વિમલા રંગાસ્વામી

આબોહવા

આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…

વધુ વાંચો >

કારાગંડા (કારાગંડી – Qaraghandy)

કારાગંડા (કારાગંડી – Qaraghandy) : પહેલાંના સોવિયેટ સંઘ તથા હાલના કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના એક એકમ કઝાખસ્તાન રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું બીજા નંબરનું શહેર. કારગન નામના છોડ આ વિસ્તારમાં પુષ્કળ ઊગતા હોવાથી જિલ્લા અને શહેરને આ નામ મળ્યું છે. જિલ્લાનું ક્ષેત્રફળ 4,28,000 ચોકિમી. છે. આ…

વધુ વાંચો >

કિરૂના

કિરૂના : ઉત્તર સ્વીડનના નોરબોટન પ્રદેશનું લોખંડની સમૃદ્ધ ખાણોથી પ્રસિદ્ધ થયેલ શહેર. ઉત્તર ધ્રુવવૃત્તની ઉત્તરે 67o 51′ ઉ. અ. અને 20o 16′ પૂ. રે. ઉપર આવેલું છે. આ શહેર લુઓસ્સાવારા સરોવરના પૂર્વ કિનારે વસ્યું છે. નજીકના કિરૂનાવારા અને લુઓસ્સાવારા પર્વતોમાંની ખાણ લોખંડનું અયસ્ક 60 %થી 70 % લોખંડ ધરાવે છે.…

વધુ વાંચો >

કૅલે

કૅલે : વાયવ્ય ફ્રાન્સના પાસ દ કૅલે(ભૌગોલિક વિભાગ)નું સૌથી મોટું શહેર. વસ્તી : 14,65,278 (2019). ઇંગ્લૅન્ડ અને યુરોપ ખંડને જોડતી ઇંગ્લિશ ચૅનલના પ્રવેશદ્વાર સમાન બંદર. કૅલે 50° 57′ ઉ. અ. અને 1° 56′ પૂ. રે. ઉપર ઇંગ્લૅન્ડના ડોવર શહેરથી 40 કિમી. અને પૅરિસથી ઉત્તરે 257 કિમી. દૂર છે. જૂનું શહેર…

વધુ વાંચો >

કોલીમા

કોલીમા : પૅસિફિક મહાસાગરને પૂર્વ કિનારે વાયવ્ય મેક્સિકોમાં આવેલું રાજ્ય અને તે જ નામ ધરાવતું મુખ્ય શહેર. કોલીમા શહેર 19°-10′ ઉ. અ. અને 103°-40′ પૂ.રે. ઉપર કોલીમા નદીના કાંઠે સમુદ્રકિનારાથી 56 કિમી. દૂર અને મેક્સિકો શહેરથી 920 કિમી. વાયવ્યે 502 મી.ની ઊંચાઈએ આવેલું છે. કોલીમા રાજ્યની ઉત્તર અને પૂર્વ તરફ…

વધુ વાંચો >

કોલોન

કોલોન (Cologne) : પશ્ચિમ જર્મનીના ઉત્તર રહાઇન-વેસ્ટફાલિયા રાજ્યનું પ્રમુખ શહેર અને બંદર. તે રહાઇન નદીના પશ્ચિમ કાંઠે 50°-56′ ઉ. અ. અને 6°-58′ પૂ. રે. ઉપર બૉનથી 34 કિમી. અને હેનોવરથી 240 કિમી. દૂર આવેલું છે. રોમન કાળની ‘કોલોનિયા અગ્રિયાના’ રાણીના નામ ઉપરથી તેનું કોલોન નામ પડ્યું છે. તેની આબોહવા સમધાત…

વધુ વાંચો >

ટૉનકિનનો અખાત

ટૉનકિનનો અખાત : દક્ષિણ ચીન સાગરનો વાયવ્યમાં પ્રસરેલો ભાગ, જેના તટવર્તી પ્રદેશો પશ્ચિમમાં વિયેટનામ, ઉત્તરમાં ચીન, પૂર્વમાં હૈનાન બેટ તથા દક્ષિણમાં સાગરનો મુખ્ય વિસ્તાર બની રહેલા છે. ભૌગોલિક સ્થાન : 20° ઉ. અ. અને 108° પૂ. રે.. પશ્ચિમમાં હોંગ/હા અથવા રાતી નદી અને તેની શાખાઓ તેમાં મળે છે. તાડકુળનાં વૃક્ષો…

વધુ વાંચો >

ટ્રાન્સવાલ

ટ્રાન્સવાલ : દક્ષિણ આફ્રિકા ગણતંત્રના ઈશાન ખૂણે આવેલો એક પ્રાંત. ભૌગોલિક સ્થાન : 25° 00´ દ. અ. અને 29° પૂ. રે.. વિસ્તાર 2,86,065 ચોકિમી., વસ્તી 9,60,000 (2001). દેશના કુલ  વિસ્તારના 23 % જેટલો વિસ્તાર તે રોકે છે. વસ્તીમાં તે પ્રથમ સ્થાન ધરાવે છે. તેના ઉત્તરના પ્રદેશમાંથી મકરવૃત્ત પસાર થાય છે.…

વધુ વાંચો >

ટોબેગો

ટોબેગો : 1814માં  બ્રિટિશ હકૂમત હેઠળ આવેલો આ ટાપુ ટ્રિનિડાડના નૈર્ઋત્ય ખૂણે 34 કિમી. અંતરે આવેલો છે. 300 ચોકિમી. વિસ્તાર ધરાવતા આ ટાપુનો મોટાભાગનો પ્રદેશ ધગધગતા જ્વાળામુખી પર્વતથી વ્યાપ્ત છે. તેના અત્યંત અલ્પ ફળદ્રૂપ વિસ્તારમાં ખેતી થાય છે. ખાંડ, તમાકુ, કપાસ, નારિયેળ, કોકો અને કૉફી તેની મુખ્ય પેદાશો છે. તેનાં…

વધુ વાંચો >

ડરબન

ડરબન : દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રાંતનું શહેર તથા દેશની પૂર્વ દિશામાં આવેલું મોટામાં મોટું બંદર. ભૌગોલિક. સ્થાન : 29o 55’ દ. અ. અને 30o 56’ પૂ. રે.. તે જોહાનિસબર્ગના અગ્નિકોણમાં 560 કિમી. અંતરે આવેલું છે. તેનો કુલ વિસ્તાર 226 ચોકિમી. તથા વસ્તી 5,36,644 (2010) છે. શહેરની પશ્ચિમે 120થી 150 મીટર…

વધુ વાંચો >