મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

અલ્-જામિયા અલ્-સૈફિયહ

અલ્-જામિયા અલ્-સૈફિયહ : દાઉદી વહોરા કોમની, સૂરત શહેરમાં આવેલી એક ખાનગી વિદ્યાપીઠ. વિશ્વભરમાં વસતા અને વેપાર-ધંધો કરતા દાઉદી વહોરાઓની ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સૂરત શહેરમાં હતું. તેથી એ જ શહેરમાં 1799માં વડા ધર્મગુરુ અબ્દે અલીએ દર્સે સૈફી નામની શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી. આ મદરેસામાં દાઉદી વહોરા કોમની ઇસ્માઇલી માન્યતાઓ ઉપર આધારિત…

વધુ વાંચો >

અંજુમને ઇસ્લામ

અંજુમને ઇસ્લામ : અંગ્રેજો વિરુદ્ધના 1857ના વિપ્લવ પછી મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા, સામાજિક સુધારાઓ દાખલ કરવા તથા આધુનિક શિક્ષણના પ્રસારના હેતુથી સાર્વજનિક મુસ્લિમ સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી, જેમને સામાન્ય રીતે અંજુમને ઇસ્લામ અર્થાત્ મુસ્લિમ મંડળ નામ આપવામાં આવ્યું હતું. જૂના મુંબઈ રાજ્યમાં મુંબઈ શહેર તથા ગુજરાતમાં અમદાવાદ, સૂરત, વડોદરા જેવાં…

વધુ વાંચો >

આત્મા

આત્મા એક સ્વતંત્ર ચેતનતત્વ. ચાર્વાક દર્શન સ્વતંત્ર ચેતનતત્વને માનતું નથી અને જ્ઞાનને ચાર ભૂતોના સંયોજનથી ઉદભવતો ગુણ (emergent quality) ગણે છે. અર્થાત્ ચાર ભૂતોથી સ્વતંત્ર, આ ગુણના આશ્રયભૂત ચેતનદ્રવ્ય તેમણે સ્વીકાર્યું નથી. જૈન અને બૌદ્ધ દર્શન જણાવે છે કે જ્ઞાનગુણ ભૌતિક ગુણોથી એટલો વિલક્ષણ છે કે તે ચાર ભૂતોમાંથી ઉદભવી…

વધુ વાંચો >

ઇસ્લામી તત્વચિંતન

ઇસ્લામી તત્વચિંતન : ઇસ્લામી તત્વચિંતનનાં બે મુખ્ય સ્વરૂપ છે : (1) કુરાન અને હદીસ ઉપર આધારિત શુદ્ધ ઇસ્લામી તત્વચિંતન, જેમાં પાછળથી બુદ્ધિવાદી મોતઝિલા વિચારધારા અને અધ્યાત્મવાદી સૂફી વિચારધારાઓનો ઉદભવ તથા પરસ્પર સમન્વય થયો હતો. (2) ગ્રીક તત્વચિંતનથી પ્રભાવિત મુસ્લિમ તત્વજ્ઞાનીઓની વિચારધારા, જે વડે ઇસ્લામી તત્વચિંતનનું બૌદ્ધિક પૃથક્કરણ કરવાના પ્રયત્નો થયા…

વધુ વાંચો >

ઈસરદાસ (નાગર)

ઈસરદાસ (નાગર) (સત્તરમી/અઢારમી સદી) : ‘ફુતૂહાતે આલમગીરી’ નામના ફારસી ઇતિહાસના લેખક. મૂળ ઉત્તર ગુજરાતના પાટણ શહેરના વતની. પ્રથમ, ગુજરાતના મુઘલ સૈન્યના કાઝી સમીઅબ્દુલ વહ્હાબની અને પાછળથી ગુજરાતના મુઘલ સૂબા શુજાઅતખાનની સેવામાં રહ્યા હતા. ઈસરદાસ નાગરે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયની પોતે તૈયાર કરેલી નોંધોના આધારે ઉક્ત ઇતિહાસપુસ્તકની રચના કરી હતી. ડૉ.…

વધુ વાંચો >

ઉપવાસ

ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…

વધુ વાંચો >

ઉબૈદ ઝાકાની

ઉબૈદ ઝાકાની (જ. 1301 કઝવીન, ઇરાન; અ. 1371) : ઈરાનની ફારસી ભાષાના કવિ. પૂરું નામ નિઝામુદ્દીન ઉબૈદુલ્લાહ અને વતન ઈરાનના કઝવીન શહેર પાસે ઝાકાન નામનું ગામ. તેમનો ઉછેર શીરાઝમાં થયો હતો. તેમણે બાદશાહો તથા અમીર ઉમરાવોની પ્રશંસામાં ઉચ્ચ કોટિનાં ગંભીર કાવ્યો પણ લખ્યાં હતાં. ઈરાન ઉપરના મોંગોલોના હુમલા પછીની અવ્યવસ્થા…

વધુ વાંચો >

ઉર્દૂ ભાષા અને સાહિત્ય

ઉર્દૂ ભાષા અને સાહિત્ય ભારતીય ઉપખંડની એક આધુનિક ભાષા અને તેમાં ખેડાયેલું સાહિત્ય. ઉર્દૂને ભારતના સંવિધાનમાં સમાવિષ્ટ કરવામાં આવી છે; જે ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર તથા જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોમાં બીજી સરકારી ભાષાનું સ્થાન ધરાવે છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ તે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉર્દૂ એક લોકપ્રિય ભાષા છે. સરકારી આંકડાઓ…

વધુ વાંચો >

કવિ ચિંતામણી

કવિ ચિંતામણી (જ. 1600, કાડા જહાંનાબાદ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ; અ. 1680-85) : હિંદીના રસવાદી પ્રમુખ કવિ. રાજા હમ્મીરના કહેવાથી તેઓ ભૂષણ અને મતિરામ સાથે તિક્વાંપુરમાં આવીને વસ્યા હતા. તેમને શાહજી ભોંસલે, શાહજહાં અને દારાશિકોહનો રાજ્યાશ્રય મળ્યો હતો. તેમણે 9 ગ્રંથો રચ્યા હતા : ‘રસવિલાસ’, ‘છન્દવિચાર પિંગળ’, ‘શૃંગારમંજરી’, ‘કવિકુલકલ્પતરુ’, ‘કૃષ્ણચરિત’, ‘કાવ્યવિવેક’,…

વધુ વાંચો >

કસીદા

કસીદા : અરબી, ફારસી, ઉર્દૂ તથા તુર્કી ભાષાઓમાં પ્રચલિત અને લોકપ્રિય કાવ્યપ્રકાર. એમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુની પ્રશંસા કરવામાં આવે છે. આ કાવ્યપ્રકારનો ઉદભવ અરબી ભાષામાં ઘણા પ્રાચીન કાળમાં થયો હતો. ઈ.સ.ની આઠમી સદીમાં ઇસ્લામ ધર્મની સાથે સાથે અરબી ભાષાનો ફેલાવો થવાથી આ કાવ્યપ્રકાર ફારસી અને તુર્કી ભાષાઓમાં પ્રવેશ્યો હતો.…

વધુ વાંચો >