રૂપલ ચૌહાણ
પટવાઓની હવેલી, જેસલમેર
પટવાઓની હવેલી, જેસલમેર (ઓગણસમી સદી) : રાજસ્થાનમાં આવેલી બેનમૂન આવાસ-ઇમારત. અત્યંત ધનિક વેપારી પટવા ગુમાનચંદ શેઠના પાંચ પુત્રોની આ પાંચ હવેલી 1835થી 1860 દરમિયાન બની હતી. હવેલીઓમાં અત્યારે કોઈ રહેતું નથી. બધા ઓરડામાં લીંપણ હતું. તે પર અત્યારે ધૂળ જામતી રહે છે. રાજ્યના શ્રીમંત વેપારીઓ તથા મંત્રીઓના વિશાળ આવાસોમાં અનન્ય…
વધુ વાંચો >પર્સિપોલીસ મહેલ
પર્સિપોલીસ મહેલ : પ્રાચીન પર્શિયાના આ શહેરમાંનો અવશેષરૂપ ભવ્ય મહેલ. દૅરિયસ પહેલાએ તેના બાંધકામની શરૂઆત કરી. ઝકર્સીઝ પહેલા(ઈ. સ. પૂ. 486-465)એ એનું મોટાભાગનું બાંધકામ કરાવ્યું અને અર્તાઝકર્સીઝ પહેલાએ ઈ. સ. પૂ. 460માં તેનું બાંધકામ સંપૂર્ણ કરાવ્યું. ખડકાળ જમીન પર 15 મી.ની ઊભણી પર 460 x 270 મી.ના ઘેરાવામાં તેની રચના…
વધુ વાંચો >પંચમહેલ ફતેહપુર સિક્રી (સોળમી સદી)
પંચમહેલ, ફતેહપુર સિક્રી (સોળમી સદી) : ફતેહપુર સિક્રીના રાજવી સંકુલમાં આવેલ મહેલ. પાંચ માળને કારણે તે પંચમહેલ તરીકે ઓળખાય છે. જોધાબાઈના મહેલના પચીસી ચોકની પશ્ચિમે આવેલ પાંચ માળનો મહેલ સ્થાપત્યકલાનું નમૂનેદાર ઉદાહરણ છે. અકબર રાજાની રાણીઓને ગરમીમાં શીતળતા આપવા માટે તથા ચંદ્રદર્શન માટે ખાસ પ્રયોજવામાં આવેલ છત્રીઓ અને સ્તંભોનું રસપ્રદ…
વધુ વાંચો >પાઇલૉન
પાઇલૉન : એક પ્રકારનું ભવ્ય બાંધકામ. પ્રાચીન ગ્રીક સ્થાપત્ય મુજબ મંદિરના દરવાજાની બંને બાજુ ઊભા કરાયેલા લંબચોરસ પ્રકારના અને ઉપરથી બૂઠા જણાતા પિરામિડ પ્રકારના ટાવર જેવી રચના. બહુ પ્રચલિત અર્થમાં આ શબ્દ સુશોભન માટે કે હદ-રેખા નિશ્ર્ચિત કરવા ઊભી કરાયેલી કોઈ પણ વિશાળ અલાયદી ઇમારત માટે પણ વપરાય છે. રૂપલ…
વધુ વાંચો >પિયાત્ઝા [Piazza]
પિયાત્ઝા [Piazza] : ખાસ કરીને ઇટાલીના શહેરમાંનો જાહેર ચોક અથવા બજાર. ઇમારતોની ફરતી ગોઠવણીથી આવા સ્થળની રચના થાય છે. તેની રૂપરેખા જાહેર હેતુ પ્રમાણે વિવિધતા ધરાવતી હોય છે. રોમન શહેરોમાં આવેલા આવા ચોક તેમની ઇમારતોની ફરતી ગોઠવણીથી વિશિષ્ટ બન્યા છે. દા. ત., પિયાત્ઝા સેંટ પીટર્સ – રોમ; પિયાત્ઝા દે પયોલો…
વધુ વાંચો >પિલૅસ્ટર (pilaster)
પિલૅસ્ટર (pilaster) : ખાસ કરીને ભીંતમાં બેસાડેલો લંબચોરસ થાંભલો. સ્તંભના સ્વરૂપમાં જ લંબચોરસ અને વિશિષ્ટતા-લાક્ષણિકતા ધરાવતું દીવાલના બહારના ભાગમાં આગળ નીકળતું હોય તેવું દર્શન માટેનું એક અંગ. આ બહાર નીકળતો ભાગ (projection) તેની પહોળાઈ કરતાં છઠ્ઠા ભાગનો હોય છે. પિલૅસ્ટર બાકીના મકાન માટે વપરાયેલા સ્થાપત્યક્રમ (order architectural) અનુસાર હોય છે.…
વધુ વાંચો >પૅન્થિયન (પૅરિસ)
પૅન્થિયન (પૅરિસ) (1750-90) : ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં જિનીવેવ તરીકે ઓળખાતી ઇમારત. રોમ, ઍથેન્સ અને પૅરિસ-એમ દુનિયામાં ત્રણ પૅન્થિયન આવેલાં છે. સ્થાપત્યની નિયો-ક્લાસિસિઝમ શૈલીની ઇમારતોનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં પૅરિસના પૅન્થિયનની ગણના થાય છે. ક્લાસિકલ શૈલીના ગૉથિક સ્થાપત્યની સાથે અનોખું તાલબદ્ધ સંયોજન આ દેવળમાં જોવા મળે છે. યોજનામાં કરેલા ફેરફારો અને સુધારા-વધારા છતાં…
વધુ વાંચો >પૅન્થિયન (રોમ)
પૅન્થિયન (રોમ) (આશરે 120-123) : કીર્તિમંદિર પ્રકારનું રોમન દેવળ. રોમન પ્રજાએ પોતાનું સામર્થ્ય દાખવવા બનાવેલી ઇમારતોમાં પૂજા-અર્ચના માટે બનાવેલી આ ઇમારત વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પૅન્થિયન નામની ઇમારત પૅરિસ અને ઍથેન્સમાં પણ આવેલી છે. આ ઇમારતનાં પ્રભાવશાળી પ્રમાણમાપ, પ્રકાશબારીવાળો ગુંબજ અને અંદરની અદભુત પ્રમાણમાપવાળી વિશાળ જગ્યાને કારણે પૅન્થિયન રોમન સ્થાપત્યકલામાં…
વધુ વાંચો >પૅલેડિયો આંદ્રે
પૅલેડિયો, આંદ્રે (જ. 30 નવેમ્બર 1508, Padua, Republic of Venice; અ. 19 ઑગસ્ટ, 1580, Maserm near Treviso, Repubik of venice) : ઇટાલિયન સ્થપતિ. સોળમી સદીના ઉન્નત રેનેસાંસ તથા રીતિવાદી પરંપરાના અગ્રેસર પ્રણેતા. માઇકલ ઍન્જેલોના આ સમકાલીને રેનેસાં સ્થાપત્યકલાને ધાર્મિક સિવાયની ઇમારતોમાં લોકભોગ્ય બનાવી. તેઓ પથ્થરના કારીગર તરીકે કામ કરતા હતા.…
વધુ વાંચો >પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)
પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…
વધુ વાંચો >