વિનોદ મહેતા

જગન્નાથ પંડિતરાજ

જગન્નાથ પંડિતરાજ (જ. 1590; અ. 1665) : સંસ્કૃત સાહિત્યના ઉત્તરમધ્ય કાલના પ્રતિભાવાન કવિ, કાવ્યશાસ્ત્રકાર અને બહુશ્રુત વિદ્વાન. આંધ્રના વેંગી નાડી કુલના તૈલંગ બ્રાહ્મણ. ગોદાવરી જિલ્લાનું મુંગુડુ કે મુંગુજ ગામ તેમનું વતન. પિતા પેરમ કે પેરુભટ્ટ અને માતા લક્ષ્મી. જગન્નાથના પિતા કાશીમાં નિવાસ કરતા હતા તેથી તેમનું બાલ્ય કાશીમાં વીત્યું. પિતાને…

વધુ વાંચો >

જગન્નાથપુરી

જગન્નાથપુરી : ભારતના પૂર્વભાગમાં ઓડિસા રાજ્યમાં 20° ઉ. અક્ષાંશ અને 86° પૂ. રેખાંશ પર બંગાળના ઉપસાગરને કિનારે આવેલું સુપ્રસિદ્ધ નગર. કૉલકાતાથી 500 કિમી. દક્ષિણે, ચેન્નાઈથી 1000 કિમી. ઉત્તરે રેલવે માર્ગથી જોડાયેલું આ નગર કટક શહેરથી દક્ષિણ-પશ્ચિમે 40 કિમી.ના અંતરે છે. ભારતના પૂર્વ-પશ્ચિમ છેડાઓને જોડતો ઓખાપુરી રેલમાર્ગ શરૂ થયો છે. ઈ.…

વધુ વાંચો >

પણિ

પણિ : ઋગ્વેદકાલીન એક જાતિ. આ પ્રજા વેપાર-ધંધાઓ સાથે જોડાયેલી હતી. તેમના માટે આર્યોને આદર ન હતો, કારણ કે પણિઓને વૈદિક કર્મકાંડ, યજ્ઞ વગેરે અનુષ્ઠાન અને વૈદિક દેવતાઓમાં શ્રદ્ધા ન હતી. પરિણામે વેદના ઋષિઓ તેમને ‘અક્રતુ’ અને ‘અયજ્ઞ:’ (યજ્ઞ નહિ કરાવનારા), ‘મૃધવાક્’ (મીઠાબોલા), ग्रथिन् (સંપત્તિ એકઠી કરનારા), ‘અશ્રદ્ધ’ (શ્રદ્ધા વિનાના)…

વધુ વાંચો >

પંચજન (पञ्चजना:)

પંચજન (पञ्चजना:) : ઋગ્વેદ-કાલીન પાંચ જાતિઓ. આ પાંચ માનવજાતિ-કુળ કયાં તે અંગે વિવાદ છે. ભારતીય અને પાશ્ચાત્ય પંડિતોના અભિપ્રાય ભિન્ન છે. ઋગ્વેદમાં તેમને पञ्चमनुष्या:, पंञ्चचरण्या: તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે દાશરાજ્ઞ યુદ્ધમાં ભાગ લીધો હતો તેવો પણ એક મત છે. ઐતરેય બ્રાહ્મણ સર્વપ્રથમ વખત પંચજનમાં દેવ, માનવ, ગાંધર્વ (અપ્સરા), પિતૃ…

વધુ વાંચો >

બલદેવ વિદ્યાભૂષણ

બલદેવ વિદ્યાભૂષણ : 18મી સદીના ઓરિસાના જાણીતા વૈષ્ણવાચાર્ય. ઓરિસાના બાલેશ્વર જિલ્લાના રેમુના ગામમાં જન્મેલા વૈષ્ણવ હતા. ત્યાં પોતાનું બાળપણ વિતાવી વેદના અધ્યયન માટે તેઓ મૈસૂર ગયેલા. તેમણે જુદા જુદા ગુરુઓ પાસે અભ્યાસ કરેલો. પંડિત રાધાદામોદરદાસ અને પંડિત પીતાંબરદાસ પાસે તેમણે વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. વિશ્વનાથ ચક્રવર્તી પાસે બંગાળના ચૈતન્ય સંપ્રદાયનું…

વધુ વાંચો >

બૃહત્સર્વાનુક્રમણી

બૃહત્સર્વાનુક્રમણી : વેદનાં સૂક્તોના ઋષિઓ, છંદો, દેવતા, અનુવાક્, સૂક્ત વગેરેની સૂચિઓનો ગ્રંથ. ‘સર્વાનુક્રમણી’માં વેદના ઋષિ, મંત્ર, દેવતા અને વિષયને સૂક્ત તથા અનુવાકના ક્રમ પ્રમાણે એકત્રિત કરવામાં આવ્યા છે. ‘બૃહત્સર્વાનુક્રમણી’માં આ ચારેય વિષયોને એકસાથે રાખવામાં આવ્યા છે. પ્રાચીન કાળમાં મૌખિક પઠન–પાઠન–પદ્ધતિ હતી; અભ્યાસુને તેમજ અધ્યાપકને તે તત્કાલીન સંદર્ભમાં સહાયરૂપ બનતી હતી.…

વધુ વાંચો >

મત્સ્ય (પ્રદેશ)

મત્સ્ય (પ્રદેશ) : સપ્તસિંધુ-પ્રદેશમાં આવેલો એક ભૂ-ખંડ. હાલનો પૂર્વ રાજસ્થાનનાં ભરતપુર, અલવર, ધૌલપુર અને કરૌલીનો પ્રદેશ પ્રાચીન કાળમાં મત્સ્યદેશ કહેવાતો. 1948માં તે મત્સ્ય યુનિયન કહેવાયો અને પછી સાર્વભૌમ ભારતમાં મળી ગયો. ઋગ્વેદ(VII/18/6)માં વર્ણવાયેલા દાશરાજ્ઞ યુદ્ધમાં મત્સ્ય જાતિનો ઉલ્લેખ છે. તેઓ સુદાસના પ્રતિપક્ષમાં હતા. કુરુક્ષેત્ર, પાંચાલ, શૂરસેન અને મત્સ્ય પ્રદેશોને બ્રહ્મર્ષિના…

વધુ વાંચો >

મંજુશ્રી

મંજુશ્રી : બૌદ્ધ ધર્મની મહાયાન શાખાના બોધિસત્વ તરીકે પ્રસિદ્ધ સંત. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યું છે કે મંજૂશ્રીની પૂજા માનવીમાં ડહાપણ, અપૂર્વ યાદદાસ્ત, બૌદ્ધિકક્ષમતા, વાકચાતુર્ય અને ધાર્મિક રહસ્યને સમજવાની શક્તિ આપે છે. આથી ઘણા લોકો તેમની વિવિધ સ્વરૂપે પૂજા કરે છે. બૌદ્ધ ગ્રંથો એમને શાક્યમુનિ (ગૌતમ બુદ્ધ) સાથે સાંકળે છે. નામસંગીતિ નામના…

વધુ વાંચો >

મંથરા

મંથરા : વાલ્મીકિના રામાયણનું ગૌણ પાત્ર. ભગવાન રામના પિતા દશરથની ત્રીજી પત્ની કૈકેયીની તે દાસી હતી. કૈકેયીના પિયરથી તે તેની સાથે આવેલી. કૈકયનો પ્રદેશ હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલો મનાય છે. પૂર્વજન્મમાં મંથરા દુંદુભિ નામની ગંધર્વસ્ત્રી હતી. શરીરે ત્રણ ઠેકાણેથી તે વાંકી હોવાથી તેનું બીજું નામ ‘ત્રિવક્રા’ પણ હતું. મંથરા…

વધુ વાંચો >

માદ્રી

માદ્રી : વ્યાસે રચેલા ‘મહાભારત’ મહાકાવ્યનું મહત્વનું સ્ત્રીપાત્ર. તે કુરુવંશના રાજા પાંડુની પત્ની હતી. મદ્ર પ્રદેશના રિવાજ મુજબ, ત્યાંના રાજા શલ્યને કન્યાશુલ્ક રૂપે પુષ્કળ ધનસુવર્ણ આપીને ભીષ્મે પાંડુ રાજા માટે તેની પસંદગી કરી હતી. આ અતિ સૌંદર્યવતી માદ્રી પૌરાણિક કથા અનુસાર ધૃતિદેવીનો અવતાર હતી. હસ્તિનાપુરનો નિવાસ પાંડુ રાજાના સ્વાસ્થ્યને અનુકૂળ…

વધુ વાંચો >