ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નૂર, સુતિન્દર સિંહ
નૂર, સુતિન્દર સિંહ (જ. 5 ઑક્ટોબર 1940, કોટકપુરા, પંજાબ; અ. 9 ફેબ્રુઆરી 2011, દિલ્હી) : પંજાબી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા દી ભૂમિકા’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને પંજાબીમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’
નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’ (જ. 9 નવેમ્બર 1414, ગામ ખર્જર્દ, ખુરાસાન પ્રાંત, ઈરાન; અ. 29 ઑક્ટોબર 1492, હિરાત શહેર, હાલ અફઘાનિસ્તાન) : ફારસીના છેલ્લા વિખ્યાત પ્રશિષ્ટ કવિ અને લેખક. જામીને હિરાતના સુલતાન હુસેન મિર્ઝા (મુઘલ સમ્રાટ બાબરના પિત્રાઈ) અને તેમના વિદ્વાન વજીર મીર અલીશેર નવાઈનો આશ્રય તથા સ્નેહ મળ્યા હતા તેથી…
વધુ વાંચો >નૂરુદ્દીન જહાંગીર
નૂરુદ્દીન જહાંગીર (જ. 30 ઑગસ્ટ 1569, ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627) : શાહાનશાહ અકબરનો પુત્ર. બાબરના વંશમાં ભારતનો ચોથો બાદશાહ. ગાદીનશીન થયો ત્યારે તેણે ધારણ કરેલું નામ ‘નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીર પાદશાહ ગાઝી’. બૈરમખાનના પુત્ર અબ્દુર-રહીમ ખાન-ખાનાનની દેખરેખ હેઠળ સલીમ (જહાંગીર) અરબી અને ફારસી, સંસ્કૃત, તુર્કી ભાષાઓ શીખ્યો હતો. તેને…
વધુ વાંચો >નૂરુલ હસન, ડૉ. સૈયદ
નૂરુલ હસન, ડૉ. સૈયદ (જ. 26 ડિસેમ્બર 1921, લખનૌ; અ. 12 જુલાઈ 1993, કૉલકાતા) : ભારતના વિદ્વાન ઇતિહાસકાર અને રાજકીય નેતા. પિતા અબ્દુલ હસન, માતા નૂર ફાતિમા બેગમ. સૈયદ નૂરુલ હસને અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ. એ. અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની ડી.ફિલ્.ની ડિગ્રીઓ મેળવી. તે દરમિયાન તેમણે મધ્યકાલીન ભારતના ઇતિહાસનો વિશેષ અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >નૃત્યકલા
નૃત્યકલા : કોઈ ભાવ, કલ્પના, વિચાર કે વાર્તાને વ્યક્ત કરવા કે પછી ગતિનો જ આનંદ માણવા માટે સંગીતમય અને તાલબદ્ધ રીતે થતો અંગવિન્યાસ. નૃત્ય કલાઓની જનની છે. માણસે રંગ, પથ્થર કે શબ્દમાં પોતાની આંતરિક અનુભૂતિને વાચા આપી તે પહેલાં પોતાના દેહ દ્વારા એની અભિવ્યક્તિ સાધી. સર્વપ્રથમ નૃત્ય-ચેષ્ટા સર્વસામાન્ય આનંદને વ્યક્ત…
વધુ વાંચો >નૃત્યમંડપ
નૃત્યમંડપ : મંદિરમાં પ્રભુને રીઝવવા કરાતાં નૃત્ય માટેનો મંડપ. તેને પ્રકારક મંડપ પણ કહેવાય. નૃત્યમંડપમાં વચ્ચે વધુ અવકાશવાળી જગ્યા મેળવવાના હેતુથી ઉપર સપાટ છતને બદલે ગુંબજની રચના કરાતી. નૃત્યગૃહ ગર્ભગૃહ અર્થાત્, મુખ્ય પ્રાસાદની ધરી પર જ બનાવાતું. ચિદમ્બરમના મંદિરમાં 8 ફૂટ ઊંચા 50 સ્તંભોવાળો નૃત્યમંડપ છે. તેના ઊંચા મંચની બે…
વધુ વાંચો >નૃસિંહ
નૃસિંહ : હિન્દુ ધર્મ અનુસાર હિરણ્યકશિપુ નામના દાનવને ખતમ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધેલો ચોથો અવતાર. વિષ્ણુએ આ અવતાર વૈવસ્વત મન્વન્તરના ચોથા ચતુર્યુગના કૃતયુગમાં વૈશાખ સુદ ચૌદશને દિવસે લીધેલો. તમામ લોકોને પોતાને ભગવાન માનવા ફરજ પાડી, લોકોને તથા પોતાના પુત્ર ભગવદભક્ત પ્રહ્લાદને પીડનાર હિરણ્યકશિપુ દાનવ ભગવાનનો વિરોધી હતો. ભગવાનની ભક્તિ…
વધુ વાંચો >નૃસિંહાવતાર
નૃસિંહાવતાર (1896) : ગુજરાતી કવિ, નાટ્યકાર, વિવેચક અને ધર્મતત્વચિંતક મણિલાલ નભુભાઈ દ્વિવેદી(1858–1898)નું પૌરાણિક નાટક. તત્કાલીન વ્યવસાયી નાટકમંડળી માટે લખાયેલું હોવાથી તેમાં પૌરાણિક કથાવસ્તુ સાથે સમકાલીન ગૃહસંસારનું ચિત્ર પ્રસ્તુત કરાયું છે. મણિલાલનું ‘કાન્તા’ નાટક મુંબઈ-ગુજરાતી નાટ્યમંડળીએ ‘કુલીન કાન્તા’ નામે 1889માં ભજવ્યું. પછી કંપનીની માગણીથી, તેમણે આ બીજું નાટક લખ્યું હતું. કંપનીએ…
વધુ વાંચો >નેઅમતખાન, ‘આલી’
નેઅમતખાન, ‘આલી’ (જ. ; અ. 1710, દિલ્હી) : ભારતના પ્રસિદ્ધ ફારસી લેખક અને કવિ. મૂળ નામ મિરઝા નૂરુદ્દીન મુહમ્મદ. તેમના પિતાનું નામ હકીમ ફત્હુદ્દીન શીરાઝી હતું. તેમના પિતા તેમને શીરાઝ લઈ ગયા, જ્યાં બધા જ પ્રકારનું પ્રચલિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ પાછા ફર્યા. શાહજહાંએ તેમની જવાહિરખાતાના દારોગા તરીકે નિમૂણક કરી.…
વધુ વાંચો >નેઈમી, મિખાઈલ
નેઈમી, મિખાઈલ (જ. 22 નવેમ્બર 1889, બિસ્કિન્ટા, લૅબેનોન; અ. 28 ફેબ્રુઆરી 1988, બૈરુત, લૅબેનોન) : જાણીતા અરબી ચિંતક અને લેખક. તેઓ અરબી ભાષાની રશિયન સ્કૂલમાં બિસ્કિન્ટામાં તથા ત્યારબાદ નાઝારેથની રશિયન ધર્મશિક્ષાલય(seminary)માં 1902થી 1906 સુધી અભ્યાસ કર્યા બાદ પોલ્ટાવા(યુક્રેન)માં થિયૉલૉજિકલ સેમિનરીમાં ભણ્યા (1906–11). અમેરિકામાં વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતક થયા બાદ…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >