હસમુખ બારાડી

અભિનય

અભિનય  નાટ્યાર્થનો આંગિક, વાચિક આદિ ક્રિયાઓ દ્વારા ભાવને સાક્ષાત્કાર કરાવતો નટનો કલાકસબ. નાટ્યકારે રચેલા પાત્રને નટ પોતાની વાણી, અંગોનાં હલનચલન, મન અને ભાવજગત વડે મૂર્તિમંત કરી નાટકના અર્થને પ્રેક્ષકોમાં સંક્રાંત કરે છે. આ સમગ્ર વ્યાપાર તે અભિનય. નટની કળા અન્ય કળાઓ કરતાં વિશિષ્ટ કળા છે, કેમ કે તેમાં સર્જક અને…

વધુ વાંચો >

અમેરિકન થિયેટર અને રંગભૂમિનો ઉદભવ અને વિકાસ

અમેરિકન થિયેટર અને રંગભૂમિનો ઉદભવ અને વિકાસ : અમેરિકન નાટ્ય અને રંગભૂમિના ઉદભવ અને વિકાસની સરખામણીએ ટૂંકો સાંસ્કૃતિક ઇતિહાસ અને વિવિધ ઓળખ ધરાવતી પ્રજાના દેશ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાને પોતાની આગવી નાટ્યકલા અને થિયેટરની છબિ ઉપસાવવામાં ખૂબ જહેમત લેવી પડી હતી. છેક 1821માં એક બ્રિટિશ નટે કહ્યું હતું કે…

વધુ વાંચો >

અલ્લાબેલી

અલ્લાબેલી (1946) : ત્રિઅંકી ઐતિહાસિક નાટક. લેખક ગુણવંતરાય આચાર્ય. રજૂઆત ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન, 1946. લાંબાં મૌલિક નાટકો ગુજરાતમાં જ્યારે અવેતન રંગભૂમિ માટે ઓછાં લખાતાં હતાં ત્યારે આ નાટક ઘણું સફળ ગણાયેલું. જસવંત ઠાકરે ઇન્ડિયન પીપલ્સ થિયેટર દ્વારા એની ફરી રજૂઆત (1947) કરી હતી. ઓખાનો પદભ્રષ્ટ માણેક કુળનો છેલ્લો વારસ…

વધુ વાંચો >

અવર ટાઉન

અવર ટાઉન (1938) : અંગ્રેજી ત્રિઅંકી નાટક. મૂળે નવલકથાકાર થૉન્ર્ટન વાઇલ્ડરના આ બહુચર્ચિત નાટકે લેખકને બીજી વાર પુલિત્ઝર પારિતોષિક મેળવી આપેલું. ‘રોજિંદું જીવન’ નામના પહેલા અંકમાં તત્કાલીન ઇંગ્લૅન્ડના તાલુકામથક જેવા એક નાના નગરના લોકો રોજિંદું જીવન જીવી રહ્યા છે, જ્યારે પ્રોફેસર વિલાર્ડ અને તંત્રી વેબ એમના વિશે તાટસ્થ્યપૂર્ણ ટિપ્પણી કરે…

વધુ વાંચો >

અશ્વત્થામા (3)

અશ્વત્થામા (3) (1973) : ગુજરાતી એકાંકી. લેખક મધુ રાય. મહાભારતના વિષયવસ્તુવાળું આ એકાંકી ધૃષ્ટદ્યુમ્ન દ્વારા અશ્વત્થામાના પિતા દ્રોણની છળથી હત્યા, ક્રોધી અશ્વત્થામાએ પાંડવપુત્રોની કરેલી વળતી હત્યા અને કૃષ્ણનો અશ્વત્થામા ઉપરનો શાપ નિરૂપે છે. એકાંકીની શરૂઆત નેપથ્યમાંથી સંભળાતા હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલૂકના અવાજોથી થાય છે. રંગમંચનો અંધકાર એ અવાજોથી જીવંત…

વધુ વાંચો >

અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ

અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ (જ. 12 એપ્રિલ 1823, મોસ્કો, રશિયા; અ. 14 જૂન 1886, રશિયા) : રૂસી નાટ્યકાર. સફળ વકીલનો આ બેફિકરો પુત્ર તત્કાલીન રશિયન થિયેટરનો ખૂબ લોકપ્રિય નાટ્યકાર નીવડ્યો. મૉસ્કો યુનિવર્સિટીમાં વકીલાતની તાલીમ લઈ ત્યાંની વ્યાપારી કૉર્ટમાં એણે નોકરી લીધી. સાહિત્ય અને નાટ્યક્ષેત્રે એના સમકાલીનો – તુર્ગનેવ અને લ્યેફ તોલ્સ્તોય…

વધુ વાંચો >

અંડેરી ગંડેરી ટીપરી ટેન

અંડેરી ગંડેરી ટીપરી ટેન (1966) : ગુજરાતી બાળનાટક. લેખિકા : ધીરુબહેન પટેલ. બહુ ઓછાં લાંબાં ગુજરાતી બાળનાટકોમાંનું એક. એના બાળપાત્ર નન્નુભાઈને એકથી નવ સુધીનાં દરેક અંક પોતપોતાના દેશમાં લઈ જાય છે અને એક સૂરજ, એક ચંદ્રથી માંડી નવ રત્નો અને નવ તારા સુધીના ઝૂમખાનો પરિચય કરાવી, એકથી નવ સુધીનું શિક્ષણ…

વધુ વાંચો >

આકંઠ સાબરમતી

આકંઠ સાબરમતી : ગુજરાતમાં 1970ના દાયકામાં નાટ્યલેખકોનું ચાલેલું વર્તુળ. સ્થળ અમદાવાદની માધ્યમિક શાળા, વિદ્યાનગર હાઈસ્કૂલ, સ્થાપના 1972. મુખ્ય આયોજક મધુ રાય. એના મુખ્ય મુખ્ય નાટ્યલેખકોમાં લાભશંકર ઠાકર, ચંદ્રકાન્ત શેઠ, ચિનુ મોદી, ઇન્દુ પુવાર, રમેશ શાહ, મનહર મોદી, સુવર્ણા, હસમુખ બારાડી, મુકુંદ પરીખ, સરૂપ ધ્રુવ વગેરે. ચિત્રકાર બાલકૃષ્ણ પટેલનો પણ મહત્ત્વનો…

વધુ વાંચો >

આકાશવાણી

આકાશવાણી : બિનતારી રેડિયો કાર્યક્રમ પ્રસારણને આકાશવાણી નામાભિધાન મૈસૂર કેન્દ્ર પરથી ડૉ. ગોપાલસ્વામીએ 1935માં આપ્યું. પરંતુ ભારતમાં રેડિયો-પ્રસારણની શરૂઆત તો ‘ઇન્ડિયન સ્ટેટ્સ ઍન્ડ ઇસ્ટર્ન એજન્સી લિ.’ દ્વારા 1922માં તત્કાલીન હિંદ સરકારને પ્રસારણ સેવા શરૂ કરવા જણાવાયું ત્યારથી થઈ. 1923ના નવેમ્બરમાં બંગાળની ‘રેડિયો ક્લબ’ને સથવારે કલકત્તામાં એક કેન્દ્ર શરૂ થયું. 1924ના…

વધુ વાંચો >

આષાઢ કા એક દિન

આષાઢ કા એક દિન (1958) : હિન્દી નાટકકાર મોહન રાકેશનું ત્રિઅંકી નાટક. તેને દિલ્હીની સંગીત નાટક અકાદમીનું પારિતોષિક (1959) મળેલું. પ્રથમ વાર મંચન-1962. નાટકને હિન્દીમાં તથાકથિત ‘સાહિત્યિક’ નાટકની પકડમાંથી મુક્ત કરવામાં આ નાટક અને તેના લેખકનું પ્રદાન નોંધપાત્ર છે. કવિ કાલિદાસના જીવનમાં કાલ્પનિક પ્રણયકથાને ગૂંથતું, આ નાટકનું કથાનક આમ તો…

વધુ વાંચો >