્ર પુરુષોત્તમભાઈ

પંડ્યા, ભૂપેન્દ્ર પુરુષોત્તમભાઈ (જ. 21 નવેમ્બર 1963) : ગુજરાતના પ્રખ્યાત કથાકાર. એમના પિતાનું નામ પુરુષોત્તમભાઈ ઈશ્વરભાઈ પંડ્યા. એમની માતાનું નામ ગોમતીબહેન. એમના દાદા ઈશ્વરભાઈ પંડ્યા ધર્મોપદેશક અને રાજવી પરિવારના જ્યોતિષી હતા. બ્રાહ્મણ-પરિવારમાં જન્મેલા ભૂપેન્દ્ર પંડ્યાનું મૂળ વતન ઉત્તર ગુજરાતનું સૂંઢિયા ગામ છે. એમના દાદી દેવકોરબા પાસેથી બાળપણમાં એમણે રામાયણ-મહાભારત, ભાગવત,…

વધુ વાંચો >

પંડ્યા મહેન્દ્ર

પંડ્યા, મહેન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1926, રાજપીપળા, જિલ્લો ભરૂચ; અ. 31 ડિસેમ્બર 2018, વડોદરા) : ગુજરાતના શિલ્પ-કલાકાર. કરજણકાંઠે કુદરતના સાન્નિધ્યમાં ઉછેર. પિતા ધીરજરામ તલાટી. 1936માં 13 વરસની ઉંમરે સ્કૂલ છોડી તે પછી છેક 1950માં એસ.એસ.સી. પાસ થયા અને મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પવિભાગમાં જોડાયા. અહીં શંખો ચૌધરી…

વધુ વાંચો >

પંડ્યા, મોહનલાલ કામેશ્વર

પંડ્યા, મોહનલાલ કામેશ્વર (જ. 21 જૂન 1872, કઠલાલ, જિ. ખેડા; અ. 14 મે 1935) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. પ્રખર દેશભક્ત. તેમના પિતા કઠલાલના 30 એકર જમીન ધરાવતા સમૃદ્ધ ખેડૂત તથા શરાફ હતા. મોહનલાલ મુંબઈ યુનિવર્સિટીના ખેતીવાડીના સ્નાતક થયા. ઈ. સ. 1902માં ગોંડલ રાજ્યમાં અને ત્યારબાદ વડોદરા રાજ્યમાં…

વધુ વાંચો >

પંડ્યા યશવંત સવાઈલાલ

પંડ્યા, યશવંત સવાઈલાલ (જ. 1906, પચ્છેગામ (સૌરાષ્ટ્ર); અ. 14 નવેમ્બર 1955, ભાવનગર) : ગુજરાતી એકાંકીના આરંભકાળના સર્જક. પાશ્યાત્ય એકાંકીનું આકર્ષણ અનુભવીને એનાં પ્રેરણાપ્રભાવ ઝીલીને ગુજરાતી ભાષામાં એકાંકીનું સર્જન કરનાર યશવંત પંડ્યાનું મૂળ વતન ભાવનગર (સૌરાષ્ટ્ર). નાની વયથી સાહિત્ય પ્રતિ રુચિ. પ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ (એમ.એ.) સુધીનો અભ્યાસ ભાવનગરમાં જ કરેલો. આયુષ્ય માત્ર…

વધુ વાંચો >

પંડ્યા રજનીકુમાર

પંડ્યા, રજનીકુમાર (જ. 6 જુલાઈ 1938, જેતપુર; અ. 15 માર્ચ 2025, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક. બાળપણ બીલખામાં વીતાવ્યું. પિતાજી બીલખા સ્ટેટના સગીર-રાજવી વતી કારભાર સંભાળતા એટલે રજવાડી જાહોજલાલી હતી. દેશી-રાજ્યોના વિલીનીકરણ પછી જાહોજલાલી આથમી. પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં લીધું. માતા શિક્ષિત…

વધુ વાંચો >

પંડ્યા રમેશ મંગુલાલ

પંડ્યા, રમેશ મંગુલાલ (જ. 1930, સૂરત; અ. 23 મે 2019, વડોદરા) : ગુજરાતના ચિત્રકાર. બાળપણ સૂરત અને ચાંદોદમાં વીત્યું. હાઈસ્કૂલ દરમિયાન પોતે કરેલાં ચિત્રો કલાગુરુ રવિશંકર રાવળને બતાવતાં તેમની પ્રેરણાથી વડોદરામાં તે વખતે તાજેતરમાં જ સ્થપાયેલી ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1951માં જોડાયા. અહીં માર્કંડ ભટ્ટ, એન. એસ. બેન્દ્રે અને કે.…

વધુ વાંચો >

પંડ્યા, વસંતરાય ગૌરીશંકર

પંડ્યા, વસંતરાય ગૌરીશંકર (જ. 8 જુલાઈ, 1926, તળાજા, જિ. ભાવનગર) : સંસ્કૃતના એક સંનિષ્ઠ પ્રાધ્યાપક. શૈશવકાળથી જ તેમને પિતા પાસેથી સંસ્કૃત તરફ અભિમુખ થવાના સંસ્કારો મળ્યા. તેમનો વિદ્યાકાળ તેજસ્વી રહ્યો. 1948માં સંસ્કૃત સાથે શામળદાસ આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ઑનર્સની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને મેળવી. 1951માં એમ.એ.ની પદવી મેળવી. એમ.એ.ના અધ્યયન…

વધુ વાંચો >

પંડ્યા વિઠ્ઠલ કૃપારામ

પંડ્યા, વિઠ્ઠલ કૃપારામ (જ. 21 જાન્યુઆરી 1923, કાબોદરા, જિલ્લો સાબરકાંઠા; અ. 3 જુલાઈ 2008) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતાનું નામ મેનાબા. 1942માં મૅટ્રિકની પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી. વળી રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. ગુજરાતી તથા હિંદી ચલચિત્રોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામગીરી કરી. લોકપ્રિય…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >