Philosophy

અરવિંદદર્શન

અરવિંદદર્શન : જુઓ, ઘોષ (શ્રી)અરવિંદ.

વધુ વાંચો >

અવતાર અને અવતારવાદ

અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું  માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…

વધુ વાંચો >

અષ્ટાંગયોગ : જુઓ, યોગદર્શન

અષ્ટાંગયોગ : જુઓ, યોગદર્શન

વધુ વાંચો >

અસ્તિત્વવાદ

અસ્તિત્વવાદ અર્વાચીન પશ્ચિમી તત્વચિંતનનો પ્રભાવક સંપ્રદાય. તેનો પ્રારંભ ઓગણીસમી સદીના ડેન્માર્કના ચિંતક સોરેન કિર્કગાર્ડ (1813-1855) અને જર્મન ચિંતક ફ્રેડરિખ નીત્શે(1844-19૦૦)માં જોઈ શકાય છે. વીસમી સદીમાં અસ્તિત્વવાદમાં મહત્વનું પ્રદાન કરનાર ચિંતકોમાં જર્મન ફિલસૂફો કાર્લ યાસ્પર્સ (1883-1969) અને માર્ટિન હાયડેગર (1889-1976) તેમજ ફ્રેંચ ફિલસૂફો ગેબ્રિઅલ મારસલ (1899-1973), ઝ્યાં પૉલ સાર્ત્ર (1905-198૦) અને…

વધુ વાંચો >

અહમેવવાદ

અહમેવવાદ (solipsism) : નૈતિકતાનાં ધોરણ, વાસ્તવિક અસ્તિત્વ અને જ્ઞાનની નિશ્ચિતતાની દૃષ્ટિએ સ્વત્વને જ અગ્રિમતા આપતો અભિગમ. નૈતિક ક્ષેત્રમાં અહમવાદ (egoism) એ અહમેવવાદનું એક સ્વરૂપ ગણાય, કારણ કે સ્વાર્થવાદમાં દરેક વ્યક્તિના પોતાના સુખ કે હિતને જ મૂલ્યાંકનના ધોરણ તરીકે સ્વીકારવામાં આવે છે. જોકે, નૈતિક ક્ષેત્રના આ પ્રકારના અહમેવવાદમાં અન્ય વ્યક્તિના અસ્તિત્વનો…

વધુ વાંચો >

અંત:સ્ફુરણાવાદ

અંત:સ્ફુરણાવાદ : કોઈ પણ વિધાન, વિભાવના કે વસ્તુના અનુમાન વગરનું અવ્યવહિત (immediate) આકલન તે માનસપ્રત્યક્ષ (intuition) શબ્દથી પણ ઓળખવામાં આવે છે. જ્ઞાનનો જે પ્રકાર અનુભવ કે તર્કબુદ્ધિથી સ્વતંત્ર છે તેને અંત:સ્ફુરણાત્મક જ્ઞાન તરીકે સમજવામાં આવે છે. ‘ઇન્ટ્યૂઇશન’ શબ્દ બિનઅનુમાનજન્ય (noninferential) જ્ઞાન માટે તેમજ તેવું જ્ઞાન મેળવવા માટેની મનની સહજ-શક્તિને માટે…

વધુ વાંચો >

આઇડિયા ઑવ્ અ યુનિવર્સિટી, ધી

આઇડિયા ઑવ્ અ યુનિવર્સિટી, ધી (1852) : અંગ્રેજી ચિંતનગ્રંથ. ‘ઑક્સફર્ડ મૂવમેન્ટ’ના મુખ્ય સ્થાપક અને કાર્યકર કાર્ડિનલ જૉન હેન્રી ન્યૂમનનો આ નિબંધ આકર્ષક નિરૂપણરીતિને કારણે સાહિત્યક્ષેત્રે જાણીતો બન્યો છે. ધાર્મિક અને નૈતિક ઉપરાંત બૌદ્ધિક સંસ્કૃતિ કેવી રીતે અને શા માટે સ્પૃહણીય છે તેની સવિસ્તર ચર્ચા એમાં થયેલી છે. ન્યુમન કહે છે…

વધુ વાંચો >

આત્મા

આત્મા એક સ્વતંત્ર ચેતનતત્વ. ચાર્વાક દર્શન સ્વતંત્ર ચેતનતત્વને માનતું નથી અને જ્ઞાનને ચાર ભૂતોના સંયોજનથી ઉદભવતો ગુણ (emergent quality) ગણે છે. અર્થાત્ ચાર ભૂતોથી સ્વતંત્ર, આ ગુણના આશ્રયભૂત ચેતનદ્રવ્ય તેમણે સ્વીકાર્યું નથી. જૈન અને બૌદ્ધ દર્શન જણાવે છે કે જ્ઞાનગુણ ભૌતિક ગુણોથી એટલો વિલક્ષણ છે કે તે ચાર ભૂતોમાંથી ઉદભવી…

વધુ વાંચો >

આદર્શવાદ

આદર્શવાદ (idealism) : અમૂર્ત અને અભિધારણાત્મકને બદલે દૃશ્ય જગતની પાર રહેલ મૂર્ત અને વાસ્તવિકમાં નિસબત ધરાવતો સિદ્ધાંત; વિશ્વસંઘટનમાં પદાર્થો અને ગતિઓને વજૂદ આપતો તેમજ મન સહિતની સર્વ ઘટનાઓને ભૌતિક માધ્યમ સાથે જોડતો ભૌતિકવાદ કે પૂર્વનિશ્ચિત સંપ્રત્યયથી મુક્ત એવી વિગતોને યથાતથા તટસ્થતાથી નિરૂપતો પ્રકૃતિવાદ – આ સર્વથી વિરુદ્ધ આદર્શવાદ એવી માન્યતામાં…

વધુ વાંચો >

આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ

આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…

વધુ વાંચો >