શંકરલાલ ત્રિવેદી

ચુરુ

ચુરુ : રાજસ્થાનનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 45’ ઉ. અ. અને 74° 50’ પૂ. રે.. જિલ્લાનું ક્ષેત્રફળ 16,830 કિમી. છે. રાજસ્થાનના કુલ ક્ષેત્રફળનો તે 4.91% જેટલો ભાગ છે. ચુરુની પૂર્વ દિશાએ ઝુનઝુન અને સિકર જિલ્લા, પશ્ચિમ દિશાએ બિકાનેર, ઉત્તર દિશાએ હનુમાનગઢ, અગ્નિ દિશામાં સિકર અને દક્ષિણે…

વધુ વાંચો >

જાલોર

જાલોર : રાજસ્થાનના 33 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન 25° 21’ ઉ. અ. 72° 37’ પૂ. રે.. આઝાદી પૂર્વે તે જોધપુર રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં જાળનાં વૃક્ષો, અન્ય વૃક્ષો કરતાં વધારે હોવાથી શહેરનું નામ જાલોર પડ્યું છે. જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે. તેની પશ્ચિમે…

વધુ વાંચો >

જોધપુર

જોધપુર : રાજસ્થાનના 33 પૈકીનો એક જિલ્લો તથા જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. જોધપુર જિલ્લો 26°થી 27° 37´ ઉ. અ. અને 72° 55´થી 73° 52´ પૂ. રે. વચ્ચે આવેલો છે. ઉત્તરે બિકાનેર અને વાયવ્યે જેસલમેર જિલ્લા, દક્ષિણે બારમેર અને પાલી અને પૂર્વમાં નાગોર જિલ્લો છે. ઉત્તરથી દક્ષિણ 197 કિમી. લંબાઈ…

વધુ વાંચો >

ઝાલાવાડ

ઝાલાવાડ : રાજસ્થાનના 33 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લામથક. તે પૂર્વ રાજસ્થાનમાં મધ્યપ્રદેશની સરહદે આવેલ છે. તેની પૂર્વ દિશાએ રાજસ્થાનનો બરન જિલ્લો અને મધ્યપ્રદેશનો ગુના જિલ્લો, દક્ષિણે મધ્યપ્રદેશનો રતલામ જિલ્લો, ઉત્તર દિશાએ રાજસ્થાનનો કોટા જિલ્લો અને પશ્ચિમે મધ્યપ્રદેશનો મંદસોર જિલ્લો આવેલા છે. આમ ઝાલાવાડની ત્રણ બાજુએ મધ્યપ્રદેશના જિલ્લાઓ આવેલા…

વધુ વાંચો >

ઝુનઝુનુ

ઝુનઝુનુ : રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લાનું વડું મથક. ભૌગોલિક સ્થાન : 28o 08´ ઉ. અ. અને 75o 24´ પૂ. રે.. પૂર્વ દિશાએ હરિયાણા, વાયવ્ય ખૂણે ચુરુ, પશ્ચિમ અને દક્ષિણે સીકર જિલ્લાઓ આવેલા છે. જિલ્લાના ઉદેપુર, ખેતરી અને ચીરવા ત્રણ તાલુકાઓ છે. જિલ્લાનું ક્ષેત્રફળ 5,928 કિમી. અને વસ્તી 21,39,658 (2011)…

વધુ વાંચો >

ડુંગરપુર

ડુંગરપુર : રાજસ્થાનનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે દક્ષિણ અરવલ્લી પર્વતશ્રેણીમાં આવેલો છે. વગડાનો  પ્રદેશ હોવાથી તે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેમાં ડુંગરપુર ઉપરાંત વાંસવાડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે છે. શિલાલેખોમાં તેનો ઉલ્લેખ ‘વાગ્વર’ તરીકે કરવામાં આવ્યો છે. ભૌગોલિક સ્થાન : 23o 50’ ઉ.…

વધુ વાંચો >

ધોલપુર

ધોલપુર : રાજસ્થાનની પૂર્વ સરહદ પર આવેલો જિલ્લો અને જિલ્લાનું મુખ્ય શહેર. શહેરનું સ્થાન : 26° 42´ ઉ. અ. અને 77° 54´ પૂ. રે. 1982 સુધી આ જિલ્લો રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો એક ભાગ હતો. 1982માં તેનો અલગ જિલ્લો બનાવવામાં આવેલો છે. ભારતીય સંઘમાં સર્વપ્રથમ જોડાવાનું માન આ પ્રદેશને ફાળે જાય…

વધુ વાંચો >

નાગૌર

નાગૌર : રાજસ્થાનની મધ્યમાં આવેલો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને જિલ્લાનું મહત્ત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 27° 12´ ઉ.અ. અને 73° 49´ પૂ.રે. જિલ્લાનો કુલ વિસ્તાર 17,718 ચોકિમી. તથા વસ્તી 33,09,234 (2011) છે. આ જિલ્લાની ઉત્તરમાં બિકાનેર અને ચુરુ જિલ્લાઓ, ઈશાનમાં સીકર જિલ્લો, પૂર્વમાં જયપુર જિલ્લો, અગ્નિમાં અજમેર જિલ્લો, દક્ષિણમાં…

વધુ વાંચો >

નાથદ્વારા

નાથદ્વારા : આ શહેર રાજસ્થાનના (મેવાડ વિભાગ) રાજસમંદ જિલ્લાનું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન – વસ્તી – પરિવહન : તે 24 93´ ઉ. અ. અને 73 82´ પૂ. રે. પર આવેલું છે. અરવલ્લીની ડુંગરાળ હારમાળામાં બનાસ નદીને કિનારે વસેલું છે. સમુદ્રસપાટીથી આશરે 585 મીટર ઊંચાઈએ આવેલું છે. તે ખેતીવાડીનું બજાર છે. પ્રાથમિક…

વધુ વાંચો >

બાંસવાડા (વાંસવાડા)

બાંસવાડા (વાંસવાડા) : રાજસ્થાનના દક્ષિણ સીમાવર્તી ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 11´થી 23° 56´ ઉ. અ. અને 74° 00´થી 74° 47´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,037 ચોકિમી. જેટલો ચતુષ્કોણીય વિસ્તાર આવરી લે છે, તથા ઉત્તર-દક્ષિણ 90 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >