ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નિયૉન
નિયૉન : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના VIIIB કે શૂન્ય) સમૂહનો, નિષ્ક્રિય વાયુશ્રેણીનો સભ્ય. સંજ્ઞા Ne, પરમાણુક્રમાંક 10 અને પરમાણુભાર 20.179. તેની શોધ ઇંગ્લૅન્ડમાં સર વિલિયમ રામ્સે તથા મૉરિસ ટ્રૅવર્સે 1898માં પ્રવાહી હવાના અભ્યાસ દરમિયાન કરી હતી. એમ માનવામાં આવે છે કે પૃથ્વીના વજનનો 5 × 10–7 % ભાગ નિયૉનનો છે. પૃથ્વીના…
વધુ વાંચો >નિયોમાઇસિન
નિયોમાઇસિન : 1949માં વેક્સમેન અને લિયોવેલિયર (Lechevalier) દ્વારા સ્ટ્રોપ્ટોમાયસિસ ફ્રેડિયેમાંથી મેળવવામાં આવેલ પ્રતિજૈવિક (antibiotic). તે પાણી અને મિથેનૉલમાં દ્રાવ્ય, પણ મોટાભાગનાં કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. આ પ્રતિજૈવિક સંકીર્ણ ત્રણ એમિનોગ્લાઇકોસાઇડનું મિશ્રણ છે, જે બધા પ્રતિસંક્રામક (antiinfective) પદાર્થો તરીકે વર્તે છે. કેટલાક વ્યુત્પન્નો (derivatives) ફૂગનાશક (fungicidal) ગુણ પણ ધરાવે છે. A…
વધુ વાંચો >નિરપેક્ષ શૂન્ય તાપમાન (absolute zero temperature)
નિરપેક્ષ શૂન્ય તાપમાન (absolute zero temperature) : પદાર્થનું તાપમાન તેના અણુઓની યાદૃચ્છિક ગતિ(random motion)ને કારણે હોવાથી, જે લઘુતમ તાપમાને આવી ગતિ બંધ પડી, અણુઓની ગતિજ ઊર્જા (kinetic energy) શૂન્ય બને તે તાપમાન. ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics) અનુસાર અણુઓની ગતિજ-ઊર્જા E = kT વડે દર્શાવવામાં આવે છે. k = બોલ્ટ્સમાનનો અચળાંક…
વધુ વાંચો >નિરપેક્ષ સદભાવ વીમા વ્યવસ્થા
નિરપેક્ષ સદભાવ વીમા વ્યવસ્થા : વીમાના કરાર અંતર્ગત જોખમનું ચોક્કસ પ્રીમિયમ ગણવા માટે જરૂરી હોય તેવી બધી વિગતો વીમો લેનાર વ્યક્તિએ નિ:સંકોચ આપવી પડે તેવી અપેક્ષા રાખવાનો વીમો ઉતારનાર વ્યક્તિને અધિકાર આપતો વીમાવ્યવહારનો પાયાનો સિદ્ધાંત. વીમાકરારનો આ સિદ્ધાંત વીમાકરારને બીજા સામાન્ય વેપારી કરારથી જુદો પાડે છે. સામાન્ય વેપારીકરારમાં ‘ખરીદનાર સાવધ…
વધુ વાંચો >નિરંકારી
નિરંકારી : શીખોનો એક સંપ્રદાય. આકાર વગરના પરબ્રહ્મ કે ઈશ્વરને નિરાકાર કે નિરંકાર કહે છે. તેને માનનારાઓનો સંપ્રદાય તે નિરંકારી સંપ્રદાય. નિરંકારના ઉપાસક ગુરુ નાનક અને તેમના શિષ્યોને પણ નિરંકારી કહે છે. ગુરુ ગ્રંથમાં અમુક જગ્યાએ સંજ્ઞા તરીકે ‘નિરંકારી’ શબ્દ ગુરુ નાનકના શિષ્ય માટે પણ વપરાયો છે; જેમ કે ‘દુબિધા…
વધુ વાંચો >નિરંજન
નિરંજન : એજનરહિત અર્થાત્ નિર્લેપ, માયારહિત. ભારતની ઘણી ધર્મસાધનાઓમાં આ શબ્દ સમાનપણે પ્રયોજાય છે. ‘હઠયોગ-પ્રદીપિકા’માં નાદાનુસંધાન પછી સાધકનું ચિત્ત નિરંજનમાં વિલીન થતું હોવાનું જણાવ્યું છે. ‘ગોરક્ષ-સિદ્ધાંત-સંગ્રહ’માં પણ નિરંજનના સાક્ષાત્કારને પરમપદ કહ્યું છે. શાસ્ત્રોમાં એને શૂન્ય, નિરાકાર અન નિષેધાત્મક હોવાનું કહ્યું છે. એ અલખ (અલક્ષ્ય = અવ્યક્ત) હોવાથી તેને ‘અલખ-નિરંજન’ પણ…
વધુ વાંચો >નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી)
નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી) (જ. 21 ફેબ્રુઆરી, 1896 મહિષાદલ, મેદનીપુર સ્ટેટ, બંગાળ; અ. 15 ઑક્ટોબર, 1961, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ આધુનિક હિંદી કવિ. વતન તો ઉત્તર ભારતનું ગઢાકોલા ગામ, પણ જન્મ અને ઉછેર બંગાળમાં હોવાના કારણે નિરાલાએ આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા બંગાળી ભાષામાં લખેલી. ઘરમાં હિંદીની બૈસવાડી બોલી બોલાતી. ખડી બોલી…
વધુ વાંચો >નિરાંત
નિરાંત (1770–1845 વચ્ચે હયાત) : ગુજરાતનો જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણનો વતની. જ્ઞાતિએ ગોહેલ રજપૂત. પિતા ઉમેદસિંહ અને માતા હેતાબા. બાલ્યકાળથી જ ભક્તિના સંસ્કારો મળેલા. નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત હતો. તેનાં બે પદોમાં વલ્લભકુળનો નિર્દેશ હોવાથી કેટલોક સમય વૈષ્ણવધર્મી હશે એવું પણ મનાય છે. નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતીની છે. એનું કાવ્યસર્જન…
વધુ વાંચો >નિરીક્ષક
નિરીક્ષક (પ્ર. 15 ઑગસ્ટ, 1968) : ગુજરાતનું પખવાડિક વિચારપત્ર. લોકશાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી આ સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. તેના પ્રારંભકોમાં ઉમાશંકર જોશી, એચ. એમ. પટેલ, યશવંત પ્રા. શુક્લ, ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગ. માવળંકર, નીરુભાઈ દેસાઈ અને સુકેતુ શાહ હતા. સાપ્તાહિકનું પ્રકાશન, પ્રકાશ પબ્લિકેશન્સ લિ. તરફથી કરવામાં આવ્યું હતું…
વધુ વાંચો >નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય)
નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય) : ઈશ્વરવાદીઓના મત પ્રમાણે ઈશ્વર છે અને તે છે તેવું નિશ્ચિત રીતે જાણી શકાય છે. નિરીશ્વરવાદીઓ (atheists)ના મત પ્રમાણે ઈશ્વર નથી એટલું જ નહિ પણ ઈશ્વર નથી તે અંગેનું નિશ્ચિત જ્ઞાન મળી શકે છે. અજ્ઞેયવાદીઓ(agnostics)ની માન્યતા પ્રમાણે ઈશ્વર છે તેવું જાણી શકાય તેમ નથી અને ઈશ્વર નથી…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >