Sanskrit literature
અક્ષક્રીડા
અક્ષક્રીડા : અક્ષ કે પાસાંઓથી ખેલાતી દ્યૂતક્રીડા. તે છેક વૈદિક યુગથી ચાલી આવે છે. વૈદિક યજ્ઞોના પ્રસંગે પણ ખેલાતી. આમાં જુગારીને માટે મુખ્ય રૂપે ‘કિતવ’ એવું નામ મળી આવે છે. આ ક્રીડા પ્રથમ તો તૈયાર કરેલ ઢાળવાળી જમીન ઉપર અને પછીથી અક્ષ-ફલક ઉપર ખેલવામાં આવતી. સામાન્ય રીતે આ દ્યૂતમાં ઉપયોગમાં…
વધુ વાંચો >અખ્યાતિ (પૂર્વમીમાંસા)
અખ્યાતિ (પૂર્વમીમાંસા) : ભ્રાંતિજ્ઞાન. પ્રભાકર મિશ્ર નામના મીમાંસક ભ્રાંતિજ્ઞાનને ‘અખ્યાતિ’ કહે છે. તેઓ માને છે કે ભ્રાંતિ એ પ્રત્યક્ષજ્ઞાન અને સ્મૃતિજ્ઞાન એમ બે જ્ઞાનોનું મિશ્રણ છે. રજ્જુ-સર્પ અને શુક્તિ-રજત (છીપ-ચાંદી) એ તેનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે. ‘આ રજત (રૂપું) છે (ઇદં રજતમ્). એ ભ્રાંતિજ્ઞાનના વિધાનમાં ‘આ’ (ઇદમ્-અંશ) તરીકે નિર્દિષ્ટ થતી વસ્તુ…
વધુ વાંચો >અગસ્ત્ય
અગસ્ત્ય : એક પ્રસિદ્ધ ઋષિ. ઉર્વશી નામની અપ્સરાના રૂપદર્શનથી કામપીડિત બનેલ મિત્ર અને વરુણ (મિત્રાવરુણ) દેવનું શુક્ર સ્ખલિત થતાં તેમાંથી જન્મેલ અગસ્ત્ય ઋષિનું એક નામ મૈત્રાવરુણિ પણ છે. તે ઉપરાંત ઔર્વશેય, કુંભમાંથી પેદા થયેલ હોવાથી કુંભયોનિ, ઘટોદ્ભવ વગેરે નામ પણ છે. ઋગ્વેદનાં ઘણાં સૂક્તોના દ્રષ્ટા આ અગસ્ત્યનાં પત્નીનું નામ લોપામુદ્રા…
વધુ વાંચો >અગ્નિ–3 (વૈદિક)
અગ્નિ–3 (વૈદિક) : ઇન્દ્ર પછી બીજા ક્રમે રહેલા મુખ્ય વૈદિક દેવતા. ઇન્દ્રના યમજ ભ્રાતા. વેદકાલીન વિધિઓના કેન્દ્રબિંદુ સમા યજ્ઞાગ્નિનું મૂર્તિમંત સ્વરૂપ. પૌરોહિત્ય એ અગ્નિનું સૌથી મહત્ત્વનું લક્ષણ હોવાથી અગ્નિની પ્રશસ્તિ ઋગ્વેદના પ્રારંભમાં આમ થઈ છે : अग्निमीले पुरोहितं यज्ञस्य देवमूत्वचम् । होतारं रत्नधीतमम् । જન્મવિષયક અનેક દંતકથાઓ ધરાવતા અગ્નિ આ…
વધુ વાંચો >અગ્નિષોમૌ
અગ્નિષોમૌ : વૈદિક દેવતાયુગ્મ. તેની પ્રશસ્તિ માટે અર્પિત એક જ ઋગ્વેદ-સૂક્ત(1, 93)માં નિરુદ્ધ જલસમૂહોની મુક્તિ, અભિશપ્ત નદીઓનું શુદ્ધીકરણ, પ્રકાશ-પ્રાપ્તિ, ગ્રહોની આકાશમાં સ્થાપના, પણિ પાસેથી ગાયોની ઉપલબ્ધિ, બૃસય નામના ભયંકર શત્રુનો નાશ જેવાં ‘બહુજનહિતાય’ પરાક્રમો નિરૂપાયાં છે. વૃષણા (‘બળવાન’) તરીકે તેમને સંબોધીને સ્તોતાઓ બલ, શર્મ, વ્રતરક્ષણ, સહાય, સુરક્ષા, સમૃદ્ધિ વગેરે પ્રાર્થે…
વધુ વાંચો >અગ્નિષ્ટોમ
અગ્નિષ્ટોમ (અગ્નિ + સ્તોમ = સ્તુતિ કે પ્રશંસા) : એક પ્રકારનો શ્રૌતયાગ. એકમાંથી અનેક થવાની ભાવનાથી પ્રજાપતિએ પ્રવર્તાવેલ આ યાગ પાંચ દિવસે પૂરો થાય છે. હોતા, અધ્વર્યુ વગેરે સોળ ઋત્વિજોની સહાયથી વસંત ઋતુમાં આરંભાતા આ યાગમાં આરંભમાં યજમાન પોતાની પત્ની સાથે દીક્ષા લે છે. અહીં સોમ-લતાને ખરીદી તેને યજ્ઞશાળામાં લાવી…
વધુ વાંચો >અગ્નિહોત્ર
અગ્નિહોત્ર : જીવન પર્યંત આચરવાનું અગ્નિવ્રત. ઉપનયન પછી બ્રહ્મચારીનું અગ્નિવ્રત આરંભાય છે. સમાવર્તન પછી વિવાહ સુધીના સમયમાં આ વ્રતનો સ્પષ્ટ નિર્દેશ નથી. અગ્નિહોત્ર વ્રત વિવાહ પછી ગૃહસ્થે આચરવાનું હોય છે. અગ્નિહોત્ર જરામર્થ દીર્ઘસત્ર કહેવાય છે. જરાજીર્ણ ગૃહસ્થને તેમાંથી મુક્તિ મળે કે મરણથી મુક્તિ મળે. અગ્નિહોત્ર સાત પાક્ યજ્ઞોમાંનો એક યજ્ઞ…
વધુ વાંચો >અજાતિવાદ
અજાતિવાદ : પ્રકૃતિનું વાસ્તવિક રૂપાંતર કોઈ પણ રીતે ન થઈ શકે તેવો ગૌડપાદનો સિદ્ધાંત. એ ગૌડપાદના સિદ્ધાંતોમાં મુખ્ય છે. એમની તત્ત્વચર્ચાનું એ કેન્દ્ર છે. જાતિ-ઉત્પત્તિની માન્યતામાં રહેલી અસંગતિ દર્શાવવા માટે ગૌડપાદ અનેક દલીલો રજૂ કરે છે. તેમની દલીલો સમજવા માટેનો ચાવીરૂપ સિદ્ધાંત એ છે કે પ્રકૃતિનો અન્યથાભાવ, વાસ્તવિક રૂપાન્તર, કોઈ…
વધુ વાંચો >અજિત કેસકમ્બલ
અજિત કેસકમ્બલ (અજિત કેશકંબલી) : બુદ્ધના સમકાલીન ચિંતક. બુદ્ધના ઉદયનો સમય તત્ત્વચિંતનના ઇતિહાસમાં ઊથલપાથલનો સમય હતો એમ લાગે. તત્ત્વચિંતનમાં જાણે કે જુવાળ આવ્યો હતો. ક્રાન્તિકારી વિચારો અસ્તિત્વમાં આવ્યા, જે એક રીતે તો ઔપનિષદ વિચારના આત્યંતિક પરિણામસ્વરૂપ હતા એમ કહી શકાય. જૈન ગ્રંથોમાં ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનિકવાદ તથા વૈનયિકવાદમાં સમાવિષ્ટ કરી શકાય…
વધુ વાંચો >