ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
પટેલ, ચીમનલાલ નારણદાસ
પટેલ, ચીમનલાલ નારણદાસ (જ. 23 ડિસેમ્બર 1918, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 2004) : ગુજરાતી લેખક અને વિવેચક, અંગ્રેજીના પ્રસિદ્ધ અધ્યાપક. વખત જતાં શિક્ષણ જગતમાં તેઓ સી. એન. પટેલના નામે અને સાહિત્યક્ષેત્રે ચી. ના. પટેલ તરીકે જાણીતા થયા. અંગ્રેજી (મુખ્ય) અને સંસ્કૃત (ગૌણ) વિષયો સાથે તેઓ 1940માં બી.એ. થયા. 1940માં બી.એ. તથા…
વધુ વાંચો >પટેલ, છગનલાલ પીતાંબરદાસ (છગનભા)
પટેલ, છગનલાલ પીતાંબરદાસ (છગનભા) (જ. 11 નવેમ્બર 1863; અ. 22 ડિસેમ્બર 1940, સરઢવ, જિ. ગાંધીનગર) : ઉત્તર ગુજરાતના અગ્રણી સામાજિક કાર્યકર. તેઓ કુરૂઢ માનસનાબૂદી, અસ્પૃશ્યતાનિવારણ, વ્યસનમુક્તિના પ્રખર હિમાયતી, કેળવણીના પ્રહરી, આજીવન ભેખધારી, હતા. શિક્ષણ જેવું અન્ય કોઈ પ્રભાવક બળ ન હોવાની તેમની સમજ હતી. તેથી, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, શિક્ષણની…
વધુ વાંચો >પટેલ, જગદીશ
પટેલ, જગદીશ (જ. 5 સપ્ટેમ્બર 1928, વિરસદ, જિ. ખેડા; અ. 31 માર્ચ 1999, અમદાવાદ) : અંધજનોના ઉત્કર્ષ માટે જીવનભર કાર્યરત રહેલા ગુજરાતના અગ્રણી સમાજસેવક. પિતાનું નામ કાશીભાઈ. તેઓ ડૉક્ટર હતા. માતાનું નામ લલિતાબહેન. ત્રણ ભાઈઓ અને બે બહેનો ધરાવતા પરિવારમાં જગદીશભાઈ સૌથી મોટા. માત્ર આઠ વર્ષના હતા ત્યારે મૅનેન્જાઇટિસ રોગના…
વધુ વાંચો >પટેલ, જબ્બાર
પટેલ, જબ્બાર (જ. 23 જૂન 1942, પંઢરપુર) : આધુનિક રંગમંચ તથા સિનેજગતના અગ્રણી. શાળાનું શિક્ષણ સોલાપુરમાં. શાળાના મરાઠી શિક્ષક વગેરેનો તેમ ચાલીમાં ઊજવાતા ગણેશોત્સવનો તેમના પ્રારંભિક ઘડતરમાં મહત્ત્વનો ફાળો છે. આઠ વર્ષના હતા ત્યારે આચાર્ય અત્રેના ‘મી ઊભા આહે’માં અભિનય કરવાની તક મળી; એ પ્રથમ રંગભૂમિ-અનુભવ પણ પ્રેરણારૂપ બન્યો. 1961માં…
વધુ વાંચો >પટેલ, જયંતી કાલિદાસ
પટેલ, જયંતી કાલિદાસ (જ. 24 મે 1924; અ. 26 મે 2019) : ‘રંગલો’ તરીકે વિશેષ જાણીતા ગુજરાતના હાસ્યઅભિનેતા. અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી ‘રંગમંડળ’ સંસ્થામાં જોડાયા. ‘પાણિગ્રહણ’, ‘બિન્દુનો કીકો’, ‘અચલાયતન’, ‘મોંઘેરા મહેમાન’ વગેરે નાટકોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી. ‘હુલ્લડ’, ‘રૅશનિંગ’, ‘ગાંસડી કુસુમવાળી’ જેવાં ટૂંકાં હાસ્યનાટકો લખ્યાં. રૂપકસંઘ નિર્મિત કવિ…
વધુ વાંચો >પટેલ, જસુ મોતીભાઈ
