વિનોદ મહેતા

માધવભટ્ટ (ભાષ્યકાર)

માધવભટ્ટ (ભાષ્યકાર) (ઈ.સ. 700ની આસપાસ) : સામવેદ પરના ‘વિવરણ’ નામના ભાષ્યના લેખક. બાણભટ્ટ ‘કાદંબરી’ના મંગલશ્લોકોમાં પોતાના મિત્ર તરીકે નારાયણ ભટ્ટનો ઉલ્લેખ કરે છે. આ નારાયણ ભટ્ટ માધવભટ્ટના પિતા હતા. તેથી માધવને બાણભટ્ટના યુવાન સમકાલીન કહી શકાય. માધવભટ્ટે સામવેદના પૂર્વાર્ધ પર ‘છંદરસિકા’ નામની ટીકા લખી છે. તેમણે સામવેદના ઉત્તરાર્ચિક પર ‘ઉત્તર-વિવરણ’…

વધુ વાંચો >

મુકુલ (ભટ્ટ)

મુકુલ (ભટ્ટ) (નવમી-દસમી સદીનો સમયગાળો) : સંસ્કૃત સાહિત્યના પ્રાચીન આલંકારિક આચાર્ય. તેઓ અભિધા શબ્દશક્તિના સમર્થ પક્ષકાર તથા ઉપાસક હતા. મુકુલ ભટ્ટ અભિનવગુપ્તાચાર્યના પુરોગામી સાહિત્યશાસ્ત્રી હતા. તેમના પિતા કલ્લટ ભટ્ટ રાજા અવન્તિવર્મા (ઈ. સ. 815–882)ના સમયમાં થઈ ગયા હતા. કલ્હણ તેમને નવમી સદીના ઉત્તરાર્ધ અને દસમી સદીના પૂર્વાર્ધમાં મૂકે છે. પ્રતીહારેન્દુરાજ…

વધુ વાંચો >

યાજુષ સર્વાનુક્રમણી

યાજુષ સર્વાનુક્રમણી : યજુર્વેદની વિવિધ સૂચિઓનો ગ્રંથ. વેદના અભ્યાસ માટે વેદાંગો જેવું જ સહાયક સર્વાનુક્રમણી સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હતું. સર્વાનુક્રમણી એટલે વેદના દેવ, છંદ વિશેનો શબ્દસંગ્રહ (concordance) એમ કહી શકાય. વિશેષ સંદર્ભને માટે આ સર્વાનુક્રમણીઓ ઉપયોગી બની. પ્રત્યેક વેદ અને તેની શાખા માટે અલગ સર્વાનુક્રમણી રચવામાં આવી. વેદનાં છંદ, ઋષિ,…

વધુ વાંચો >

યુગ્મદેવતા

યુગ્મદેવતા : વૈદિક સૂક્તોમાં જેમની એક સાથે સ્તુતિ થઈ હોય એવા જોડિયા દેવો. વૈદિક સાહિત્ય સ્તુતિપ્રધાન છે. તેમાં દેવોની વિવિધ સ્તુતિઓ છે. વૈદિક દેવતાને કાર્યના સંદર્ભમાં ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) સ્વતંત્ર, (2) યુગ્મ, (3) ગણ. આ વિભાજન દેવતાના કાર્યને અનુલક્ષીને હોય છે તેવો સૂર્યકાન્ત અને મેકડૉનલનો મત…

વધુ વાંચો >