Philosophy
અક્રમવિજ્ઞાન
અક્રમવિજ્ઞાન : દાદા ભગવાનની આત્મવિદ્યા અંગેની વિશિષ્ટ વિચારસરણી. ભાદરણ ગામના શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ(1907–1988)ને 1958માં સૂરતના રેલવે સ્ટેશન પર જે આત્મજ્ઞાન થયું તેને અક્રમવિજ્ઞાનને નામે ઓળખવામાં આવે છે. આ જ્ઞાન પછી તેમના દેહમાં જે આત્મસ્વરૂપ પ્રગટ્યું તેને ‘દાદા ભગવાન’ કહેવામાં આવે છે. આ જ્ઞાનનો એમણે 26 વર્ષ સુધી દેશ-વિદેશમાં ફરી…
વધુ વાંચો >અખો
અખો ( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ) જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ…
વધુ વાંચો >અજ્ઞેયવાદ
અજ્ઞેયવાદ : સંશયવાદનું આધુનિક સ્વરૂપ ગણાતો તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સમર્થક બ્રિટિશ જીવવિજ્ઞાની થૉમસ હક્સલેએ પોતાના મતને ખ્રિસ્તી ઈશ્વરવાદથી ભિન્ન દર્શાવવા માટે સૌપ્રથમ વાર 1869માં ‘Agnosticism’ (અજ્ઞેયવાદ) શબ્દ પ્રયોજ્યો હતો. ઈશ્વરના અસ્તિત્વનો ઈશ્વરવાદીઓ સ્વીકાર કરે છે અને નિરીશ્વરવાદીઓ તેનો અસ્વીકાર કરે છે, પરંતુ આ બંનેથી ભિન્ન એવા અજ્ઞેયવાદીઓ પ્રમાણે ઈશ્વરના…
વધુ વાંચો >અદ્વૈતવાદ
અદ્વૈતવાદ : દર્શનમાં સત્(સત્તા)ની તપાસ તરવામાં આવે છે. અને સતને જ ‘તત્વ’ કે ‘પદાર્થ’ કહે છે. ક્યારેક એને અંતિમ સત્તા કે સત્ય અને પરમ તત્વ કહે છે. આ સતનું અસ્તિત્વ છે કે નથી ? તે એક છે કે અનેક છે ? તે સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? વગેરે પ્રશ્નો…
વધુ વાંચો >અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા)
અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા) : અધ્યાત્મ એ દર્શનનું પ્રાથમિક રૂપ છે. સભ્યતાના વિકાસના પ્રારંભકાળમાં મનુષ્ય પાસે કોઈ ને કોઈ સ્વરૂપે દર્શન હતું. જીવન અને જગત પ્રત્યે કેટલાક વિશ્વાસો અને કેટલીક માન્યતાઓ મનુષ્ય ધરાવતો હતો. સાધનોનો અભાવ, જ્ઞાનની અલ્પતા અને વિકાસના પ્રથમ સોપાનની નિકટ હોઈને તે આ સમસ્યાઓ ઉપર ઊંડું ચિંતન કરી…
વધુ વાંચો >અનુઆધુનિકતાવાદ
અનુઆધુનિકતાવાદ : જુઓ આધુનિકતા,અનુઆધુનિકતા અને અનુઆધુનિકતાવાદ
વધુ વાંચો >અનુભવવાદ
અનુભવવાદ (Empiricism) પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાન-મીમાંસા-(epistemology)નો એક સિદ્ધાંત. તેનું મુખ્ય પ્રતિપાદન એ છે કે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોમાં બુદ્ધિનો નહિ, પણ ઇન્દ્રિયાનુભવનો ફાળો મુખ્ય હોય છે. આમ જ્ઞાનમીમાંસાના સિદ્ધાંત તરીકે અનુભવવાદ એ બુદ્ધિવાદ(rationalism)નો વિરોધી સિદ્ધાંત છે. અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘experience’ મૂળ ગ્રીક શબ્દ ‘empeiria’ પરથી ઊતરી આવેલો છે. લૅટિનમાં…
વધુ વાંચો >અનુમાન (પ્રમાણ)
અનુમાન (પ્રમાણ) : કોઈ જ્ઞાત વસ્તુ ઉપરથી અજ્ઞાત વસ્તુનું જ્ઞાન જે પ્રમાણથી થાય છે તે. આપણે દૂર પર્વત ઉપર ધુમાડો દેખીએ છીએ પણ અગ્નિને દેખતા નથી. ધુમાડો પ્રત્યક્ષથી જ્ઞાત છે. અગ્નિ અજ્ઞાત છે. જ્ઞાત ધુમાડા ઉપરથી આપણને અજ્ઞાત અગ્નિનું જ્ઞાન થાય છે. આ રીતે થયેલું અગ્નિનું જ્ઞાન અનુમાન છે. અહીં…
વધુ વાંચો >અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ)
અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ) : પ્રત્યેક વસ્તુને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવી, જોવી અને કહેવી તે. જૈનદર્શનની આધારશિલા અનેકાન્તવાદ છે. જૈનધર્મમાં જ્યારે પણ કોઈ વાત કહેવાઈ છે ત્યારે તે અનેકાન્તની કસોટી પર સારી રીતે ચકાસીને કહેવાઈ છે. આથી દાર્શનિક સાહિત્યમાં જૈનદર્શનનું બીજું નામ અનેકાન્તદર્શન પડ્યું છે. જૈનદર્શનમાં પ્રયોજાતા ‘અનેકાન્ત’ શબ્દનો અર્થ છે…
વધુ વાંચો >