રમણિકભાઈ મ. શાહ
અણુવય-રયણ-પઇવ (1256)
અણુવય-રયણ-પઇવ (1256) (સં. અણુવ્રત–રત્ન–પ્રદીપ) : કોઈ જાયસવંશીય કવિ લક્ષ્મણકૃત અપભ્રંશ ભાષાની કાવ્યકૃતિ. કવિ યમુનાતટ પર સ્થિત કોઈ ‘રાયવડ્ડિય’ (રાયવાડી) નામક નગરીનો નિવાસી હતો. તેના પિતાનું નામ સાહુલ અને માતાનું નામ જઈતા હતું. યમુનાતટ પરની જ ચંદવાડ નામે નગરીના ચૌહાણવંશી રાજા આહવમલ્લનો મંત્રી કણ્હ (કૃષ્ણ) કવિનો આશ્રયદાતા અને પ્રેરણાદાતા હતો. પ્રસ્તુત…
વધુ વાંચો >અપભ્રંશ ભાષા અને સાહિત્ય
અપભ્રંશ ભાષા અને સાહિત્ય પ્રાકૃતો અને આધુનિક ભારતીય આર્યભાષાઓની વચ્ચેની કડીભાષા. પ્રાકૃત ભાષાઓના અંતિમ તબક્કાને અપભ્રંશ તરીકે ઓળખવામાં આવે છે. હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી આદિ આધુનિક ભારતીય આર્યભાષાઓ તેમાંથી ઊતરી આવી છે. ભાષાસંદર્ભે અપભ્રંશનો જૂનામાં જૂનો ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાં મળે છે, જેમાં તે કહે છે – ‘દરેક શુદ્ધ શબ્દનાં ઘણાં…
વધુ વાંચો >અભિધાન-રાજેન્દ્રકોશ
અભિધાન-રાજેન્દ્રકોશ : સૌધર્મતપાગચ્છીય શ્વેતામ્બર જૈન આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ પંદર વર્ષ (ઈ.સ. 1890-1904)ના પરિશ્રમથી જૈન સૈદ્ધાંતિક પ્રાકૃત શબ્દોનો આ મહાકોશ રચ્યો હતો, અને જૈન શ્વેતાંબર સંઘ, રતલામ દ્વારા ઈ.સ. 1913થી 1934 દરમિયાન તે સાત ભાગમાં પ્રકાશિત થયો હતો. આમાં અકારાદિ વર્ણાનુક્રમથી લગભગ 60,000 પ્રાકૃત શબ્દોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પ્રત્યેક શબ્દની…
વધુ વાંચો >અર્ધમાગધી કોશ
અર્ધમાગધી કોશ (1923-1938) : સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર્યાયો આપતો અર્ધમાગધી ભાષાનો કોશ. જૈન મુનિ રત્નચંદ્રજીએ રચેલો અને શ્વેતામ્બર સ્થાનકવાસી કૉન્ફરન્સ, ઇન્દોર દ્વારા પાંચ ભાગમાં પ્રકાશિત થયેલો છે. પ્રથમ ચાર ભાગમાં અર્ધમાગધી ભાષામાં રચાયેલાં 11 અંગો, 12 ઉપાંગો, 6 છેદસૂત્રો, 4 મૂળસૂત્રો અને 7 પ્રકીર્ણકો એટલા આગમગ્રંથો ઉપરાંત કર્મગ્રંથો,…
વધુ વાંચો >ઇસિભાસિયાઇં
ઇસિભાસિયાઇં (ઋષિભાષિતાનિ) : જૈન ધર્મનો એક પ્રાચીન વિશિષ્ટ આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના 45 આગમ ગ્રંથોમાં આનો સમાવેશ નથી થતો, પરંતુ જૈન ધર્મમાં દીક્ષિત ન થયા હોય અને છતાં જે કેવળજ્ઞાની ગણાતા હોય તેવા જૈનેતર ઋષિ કે મુનિને જૈન ધર્મમાં ‘પ્રત્યેકબુદ્ધ’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આવા પ્રત્યેકબુદ્ધ ઋષિ દ્વારા ભાષિત ઉપદેશ…
વધુ વાંચો >ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ)
ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ) (ચોથી-પાંચમી સદી) : ઉપદેશાત્મક પ્રાકૃત કૃતિ. આ પ્રકરણગ્રંથના કર્તા ધર્મદાસગણિ ક્ષમાશ્રમણને જૈન પરંપરા પ્રમાણે ભગવાન મહાવીરના હસ્તે દીક્ષા પામેલા તેમના અંતેવાસી માનવામાં આવે છે, પરંતુ પુરાવાને આધારે ચોથી-પાંચમી સદીમાં તેમને મૂકી શકાય. પોતાના સાંસારિક પુત્ર રણસિંહકુમારને પ્રતિબોધવા નિમિત્તે, સર્વ જીવોના કલ્યાણ અર્થે, 540 (544) ગાથાના આ પ્રકરણની…
વધુ વાંચો >ઉવએસરયણાયર (ઉપદેશરત્નાકર)
ઉવએસરયણાયર (ઉપદેશરત્નાકર) (ઈ. તેરમી સદી) : પ્રાકૃત ગ્રંથ. તેના લેખક સહસ્રાવધાની મુનિ સુન્દરસૂરિ છે. તેમને બાલસરસ્વતી કે વાદિગોકુલષણ્ડ નામથી પણ સન્માનિત કરવામાં આવતા હતા. તે વિ.સં. 1319 પૂર્વેની રચના મનાય છે. આ ગ્રંથ ચાર વિભાગમાં છે. તેમાં બાર તરંગ છે. અનેક ર્દષ્ટાંતો દ્વારા ધર્મનું સ્વરૂપ સરળતાથી સમજાવ્યું છે. આ ઉપરાંત…
વધુ વાંચો >ઋષભદેવ
ઋષભદેવ : જૈન ધર્મના વર્તમાન અવસર્પિણી કાળચક્રના ચોવીસ તીર્થંકરોમાં આદ્ય તીર્થંકર. જૈન પૌરાણિક માન્યતા અનુસાર ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા હતા. તેમણે જ સૌપ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી હતી. પ્રાચીન કુલવ્યવસ્થામાં માનવસમૂહના મુખ્ય નાયકને કુલકર કહેવામાં આવતા. આવા સાત કે ચૌદ કુલકરો થઈ ગયા. તેમાં અંતિમ કુલકર નાભિના…
વધુ વાંચો >કણ્હચરિય (કૃષ્ણચરિત્ર)
કણ્હચરિય (કૃષ્ણચરિત્ર) : પ્રાકૃત ભાષાનો ચરિત્રગ્રંથ. કર્તા દેવેન્દ્રસૂરિ. રામના ચરિત્રની જેમ શ્રીકૃષ્ણચરિત્રની અનેક રચનાઓ પ્રાકૃતમાં મળે છે. દેવેન્દ્રસૂરિ જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય હતા અને 1270માં વસ્તુપાલ મંત્રી સમક્ષ આબુ પર તેમને સૂરિપદ મળેલું. આ ચરિત્રગ્રંથમાં જૈન પુરાણકલ્પના અનુસાર વસુદેવના પૂર્વભવ, કંસનો જન્મ, વસુદેવના પ્રવાસો અને અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ, દેવકી સાથે લગ્ન,…
વધુ વાંચો >કત્તિગેયાણુવેકખા (કાર્ત્તિકેયાનુપ્રેક્ષા)
કત્તિગેયાણુવેકખા (કાર્ત્તિકેયાનુપ્રેક્ષા) (નવમી શતાબ્દી) : શૌરસેની પ્રાકૃતમાં કાર્તિકેય મુનિએ રચેલી 489 ગાથાઓની કૃતિ. એમાં અણુવેકખા (અનુપ્રેક્ષા) અર્થાત્ ભાવનાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. વૈરાગ્યને પુષ્ટ કરતી બાર પ્રકારની ભાવનાઓ જૈન ધર્મમાં પ્રસિદ્ધ છે : અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભત્વ અને ધર્મભાવના. મુખ્યત્વે બાર ભાવનાઓનું…
વધુ વાંચો >