ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
પક્ષી
પક્ષી સામાન્યપણે ઊડવાની ક્ષમતા ધરાવતું પીંછાંવાળું પૃષ્ઠવંશી પ્રાણી. કીટકો અને ચામાચીડિયાં જેવાં પ્રાણીઓ પણ ઉડ્ડયન કરતાં હોય છે; પરંતુ પીંછાં માત્ર પક્ષીઓને હોય છે. ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવતાં આ પક્ષીઓ અન્ય પ્રાણીઓ માટે અશક્ય એવી જગ્યાએ પણ જઈ શકે છે. તેથી તેઓ પૃથ્વી પર સર્વત્ર જોવા મળે છે. અતિઉષ્ણ એવા…
વધુ વાંચો >પક્ષીતીર્થ
પક્ષીતીર્થ : દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ તીર્થસ્થાન. તે તમિળનાડુ રાજ્યના નવેસરથી સ્થપાયેલા (1996) ચેંગાઈ અન્ના જિલ્લામાં આવેલું છે. ચિંગલપુટ-મહાબલિપુરમ્ માર્ગ પર ચિંગલપુટની અગ્નિ દિશામાં ત્યાંથી આશરે 11 કિમી. અંતરે તે છે. ત્યાંની 152 મી. ઊંચી દેવગિરિ ટેકરી પરનું શિવમંદિર એ જ પક્ષીતીર્થ તરીકે જાણીતું છે. આ શિવમંદિરના પાછલા ભાગના ખડક પર…
વધુ વાંચો >પક્ષીસંગીત
પક્ષીસંગીત : પક્ષીઓના કલરવસ્વરે પ્રતીત થતું સંગીત. બારેય માસ અને ખાસ કરીને સંવનન-કાળ દરમિયાન પંખીના કંઠમાંથી નીકળતી સ્વરરચનાથી માનવી આકર્ષાય છે. વૃક્ષોની વિવિધરંગી હરિયાળી આપણા મનને હરી લે છે, તેમ વૃક્ષોની ઘટામાંથી ખીલી ઊઠતો પંખીઓનો મધુર સ્વર કે ક્યારેક આકાશમાં ઉડ્ડયન કરતા પંખીનો કલરવ, ઘર-આંગણામાં છવાઈ જતો પંખીનો ટહુકાર, પર્યાવરણને…
વધુ વાંચો >પક્ષ્મ (cilium)
પક્ષ્મ (cilium) : કેટલાક કોષની સપાટી પર આવેલી વિશિષ્ટ સૂક્ષ્મ રચના. તે આશરે 5થી 10 માઇક્રોન લંબાઈ ધરાવે છે. તેની સંખ્યા કોષદીઠ થોડીકથી માંડી હજારો સુધીની હોય છે. પક્ષ્મલ સાધન (ciliary apparatus) ત્રણ ઘટકોનું બનેલું હોય છે : (1) પક્ષ્મ : તે પાતળો નલિકાકાર પ્રવર્ધ છે અને કોષની મુક્ત સપાટીએથી…
વધુ વાંચો >પગરખાં
પગરખાં : પગનાં તળિયાંને ઢાંકતું રક્ષા માટેનું તથા પાનીની શોભા માટેનું આવરણ. પગરખાંના વર્ગમાં ચાખડી, પાદુકા, ઉપાનહ, જૂતું, જોડો, મોજડી, ચંપલ, સૅન્ડલ, બૂટ, સ્લિપર વગેરેનો પણ સમાવેશ થાય છે. પગરખાંની ઉત્પત્તિ ક્યારે કેવી રીતે થઈ તે અનુમાનનો વિષય છે. કપિમાનવ (pithecanthropus) થોડો સમય વૃક્ષ પર અને થોડો સમય ધરતી પર…
વધુ વાંચો >પગલા પાન
પગલા પાન : દ્વિદળી વર્ગના સ્ટર્ક્યુલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sterculia diversifolia syn. (S. alata Roxb. var. diversifolia) છે. તેને ગાંડું વૃક્ષ (mad tree) અથવા (તેનું થડ બાટલી આકારનું હોવાથી) ‘બૉટલ ટ્રી’ કહે છે. તે ઑસ્ટ્રેલિયાનું મૂલનિવાસી ગણાય છે. આ વૃક્ષ મધ્યમસરની ઊંચાઈ ધરાવે છે. આ વૃક્ષનાં કોઈ બે…
વધુ વાંચો >પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ
પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ (Pugwash Conferences on Science and World Affairs) : 1995માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા. 1955માં રસેલ-આઇન્સ્ટાઇન દ્વારા પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે જાહેરનામું બહાર આવ્યા પછી 1957માં બર્ટ્રાન્ડ રસેલ અને જૉસેફ રોટબ્લાટ દ્વારા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાને તેના સ્થાપક- સભ્ય જૉસેફ રોટબ્લાટ…
વધુ વાંચો >પચમઢી (પંચમઢી)
પચમઢી (પંચમઢી) : મધ્યપ્રદેશનું જાણીતું ગિરિમથક, આરોગ્યધામ તથા રાજ્યનું ઉનાળુ પાટનગર. ભૌ. સ્થાન : 22° 30´ ઉ.અ. અને 78° 30´ પૂ.રે. તે રાજ્યના હોશંગાબાદ જિલ્લાના સોહાગપુર તાલુકામાં સાતપુડા પર્વતશ્રેણીમાં આવેલું છે. આશરે 60 ચોકિમી.માં વિસ્તરેલું, આરોગ્યધામ તરીકે વિકસેલું આ ગિરિમથક સમુદ્રસપાટીથી 1067 મીટર ઊંચાઈ પર વસેલું છે. ભૂપૃષ્ઠના ઊંચાણ-નીચાણની વિવિધતા…
વધુ વાંચો >પચરંગિયો
પચરંગિયો : વનસ્પતિના પાનમાં વિષાણુપ્રવેશ થતાં, તેની નસોની વચ્ચેના ભાગમાં દેખાતા ઘેરા લીલા અને પીળા પટ્ટા કે ધાબાં. સાનુકૂળ વાતાવરણમાં નવા કૂંપળ-પાન પર આક્રમણ થતાં તેનામાં વિકૃતિ આવે છે. પાન નાનું રહે છે. તેનું ફલક જાડું અને સાંકડું તથા લીલી અને પીળી પટ્ટીવાળું થઈ જાય છે. કેટલીક વનસ્પતિમાં પાનની ડાળીની…
વધુ વાંચો >પચૌરી, રાજેન્દ્ર
પચૌરી, રાજેન્દ્ર (જ. 20 ઑગસ્ટ 1940, નૈનિતાલ) : પર્યાવરણવિદ અને 2007માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા આઇ.પી.સી.સી.ના અધ્યક્ષ. વર્ષ 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અમેરિકાના પૂર્વઉપપ્રમુખ આલ્બર્ટ ગોર અને પર્યાવરણસંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(આઇ.પી.સી.સી.)ને સંયુક્ત રીતે એનાયત થયો છે. આ સંસ્થાના વડા ડૉ. રાજેન્દ્રકુમાર પચૌરી ભારતીય છે. તેમણે…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >