લવકુમાર દેસાઈ
કહો, મકનજી ક્યાં ચાલ્યા ?
કહો, મકનજી ક્યાં ચાલ્યા ? : સિતાંશુ યશશ્ચન્દ્રનું ત્રિઅંકી નાટક. મકનજી જેવો સીધોસાદો સંવેદનશીલ માણસ સત્યને (અમથાલાલને) શોધવા, પામવા અને પરિતૃપ્ત થવા પરિભ્રમણયાત્રાએ નીકળી પડે છે; પરંતુ ઉર્ફેસાહેબ જેવા ભ્રષ્ટ શાસકો અને સત્તાધારીઓ અમથાલાલનું મહોરું પહેરી વિવિધ પ્રલોભનોથી કે પછી ધાકધમકીથી મકનજીને ખરીદી લઈ તેનો સાધન તરીકે ઉપયોગ કરે છે.…
વધુ વાંચો >કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ
કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ (જ. 1 નવેમ્બર 1880, વડોદરા; અ. 15 નવેમ્બર 1933) : જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર. સુપ્રસિદ્ધ સાહિત્યકાર હરગોવિંદદાસના સુપુત્ર. પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં લીધેલું. ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. થયા હતા. મિલ-એજન્ટનો વ્યવસાય હોવા છતાં સાહિત્યિક સંસ્કારવારસાને કારણે કિશોરાવસ્થાથી સાહિત્યપ્રીતિ. તેમણે ‘સાહિત્ય’ (1914) નામનું…
વધુ વાંચો >કાંટાવાળા, હરગોવિંદદાસ દ્વારકાદાસ
કાંટાવાળા, હરગોવિંદદાસ દ્વારકાદાસ (જ. 16 જુલાઈ 1844, ઉમરેઠ; અ. 31 માર્ચ 1930) : પ્રસિદ્ધ ગુજરાતી લેખક. અમદાવાદની વર્નાક્યુલર ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો તથા અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી અને ઉર્દૂ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આરંભમાં રાજકોટ ટ્રેનિંગ કૉલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાનવિલાસ’ નામનું સામયિક ચલાવ્યું. 1875-76માં વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા. શ્રીમંત સયાજીરાવની…
વધુ વાંચો >ચાવડા, કિશનસિંહ ગોવિંદસિંહ
ચાવડા, કિશનસિંહ ગોવિંદસિંહ (જ. 17 નવેમ્બર 1904, વડોદરા; અ. 1 ડિસેમ્બર 1979, વડોદરા) : ગુજરાતી સાહિત્યકાર. જ્ઞાતિએ ક્ષત્રિય રાજપૂત. મૂળ વતન સૂરત જિલ્લામાં સચિન પાસેનું ભાંજ ગામ. શાળાનું શિક્ષણ વડોદરામાં; ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક; થોડોક સમય શાંતિનિકેતનમાં શિક્ષણ. આરંભમાં મુંબઈમાં ફેલોશિપ હાઈસ્કૂલમાં શિક્ષક. 1927–28માં પોંડિચરી આશ્રમમાં નિવાસ. 1948માં અમેરિકામાં પીટર્સબર્ગ કાર્નેગી…
વધુ વાંચો >ઝેરવું
ઝેરવું : ‘અશ્વત્થામા’ એકાંકીસંગ્રહમાંનું ગુજરાતી એકાંકી. લેખક મધુ રાય (મૂળ નામ મધુસૂદન વલ્લભદાસ ઠાકર). તેમાં નાયક ‘હું’ના ત્રણ સ્ત્રીઓ સાથેના પ્રેમસંબંધની અને અંતે નિષ્ફળતાની વાતને વણી લેવામાં આવી છે. રૂપરૂપના અંબાર સમી આયેશા ‘હું’ને નહિ પણ ‘હું’માં રહેલા ચંડીદાસના વિસ્ફોટક પૌરુષને, બીજી નાયિકા કુમારી ‘હું’ને નહિ પણ પોતાના કલ્પિત રૂપને…
વધુ વાંચો >નાટ્ય ગઠરિયાં
નાટ્ય ગઠરિયાં (1970) : ગુજરાતી પ્રવાસવૃત્તાંત. ચંદ્રવદન ચી. મહેતાનો ગઠરિયાં ગ્રંથશ્રેણીમાંનો એક સુપ્રસિદ્વ પ્રવાસગ્રંથ. 1963–64થી 1968 સુધી યુરોપના જુદા જુદા દેશોમાં નાટ્યસ્પર્ધાના નિર્ણાયક તરીકે, પરિસંવાદમાં વક્તા તરીકે, અધિવેશનોમાં પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે કે પછી સરકારના નિમંત્રણથી વિશિષ્ટ મુલાકાતી તરીકે ચંદ્રવદને યુરોપના સ્પેન, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ઇટાલી, પોલૅન્ડ, જર્મની, યુગોસ્લાવિયા જેવા વિવિધ…
વધુ વાંચો >પરિત્રાણ (1967)
પરિત્રાણ (1967) : ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’. મહાભારતના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રમવાસિક પર્વમાંથી કથાવસ્તુ લઈને દર્શકે પોતાની જીવનદૃષ્ટિ પ્રમાણે તેમાં જરૂરી ફેરફારો કરી તેને નાટ્ય રૂપ આપ્યું છે. દ્યૂતમાં પરાજિત થયા બાદ પાંડવો 13 વર્ષનો આકરો વનવાસ સહન કરીને વિરાટનગરમાં પ્રગટ થાય છે અને કૌરવો પાસે પોતાના…
વધુ વાંચો >પ્રવક્તા
પ્રવક્તા : રેડિયો નાટક આદિમાં સૂત્રધારની જેમ નાટ્યસંચાલન તેમ સંકલનકાર્ય કરતું મહત્વનું પાત્ર. રંગભૂમિ પર ભજવાતાં કેટલાંક નાટકોમાં પ્રવક્તા સૂત્રધાર કે પાત્રરૂપે પ્રવેશ લેતો હોય છે અને તેનું કાર્ય બજાવતો હોય છે (જેમ કે, અર્વાચીન નાટકોમાં ‘સુમનલાલ ટી. દવે’માં સૂત્રધાર, ‘પીળું ગુલાબ અને હું’માં સ્ત્રીનિર્માતા, ‘નજીક’માં રામદયાલ); પણ રેડિયોનાટકમાં પ્રવક્તા(narrator)ની…
વધુ વાંચો >ભામિનીભૂષણ
ભામિનીભૂષણ [અલંકાર, 1, 2, 3, 4, 5 (1886, 1889, 1891, 1892, 1895)] : ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’ના આદ્યસંસ્થાપક શ્રીમન્નૃસિંહાચાર્યે રચેલા 5 અલંકારો. તેમાં તેમણે સ્ત્રીજાગૃતિ, નારી-પ્રતિષ્ઠા અને વિધવાઓના પ્રશ્નોને સ્પર્શી કુમારિકા, યુવતીઓ અને પુત્રીઓને સુબોધનો ઉપદેશ કર્યો છે. તદુપરાંત તેમાં જીવ, ઈશ્વર, મૃત્યુ, પુનર્જન્મ વગેરે ગૂઢ વિષયોને પણ સરળ અને…
વધુ વાંચો >