પટેલ, જસુ મોતીભાઈ (જ. 26 નવેમ્બર 1924, અમદાવાદ; અ. 12 ડિસેમ્બર 1992, અમદાવાદ) : ગુજરાતના રણજી ટ્રૉફી ખેલાડી અને ભારતીય ક્રિકેટના પ્રસિદ્ધ ઑફ-સ્પિનર. નાની વયથી ક્રિકેટનો શોખ ધરાવતા જસુ પટેલ નવ વર્ષની ઉંમરે વૃક્ષ પરથી પડી જતાં તેમના જમણા હાથે ફ્રૅક્ચર થયેલું. એ જમણા હાથનું કાંડું બરાબર ન સંધાતાં, એમનો…
વધુ વાંચો >પટેલ, જેરામ
પટેલ, જેરામ (જ. 20 જૂન 1930, સોજિત્રા; અ. 18 જાન્યુઆરી 2016, વડોદરા) : વીસમી સદીના ઉત્તરાર્ધના ગુજરાતના મહત્ત્વના કલાકાર. તેમણે રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધપાત્ર કામગીરી બજાવી છે. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પાંચ વરસ કૉમર્શિયલ આર્ટ તથા તે પછી 1957માં લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ…
વધુ વાંચો >પટેલ, ડાહ્યાભાઈ આશાભાઈ
પટેલ, ડાહ્યાભાઈ આશાભાઈ (જ. 3 એપ્રિલ 1920, સુણાવ, ખેડા; અ. 14 ઑગસ્ટ 2008, લંડન) : લંડનનિવાસી ગુજરાતી કવિ અને સમાજસેવક. તખલ્લુસ ‘દિનુ-દિનેશ’. સુણાવની રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કર્યો. ઇંગ્લૅન્ડ જઈ આગળ અભ્યાસ કરી 1948માં લિંકન ઇનના બૅરિસ્ટર થયા. ત્યારબાદ કમ્પાલા(યુગાન્ડા)માં વકીલાત શરૂ કરી. સાથોસાથ અનેક જાહેર સંસ્થાઓ મારફત સમાજસેવા કરી યુગાન્ડાની…
વધુ વાંચો >પટેલ, ત્રિભુવનદાસ કીશીભાઈ
પટેલ, ત્રિભુવનદાસ કીશીભાઈ (જ. 22 ઑક્ટોબર 1903, આણંદ; અ. 3 જૂન 1994, આણંદ) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની તથા ગુજરાતમાં ડેરીઉદ્યોગ-ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિના પ્રણેતા. ખેડૂત-પરિવારમાં જન્મ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ આણંદમાં. 1919માં આણંદ સેવક સમાજની સ્થાપના કરી અને તે દ્વારા જાહેર જીવનમાં પ્રવેશ. 1921માં સરકારી શાળાનો ત્યાગ કર્યો અને મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ…
વધુ વાંચો >પટેલ, દશરથ
પટેલ, દશરથ (જ. 1927, સોજિત્રા, જિલ્લો નડિયાદ, ગુજરાત; અ. 1 ડિસેમ્બર 2010, અલીબાગ, મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી અને બહુમુખી સિરામિસ્ટ, ચિત્રકાર, ડિઝાઇનર, ફોટોગ્રાફર. દશરથભાઈ તરુણાવસ્થામાં અમદાવાદ ખાતે રવિશંકર રાવળ અને રસિકલાલ પરીખ હેઠળ કલાના દીક્ષા-સંસ્કાર પામ્યા. આ બંને કલાગુરુઓએ બંગાળ-શૈલી અપનાવી હતી. એ જ શૈલીમાં દશરથભાઈએ નિસર્ગશ્યો અને ગ્રામજીવનનાં દૃશ્યો…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >