ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નાયર, ઈદાસેરી ગોવિંદન્
નાયર, ઈદાસેરી ગોવિંદન્ (જ. 23 ડિસેમ્બર, 1906, કુટ્ટીપુરમ્, કેરળ; અ. 16 ઑક્ટોબર, 1974) : મલયાળમ કવિ અને નાટકકાર. અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ. માંડ મૅટ્રિક સુધી ભણ્યા અને વકીલના ગુમાસ્તા તરીકે નોકરી લીધી. પણ પછી અનુભવ મેળવી, વકીલાતની પરીક્ષા પાસ કરી, વકીલાત કરવા માંડી. સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ એમણે ભાગ લીધેલો અને ‘ના-કર’…
વધુ વાંચો >નાયર એમ. ટી. વાસુદેવન્
નાયર, એમ. ટી. વાસુદેવન્ (જ. 15 જુલાઈ 1933, કૂડલ્લૂર, જિ. પાલક્કાડ, દક્ષિણ મલબાર–કેરળ) : મલયાળમ ભાષાના વાર્તાકાર, નવલકથાકાર અને પત્રકાર. 1995માં ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્યિક જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા હતા ત્યારે પ્રગટ થયેલો એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘રક્તમ્ પુરન્ટા, મંતરિકળ’(લોહીથી રંગાયેલી રેતી)ને કેરળ સાહિત્ય એકૅડેમીનો પુરસ્કાર મળેલો. તેમનો જન્મ…
વધુ વાંચો >નાયર, એસ. ગુપ્તન્
નાયર, એસ. ગુપ્તન્ (જ. 22 ઑગસ્ટ 1919, કિશનપુરમ્, જિ. ક્વિલોન, કેરળ; અ. 6 ફેબ્રુઆરી 2006, તિરુવન્તપુરમ) : મલયાળમ ભાષાના વિવેચક. તેમના નિબંધસંગ્રહ ‘તિરંજેદૂત પ્રબંધગલ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. મલયાળમ ભાષામાં ઑનર્સ સાથે બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે સંશોધનકાર્ય હાથ ધર્યું. પછી ત્રાવણકોર ખાતેની યુનિવર્સિટી કૉલેજમાં અધ્યાપક…
વધુ વાંચો >નાયર, કુન્હીરામન
નાયર, કુન્હીરામન (જ. 1861; અ. 1904) : મલયાળમના પ્રથમ નિબંધકાર તથા વાર્તાકાર. એમણે ‘કેસરી’ તખલ્લુસ નિબંધલેખન માટે રાખ્યું હતું. એ સમકાલીન પત્રપત્રિકાઓ ‘વિદ્યાવિનોદિની’, ‘કેરળ’, ‘સંચારી’, ‘મિતવાદી’માં નિયમિત રીતે નિબંધ લખતા. એમની વાર્તા ‘વાસનાવિકૃતિ’ મલયાળમ સાહિત્યની પ્રથમ વાર્તા ગણાય છે. એમાં કામવાસનાથી પીડાતા માનવીનું માનસ ચિત્રાત્મક રીતે નિરૂપાયું છે. એમની બીજી…
વધુ વાંચો >નાયર, કુલદીપ
નાયર, કુલદીપ (જ. 14 ઑગસ્ટ 1923, સિયાલકોટ; પાકિસ્તાન; અ. 23 ઑગસ્ટ 2018, નવી દિલ્હી) : ભારતના પત્રકાર અને લેખક. બી.એ. (ઑનર્સ), એલએલ.બી. તેમજ અમેરિકાના ઇવનસ્ટનમાંથી પત્રકારત્વમાં એમ.એસસી.કર્યું. 1985થી ‘બિટ્વીન ધ લાઇન્સ’ નામનું કૉલમ લખે છે. ભારત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં 14 ઉપરાંત ભાષાઓમાં 70થી વધુ અખબારોમાં એ…
વધુ વાંચો >નાયર, ગોપીનાથન્
નાયર, ગોપીનાથન્ : (જ. 1918, ત્રિવેન્દ્રમ્; અ. 1999) : મલયાળમ નાટકકાર. 1943માં ત્રિવેન્દ્રમ્ આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી તથા મલયાળમ વિષય લઈને બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા અને સુવર્ણચન્દ્રક મેળવ્યો. તે પછી ‘મલયાળમ રાજ્યમ્’ દૈનિકના તંત્રી થયા. સાથે સાથે ‘સખી’ અને ‘વીરકેસરી’ માસિક પત્રિકા પણ એમણે શરૂ કરી. તે પછી ત્રિવેન્દ્રમ્ આકાશવાણીના…
વધુ વાંચો >નાયર, પી. કે. (ટિક્કોડિયન)
નાયર, પી. કે. (ટિક્કોડિયન) (જ. 15 ફેબ્રુઆરી 1916, ટિક્કોડી, કોઝીકોડ, કેરળ; અ. 28 જાન્યુઆરી 2001, કોઝીકોડ, કેરળ) : મલયાળમ ભાષાના નાટ્યકાર અને નવલકથાકાર. એમનો જન્મ કેરાળના ટિક્કોડી ગામમાં થયો. ગામના નામ પરથી ‘ટિક્કોડિયન’ તખલ્લુસ રાખ્યું હતું. આનંદ ઉપનામથી એમણે લખવાનું શરૂ કરેલું. બાલ્યાવસ્થામાં એમનાં માતાપિતાનું અવસાન. 1942માં લગ્ન પછી પાંચમા…
વધુ વાંચો >નાયર, પ્યારેલાલ
નાયર, પ્યારેલાલ (જ. 1899, દિલ્હી; અ. 27 ઑક્ટોબર 1982, દિલ્હી) : સ્વાતંત્ર્યસંગ્રામના સૈનિક. ગાંધીજીના અંતેવાસી અને મંત્રી. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે 1915 માં તેમના પિતાનું અવસાન થતાં કાકાની આજ્ઞાથી લાહોરમાં રહી ત્યાંની સરકારી કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી. એ.(ઑનર્સ)ની ઉપાધિ મેળવી અને એ જ કૉલેજમાં એમ. એ.નાં સત્ર ભરવા…
વધુ વાંચો >નાયર, રાઘવન્
નાયર, રાઘવન્ (જ. 1924, મધ્ય કેરળ; અ. 1985, મુંબઈ) : કથકલિ નૃત્યકાર, નૃત્યસંયોજક અને શિક્ષક. બાળપણથી જ અવારનવાર કથકલિના પ્રયોગો જોઈ તે શૈલીનો નાદ લાગ્યો હતો. આથી સાતમા ધોરણથી અભ્યાસ પડતો મૂકી કોટ્ટક્કલના પી. એસ. વારિયરની નાટ્યમંડળીમાં જોડાયા. મંડળીમાં શરૂઆતમાં નાનાં પાત્રોની ભજવણી કરી અને ધીમે ધીમે નાટ્યકળાની ખૂબીઓથી જાણકાર…
વધુ વાંચો >નાયર વી. કે. એન. કુટ્ટી
નાયર, વી. કે. એન. કુટ્ટી (જ. 6 એપ્રિલ 1932; તિરુવિલ્વમાલા, કેરળ; અ. 25 જાન્યુઆરી 2004) : મલયાળમ ભાષાના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પય્યાનકથકલ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેઓ વ્યવસાયે ખેડૂત હતા. 1955થી તેમણે વાર્તાઓ…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >