શાંતિ પટેલ
આરોગ્ય, રોગપ્રતિરોધ અને તબીબી સેવાઓ
આરોગ્ય, રોગપ્રતિરોધ અને તબીબી સેવાઓ આરોગ્ય અને રોગનિર્ધારણ આરોગ્ય એટલે શારીરિક, માનસિક તથા સામાજિક સ્વસ્થતા. રોગપ્રતિરોધ (prophylaxis) એટલે રોગ કે વિકાર થાય તે પહેલાં તેને થતો અટકાવવો તે. રોગ કે વિકાર ન થાય તેવી સર્વ સ્થિતિ થાય કે કરાય તેને પૂર્વનિવારણ (prevention) કહે છે. ઔષધપ્રયોગ, રસી કે અન્ય ક્રિયાથી કોઈ…
વધુ વાંચો >કોષ-પૃથક્કારક
કોષ-પૃથક્કારક (cell separator) : લોહીના કોષોને અલગ પાડતું યંત્ર. લોહીના કોષોને તથા પ્રવાહીના ઘટકોને અલગ પાડવાની પ્રક્રિયાને પૃથગ્ભવન (apheresis) કહે છે. તેની મદદથી સારવાર માટે લોહીના અલગ અલગ ઘટકોને જુદા પાડી શકાય છે. તેથી લોહીનો વિશિષ્ટ અને જરૂરી ઘટક આપવાની વ્યવસ્થા થઈ શકે છે. જ્યારે નસમાંથી સીધેસીધું અથવા કોષ-પૃથક્કારકની મદદથી…
વધુ વાંચો >ક્ષીણતા
ક્ષીણતા (atrophy) : સંપ્રાપ્ત (acquired) કારણોસર કોષ, પેશી, અવયવ કે શરીરના કોઈ એક ભાગના કદમાં ઘટાડો થવો તે. જ્યારે મૂળભૂત રીતે જ કોઈ પેશી, અવયવ કે ઉપાંગ વિકસે નહિ તો તેને અવિકસન (aplasia) અથવા અલ્પવિકસન (hypoplasia) કહે છે; પરંતુ મૂળ કદ સામાન્ય હોય અને ત્યાર પછી તેમાં ઘટાડો થાય તો…
વધુ વાંચો >જીવાણુનિયંતા (bacteriolytes)
જીવાણુનિયંતા (bacteriolytes) : જીવાણુને ચેપ કરીને તેનો નાશ કે નિયંત્રણ કરતા વિષાણુઓ. 1915માં ટ્વોર્ટે દર્શાવ્યું કે નાશ પામતા જૂથકારી ગોલાણુઓ(staphylococci)ના સંવર્ધનદ્રાવણને ગાળીને જો અન્ય જીવાણુસંવર્ધનમાં ઉમેરવામાં આવે તો તેનો પણ નાશ થાય છે. ડી’ હેરેલે પણ આ પ્રકારનો નાશ મરડો કરતા દંડાણુ(bacilli)માં દર્શાવ્યો હતો (1917). ત્યારબાદ આ જીવાણુઓનો નાશ કરતો…
વધુ વાંચો >પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants)
પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants) સૂક્ષ્મજીવોને મારતાં કે તેમની સંખ્યાવૃદ્ધિ અટકાવતાં દ્રવ્યો તે પૂયરોધકો અને સૂક્ષ્મજીવોને મારીને ચેપ લાગતો અટકાવતાં દ્રવ્યો તે ચેપરોધકો. પૂયરોધકો સજીવ પેશી પર લગાડવામાં આવતાં દ્રવ્યો છે. ચેપરોધકો નિર્જીવ પદાર્થ પર લગાવાય છે, જેથી તેના સંસર્ગમાં આવવા છતાં ચેપ લાગતો નથી. નિર્જીવ પદાર્થોને સર્વસૂક્ષ્મજીવમુક્ત (sterilized)…
વધુ વાંચો >પેશીનાશ (gangrene)
પેશીનાશ (gangrene) : કોહવાટ (putrefaction) સાથે પેશીનો નાશ. તેને કોથ પણ કહે છે. તેને કોથ પણ કહે છે. કોષો, પેશીઓ તથા અવયવનો કોઈ ભાગ મૃત્યુ પામે તો તેને વિવિધ નામે ઓળખવામાં આવે છે. કોઈ વિકાર, ઝેર કે ઈજાને કારણે કોષોને ઈજા થાય અને તે નાશ પામે તો તેને કોષનાશ (necrosis),…
વધુ વાંચો >પેશીનાશ વાતજનક
પેશીનાશ, વાતજનક : ઈજા પછી નસો વગરની અને જીવંત ન રહી હોય એવી પેશીમાં ક્લોસ્ટ્રિડિયમ જૂથના કેટલાક જીવાણુઓથી થતો વાયુ ઉત્પન્ન કરતો રોગ. તેમાં મુખ્યત્વે ક્લો. પર્ફિન્જિન્સ નામનો જીવાણુ કારણરૂપ હોય છે; પરંતુ ક્યારેક ક્લો. નોવ્યી, ક્લો. હિસ્ટોલિટિકમ અને ક્લો. સેપ્ટિકમ પણ કારણરૂપ હોય છે. આ જીવાણુઓ માટીમાં તથા માનવો…
વધુ વાંચો >પ્રતિરક્ષાપૂરકો (complements)
પ્રતિરક્ષાપૂરકો (complements) : શારીરિક રક્ષણ અને પ્રતિરક્ષા(immunity)ની પ્રક્રિયામાં પૂરક કાર્ય કરતા પ્રોટીનનો સમૂહ. તે મુખ્ય સૂક્ષ્મજીવો સામેના સંરક્ષણમાં તથા અન્ય પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓમાં અવિશિષ્ટ (nonspecific) ઘટકો તરીકે કાર્ય કરે છે. કુલ 9 પ્રોટીનોને આ જૂથમાં સમાવેલાં છે. તેમને C1થી C9ની સંજ્ઞાઓ વડે ઓળખવામાં આવે છે. તેઓને સંયુક્ત રૂપે પ્રતિરક્ષાપૂરક તંત્ર(complement system)ના…
વધુ વાંચો >પ્રોટીનમૂત્રમેહ (proteinuria)
પ્રોટીનમૂત્રમેહ (proteinuria) : પેશાબમાં પ્રોટીનનું વહી જવું તે. તે મોટાભાગના કિસ્સામાં મૂત્રપિંડનો કોઈ વિકાર સૂચવે છે. ઘણી વખતે મૂત્રપિંડના કોઈ વિકારનું તે એકમાત્ર ચિહ્ન હોય છે. સામાન્ય રીતે, પેશાબમાં રોજનું 150 મિગ્રા. જેટલું પ્રોટીન વહી જતું હોય છે. તેમાં મોટાભાગનું આલ્બ્યુમિન પ્રકારનું પ્રોટીન હોય છે. જોકે થોડા પ્રમાણમાં તેની સાથે…
વધુ વાંચો >