વર્ષા દાસ

અચ્યુતાનંદ દાસ

અચ્યુતાનંદ દાસ (15મી-16મી શતાબ્દી) : પંચસખામાંના સૌથી નાના, ભવિષ્યદર્શન કરાવતા પ્રસિદ્ધ પુસ્તક ‘માળિકા’ના ઊડિયા લેખક. 1955માં ઉડિસા (આજનું ‘ઓડિસા’ રાજ્ય)માં બહુ મોટાં પૂર આવ્યાં હતાં. ‘માળિકા’માં આ પૂરની આગાહી કરતી પંક્તિઓ છે. સમાજસેવક તરીકે પણ અચ્યુતાનંદ ખ્યાતિ પામ્યા હતા. કૈબર્ત અને ગોપાળ જાતિના લોકોને મંત્ર તથા શાસ્ત્ર શીખવાનો નિષેધ હતો.…

વધુ વાંચો >

અનંત દાસ

અનંત દાસ  (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા કવિ. મધ્યકાલીન ઊડિયા સાહિત્યનો ચૌદમી સદીના મધ્યથી સોળમી સદીના આરંભ સુધીનો યુગ પંચસખાયુગ કહેવાય છે, કારણ કે એ યુગમાં પાંચ મહાન ભક્ત કવિઓ થઈ ગયા. એ પાંચ કવિઓમાં અનંત દાસનું મહત્ત્વનું સ્થાન છે. ચૈતન્યની કૃષ્ણભક્તિથી પ્રભાવિત એ કૃષ્ણકીર્તનનાં પદો રચીને ભાવવિભોર બની ગાતા.…

વધુ વાંચો >

અબાન્તર

અબાન્તર (1978) : આધુનિક ઊડિયા કાવ્યસંગ્રહ. અનંત પટનાયકના આ કાવ્યસંગ્રહને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકના આ સંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. તેમાં કવિ માનવીની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે અન્તર્સૃષ્ટિમાં જ રમણ કરે છે. તે…

વધુ વાંચો >

અભ્યન્તર

અભ્યન્તર (1979) : આધુનિક ઊડિયા કવિ અનંત પટનાયકનો કાવ્યસંગ્રહ. તેને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકની આ કાવ્યસંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. એમાં કવિ માનવની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે આન્તરસૃષ્ટિમાં જ રમણ કરે છે. તે…

વધુ વાંચો >

અમૃતાર સંતાન

અમૃતાર સંતાન (1949) : ગોપીનાથ મહાંતિ(1915 –)ની આદિવાસી જીવન વર્ણવતી ઊડિયા નવલકથા. લેખકે આમાં દર્શાવ્યું છે કે આદિવાસી પૃથ્વીનાં પ્રથમ શિશુ છે, એ અમૃતનાં સંતાન છે; કારણ કે તેઓ અમૃતસમ ગુણોથી વિભૂષિત જીવન જીવે છે. પ્રગતિને નામે આજે માનવ તેનાથી અલગ પડી ગયો છે અને વધુ ને વધુ દૂર જતો…

વધુ વાંચો >

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન (1958) : પ્રસિદ્ધ ઊડિયા લેખક ગોદાવરીશ મિશ્રની આત્મકથા. તેમાં એમણે ઓરિસાના રાજકીય અને સામાજિક, સાંસ્કૃતિક પરિવેશને મધ્યમાં રાખીને પોતાના જીવનઘડતરનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘‘શું લખું ? મારા જીવનમાં રોમાંચકારી ઘટનાઓ જ નથી. મારું લખાણ વિશાળ પ્રમાણમાં ન હોવા છતાં, એ અતિઅલ્પ પણ…

વધુ વાંચો >

અવધૂતસ્વામી નારાયણાનંદ

અવધૂતસ્વામી નારાયણાનંદ (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા લેખક. એમની ‘રુદ્રસુધાનિધિ’ મધ્યકાલીન ઊડિયા સાહિત્યની એક અત્યંત પ્રસિદ્ધ રચના છે. એમને વિશે નિશ્ચિત માહિતી મળતી નથી, પણ અનેક વિદ્વાનો એટલું તારવી શક્યા છે કે એ પરિવ્રાજક યોગી હતા. એમણે એમની તપશ્ર્ચર્યાથી શિવ-પાર્વતીને રીઝવ્યાં હતાં અને વરદાન પણ મેળવ્યું હતું. એમને વેદ, શાસ્ત્ર,…

વધુ વાંચો >

આત્મજીવનચરિત

આત્મજીવનચરિત : ઓરિસાના આધુનિક સાહિત્યના પ્રણેતા ફકીરમોહન સેનાપતિ(1843-1916)ની આત્મકથા. જીવનની સંધ્યાએ લખાયેલી રોમાંચક જીવનની ઘટનાઓ એક નવલકથા જેવી આકર્ષક શૈલી ધરાવે છે. 1892માં આ આત્મકથા ‘સંબલપુર હિતૈષિની’ અને ‘બાલાસોર સંવાદવાહિકા’માં છપાઈ હતી. લોકભાષામાં લખાયેલી આત્મકથામાં શોષક અને શોષિત વર્ગ, જમીનદારો અને ખેડૂતોની એ સમયની દશાનું વર્ણન છે. વાર્તાના સ્વરૂપમાં લખાયેલી…

વધુ વાંચો >

ઊર્મિલા (પંદરમી સદી)

ઊર્મિલા (પંદરમી સદી) : મધ્યકાલીન ઊડિયા કાવ્ય. પંદરમી સદીના ભક્તકવિ લક્ષણ મહાંતિનું આ કાવ્ય એટલા માટે જુદું તરી આવે છે કે મધ્યકાલીન ભારતીય કવિતામાં રામાયણમાંથી કથાનક લઈને અનેક કાવ્યો રચાયાં છે, પણ એ કાવ્યોમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલાને નાયિકાપદે સ્થાપીને એને જ કેન્દ્રમાં રાખી રચેલું કાવ્ય અન્ય કોઈ ભારતીય ભાષાના મધ્યકાલીન…

વધુ વાંચો >

કવચ

કવચ : ઊડિયા કાવ્યપ્રકાર. આ ઊડિયા ભક્તિકાવ્યમાં ઇષ્ટદેવની સ્તુતિ અને ઇષ્ટદેવને પોતાનું રક્ષણ કરવા વિનંતી હોય છે. જે દેવની સ્તુતિ કરતાં રક્ષણ માગ્યું હોય તે દેવના નામની જોડે ‘કવચ’ શબ્દ જોડાય છે, જેમ કે ‘હનુમાનકવચ’, ‘ચંડીકવચ’, ‘વિષ્ણુકવચ’, ‘જગન્નાથકવચ’, ‘દુર્ગાકવચ’, ‘શિવકવચ’, ‘રામકવચ’ ઇત્યાદિ. કવચ એટલે બખ્તર. એ કવિતાપાઠ ભક્ત માટે કવચની…

વધુ વાંચો >