હુંદરાજ બલવાણી
અડવાણી, ભેરુમલ મહેરચંદ
અડવાણી, ભેરુમલ મહેરચંદ (જ. 1875, હૈદરાબાદ–સિંધ; અ. 7 જુલાઈ 1950, પુણે) : સિંધી સાહિત્યના બહુમુખી પ્રતિભાવાળા લેખક, વિદ્વાન અને ઇતિહાસકાર. સિંધી ગદ્યસાહિત્યના મુખ્ય સ્તંભોમાંના એક. કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ અને બાળસાહિત્ય — એમ લગભગ બધા જ સાહિત્યપ્રકારોમાં તેમણે બહુમૂલ્ય યોગદાન આપેલ; તેમ છતાં ઇતિહાસ, ભાષાવિજ્ઞાન અને સંશોધનક્ષેત્રે કાર્ય કર્યું…
વધુ વાંચો >ફૂલનિ મુઠિ (1927)
ફૂલનિ મુઠિ (1927) : સિંધી નિબંધસંગ્રહ. અર્વાચીન સિંધી સાહિત્યના ઉત્થાનકાળના પ્રારંભિક નિબંધ-સંગ્રહોમાં આ સંગ્રહ વિશેષ મહત્વનો છે. આમાંના નિબંધો આ અગાઉ પ્રગટ થયેલા નહોતા, પરંતુ રચયિતા લાલચંદ અમરડિનોમસ(1885–1954)ની રોજનીશીમાંથી તે સંગૃહીત કરાયા છે. લાલચંદ એમના રોજિંદા વિચારો અને અનુભવોને વિસ્તારથી પોતાની ડાયરીમાં નોંધી લેતા હતા. તેમાં તેમની અંગત શિવ-ભાવનાઓનો સ્પર્શ…
વધુ વાંચો >ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’)
ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’) (જ. 26 માર્ચ 1936, કંડિયારો, સિંધ) : સિંધી ભાષાના જાણીતા કવિ. કૉમર્સ ગ્રૅજ્યુએટ થઈને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યો અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ દૈનિકમાં જોડાયા અને ચીફ સબ-એડિટર તરીકે નિવૃત્ત થયા. લક્ષ્મણ ભાટિયાએ 12 વર્ષની ઉંમરમાં એક નાનકડી રચના લખી, જે તે વખતના સુપ્રસિદ્ધ બાલસામયિક ‘ગુલિસ્તાન’માં છપાઈ. તે પછી…
વધુ વાંચો >મુંહિજી હયાતીઅ જા સોના રોપા વર્ક
મુંહિજી હયાતીઅ જા સોના રોપા વર્ક (1981) : સિંધી લેખિકા પોપટી હીરાનંદાણી(જ. 1924)ની આત્મકથા. આ કૃતિને 1982નો ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ટૂંકી વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે પોતાનું ઉલ્લેખનીય યોગદાન આપનારાં આ લેખિકાની આત્મકથામાં કુલ 14 પ્રકરણો છે. લેખિકાએ પોતાના બાળપણથી પ્રૌઢાવસ્થા સુધીની જીવનયાત્રાની મહત્વપૂર્ણ ઘટનાઓનું સંપૂર્ણ સચ્ચાઈથી…
વધુ વાંચો >મેરો સિજ
મેરો સિજ (1984) : સિંધી ગઝલસંગ્રહ. અમદાવાદના વતની, કવિ અર્જન હાસિદ(જ. 1930)ની ગણના સિંધીના આધુનિક કવિઓમાં ઉત્તમ કક્ષાના ગઝલકારોમાં થાય છે. એમણે સિંધી સાહિત્યની પ્રગતિવાદી પરંપરાના સમયથી કાવ્યો લખવાની શરૂઆત કરી હતી. ત્યારથી એમનું કાવ્યસર્જન અવિરામ ચાલુ રહ્યું છે. એમને ‘મેરો સિજ’ ગઝલસંગ્રહ માટે વર્ષ 1985નું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક…
વધુ વાંચો >મોરિડો મીરબહર
મોરિડો મીરબહર : પ્રસિદ્ધ સિંધી વીરગાથા ‘મોરિડો ઐં માંગરમચ્છ’નો નાયક. સિંધમાં સિંધુ નદીના કાંઠે માછીમારોનું એક કુટુંબ રહેતું હતું, જેમાં ‘મોરિડો’નો જન્મ થયો હતો. તે સાત ભાઈઓ પૈકી સૌથી નાનો હતો. કદમાં પણ નાનો અને લંગડો, પરંતુ સશક્ત હતો. બુદ્ધિમાં પણ બધા ભાઈઓ કરતાં તેજ હતો. તેના ભાઈઓ દરિયામાં માછલાં…
વધુ વાંચો >મોહન કલ્પના
મોહન કલ્પના (જ. 22 નવેમ્બર, 1930, કોટડી–સિંધ; અ. 19 જૂન, 1992, ઉલ્લાસનગર, મહારાષ્ટ્ર) : સિંધી સાહિત્યકાર. પૂરું નામ મોહન બૂલચંદ લાલા ‘કલ્પના’. ભારતના વિભાજન પછી તેઓ સ્થાયી રૂપે ઉલ્લાસનગર(મહારાષ્ટ્ર)માં રહ્યા. સિંધી સાહિત્યમાં વાર્તાકાર તરીકે પ્રવેશ કર્યો. શરૂઆતમાં પ્રગતિશીલ વિચારધારાથી પ્રભાવિત થયા. પછી પ્રેમશૃંગારના રસિક લેખન તરફ વળ્યા. એમની કૃતિઓમાં પ્રેમ,…
વધુ વાંચો >મૌજી ગીત
મૌજી ગીત (1935) : સિંધી બાલગીત-સંગ્રહ. કિશનચંદ બેવસનાં 14 અને હરિ દિલગીરનાં 4 એ રીતે બંને કવિઓ દ્વારા રચાયેલાં 18 બાલગીતો આમાં છે. કવિ કિશનચંદ ‘બેવસ’ (1885–1947) પહેલાં અનેક કવિઓએ બાળકો માટે કાવ્યો લખ્યાં હતાં; પરંતુ રચયિતાઓનો મુખ્ય હેતુ શૈક્ષણિક હતો અને તે પાઠ્યપુસ્તકોને ધ્યાનમાં રાખીને લખાયાં હતાં. આવાં કાવ્યોમાં…
વધુ વાંચો >વારીઅ ભરિયો પલાંદ (1968)
વારીઅ ભરિયો પલાંદ (1968) : સિંધી ગઝલસંગ્રહ. સિંધી સાહિત્યના પ્રથમ શ્રેણીના કવિ નારાયણ શ્યામે (1922-1989) કાવ્યની બધી શાખાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એમણે દોહા-સોરઠા, ગીત, નઝમ, બેત, ચોડસી, રુબાઈ, વાઈ વગેરે કાવ્યપ્રકારો ખેડ્યા છે. જાપાની કાવ્ય ‘હાઈકુ’ને ‘તસ્વીરું’ નામે સિંધી સ્વરૂપ આપીને સિંધીમાં પ્રચલિત કર્યું. ફ્રેન્ચ Trioletના આધારે ‘તરાઇલ’ લખ્યાં.…
વધુ વાંચો >વાસવાણી, હરીશ
વાસવાણી, હરીશ (જ. 22 નવેમ્બર 1940, લોરાલાઈ, બલૂચિસ્તાન, સિંધ) : સિંધી ભાષાના કવિ, વાર્તાકાર અને સમીક્ષક. 1959થી આદિપુર(કચ્છ)માં સ્થાયી થયા છે. 1961માં બી.એ.ની પરીક્ષા આપી અને યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. અલીગઢ યુનિવર્સિટીમાંથી ત્રણ વિષયોમાં અનુસ્નાતક થયા – પૉલિટિકલ સાયન્સ (1964), અંગ્રેજી (1968) અને હિન્દી (1970). 1962થી તોલાણી આર્ટ્સઅને સાયન્સ કૉલેજ, આદિપુર…
વધુ વાંચો >