રાજેન્દ્ર બાળગે

કર્ણઘંટડીનાદ

કર્ણઘંટડીનાદ (tinnitus) : અવાજ ઉત્પન્ન ન થતો હોય તોપણ કાનમાં કે માથામાં તમરાં જેવો અવાજ સંભળાતો હોય તેવી સંવેદના (sensation). દરેક વ્યક્તિ જ્યારે કાન બંધ કરે ત્યારે થોડો અવાજ તો સાંભળે છે, પરંતુ તેનાથી ટેવાઈ જવાથી તેની અવગણના કરવામાં આવે છે. તે અવાજનો મનોભ્રમ (hallucination) નથી હોતો. મોટે-ભાગે તે વ્યક્તિગત…

વધુ વાંચો >

કર્ણદર્શક

કર્ણદર્શક (otoscope) : બાહ્ય કાનના ભાગો કે કાનના પડદા(કર્ણપટલ, tympanic membrane)માં કાણું હોય ત્યારે મધ્યકર્ણના ભાગોનું નિરીક્ષણ કરવા માટેનું સાધન. તેને કર્ણાન્ત:દર્શક પણ કહે છે. તેના વડે કાનની બહારની નળી, કર્ણપટલ (કર્ણઢોલ) કે કર્ણપટલમાં કાણું હોય તો મધ્યકર્ણની શ્લેષ્મકલા (mucosa) તથા કર્ણઅસ્થિઓના ભાગ જોઈ શકાય છે. અકબંધ કર્ણપટલમાંથી પણ એરણ-પેંગડું…

વધુ વાંચો >

કર્ણપટલ

કર્ણપટલ (tympanic membrane) : બાહ્ય કાનની નળીના અંદરના છેડે આવેલો કાનનો પડદો. તેને કર્ણઢોલ પણ કહે છે. તે બાહ્યકર્ણનળી (external auditory meatus) અને મધ્યકર્ણને અલગ પાડે છે. (જુઓ કાન તથા આકૃતિ). તેમાં 3 પડ હોય છે. બહારનું પડ અધિચ્છદ(epithelium)નું બનેલું હોય છે અને તે કાનની બહારની નળીના અધિચ્છદ સાથે સળંગ…

વધુ વાંચો >

કર્ણમૂલશોથ

કર્ણમૂલશોથ (mastoiditis) : કાનની પાછળના ભાગમાં આવેલા શંખાસ્થિ(temporal bone)ના કર્ણમૂલ (mastoid process) નામના પ્રવર્ધમાં ચેપ લાગવો તે. જ્યારે ઉગ્ર મધ્યકર્ણશોથ(acute otitis media)ની સારવાર અપૂરતી થઈ હોય અને તે મટ્યો ન હોય ત્યારે લગભગ 3થી 4 અઠવાડિયાં બાદ દર્દીને કાનની અંદર અને મુખ્યત્વે પાછલા ભાગમાં ફરીથી સખત દુખાવો થાય છે અને…

વધુ વાંચો >

કર્ણમેલ

કર્ણમેલ (ear wax) : કાનની બહારની નળીમાં કર્ણતેલ (cerumen) અને પ્રસ્વેદનું જામી જવું તે. બાહ્ય કર્ણનળીમાં આવેલી કર્ણતેલ ગ્રંથિઓ (ceruminous glands) સતત કર્ણતેલ ઉત્પન્ન કરે છે. કર્ણતેલ બહારની બાજુ વહે છે. કર્ણતેલ તથા પ્રસ્વેદ કર્ણનળીના સતત બદલાતા રહેતા અધિચ્છદ(epithelium)ની સાથે આપમેળે પોપડાના રૂપમાં બહાર આવે છે. ચાવતી કે બોલતી વખતે…

વધુ વાંચો >

કર્ણશોથ

કર્ણશોથ (otitis) : કાનમાં ચેપ લાગવાથી થતો રોગ. જીવાણુ કે ફૂગના ચેપથી કાનમાં સોજો અને દુખાવો થાય છે અને તે ભાગ લાલ થાય છે. તેને કાનનો શોથ (inflammation) અથવા કર્ણશોથ કહે છે. કાનના ત્રણ ભાગ છે  બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણ. તે પ્રમાણે કર્ણશોથ પણ ત્રણ પ્રકારના છે. બાહ્યકર્ણશોથ (otitis externa)…

વધુ વાંચો >

કર્ણસ્રાવ

કર્ણસ્રાવ (otorrhoea) : કાનમાંથી નીકળતું પરુ. મધ્યકર્ણમાં ચેપ લાગે ત્યારે તે જોવા મળે છે. તેને મધ્યકર્ણશોથ (otitis media) કહે છે. ક્યારેક બહારના કાન કે બાહ્યકર્ણનળીમાં ચેપ લાગવાથી પણ તે થાય છે. કાનની બહારની નળીમાં પરુવાળી ફોલ્લી થાય ત્યારે સખત દુખાવો થાય છે અને મોં ખોલ-બંધ કરતાં તકલીફ પડે છે. બહારના…

વધુ વાંચો >

કર્ણાસ્થિકાઠિન્ય

કર્ણાસ્થિકાઠિન્ય (otosclerosis, otospongiosis) : મધ્યકર્ણના ‘પેંગડું’ નામના હાડકાની પાદપટ્ટી(foot-plate)ના ચોંટી જવાથી આવતી બહેરાશ. વાદળી (sponge) જેવું પોચું હાડકું અથવા મૃદુ અસ્થિનું બનેલું પેંગડું ચોંટી જવાથી બહારથી આવતા અવાજના તરંગો મધ્યકર્ણમાંથી અંત:કર્ણમાં જઈ શકતા નથી. અવાજના તરંગોના વહનમાં ક્ષતિ આવે ત્યારે વહન-ક્ષતિ(conduction defect)જન્ય બહેરાશ ઉદભવે છે. તે વારસાગત વિકાર હોવાને કારણે…

વધુ વાંચો >

નસકોરી ફૂટવી (epistaxis)

નસકોરી ફૂટવી (epistaxis) : નાકમાંથી લોહી પડવું તે. નાકના આગળના કે પાછળના ભાગમાંથી લોહી વહે છે. ક્યારેક નાકમાંથી લોહી આપોઆપ વહેવા માંડે છે તો ક્યારેક તે કોઈક ચોક્કસ કારણે થાય છે. નસકોરી ફૂટવાનાં અનેક કારણો છે. કારણવિદ્યા અને નિદાન : નસકોરી ફૂટવાનું કારણ સ્થાનિક એટલે કે નાકમાં જ હોય અથવા…

વધુ વાંચો >

નાસા વંકપટલ (deviated nasal septum)

નાસા વંકપટલ (deviated nasal septum) : બે નસકોરાં વચ્ચેનો પડદો વાંકો હોવાથી થતો તકલીફકારક વિકાર. બે નસકોરાંની વચ્ચે એક કાસ્થિ (cartilage) અને શ્લેષ્મકલા(mucaus membrane)નો પડદો આવેલો છે. તેને નાસાપટલ અથવા નાસિકાપટલ (nasal septum) કહે છે. તે નસકોરાની ગુહા(પોલાણ)ની મધ્યરેખા તરફની દીવાલ બનાવે છે. તેમાં વોમર અને ઇથમૉઇડ હાડકાની પટ્ટીઓ પણ…

વધુ વાંચો >