મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

કાઆની મોહમ્મદ હબીબ

કાઆની મોહમ્મદ હબીબ (જ. ઈ. સ. 1807, શીરાઝ; અ. 1855, તેહરાન) : અઢારમી સદીના ફારસીના પ્રખ્યાત કસીદા કવિ. તે ફારસી ઉપરાંત અરબી અને તુર્કી ભાષાઓ પણ જાણતા હતા. તેમને બાળપણથી કવિતા લખવાનો શોખ હતો. સૌપ્રથમ ‘હબીબ’ તખલ્લુસ સાથે ઈરાનના રાજકુંવર હસન અલી મિર્ઝાના દરબારમાં રહીને તેમણે કસીદાકાવ્યો લખવાની શરૂઆત કરી…

વધુ વાંચો >

કાઝી અબ્દુલ વહ્હાબ

કાઝી અબ્દુલ વહ્હાબ : પાટણ(ગુજરાત)ના ખ્યાતનામ મુસ્લિમ વિદ્વાન શેખ મોહમ્મદ તાહિરના પૌત્ર. મુઘલ સમ્રાટ શાહજહાનના સમયમાં પાટણના મુફતી તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. ઔરંગઝેબે તેમને પોતાના સૈન્યના કાઝી અને પાછળથી કાઝી-ઉલ-કઝાત (મુખ્ય ન્યાયાધીશ) બનાવ્યા હતા. તે મુસ્લિમ કાયદા ‘ફિક્હ’ના નિષ્ણાત હતા અને પોતાની ફરજો પ્રામાણિકતાથી બજાવતા. કાયદાપાલનની બાબતમાં તેમની સખ્તાઈને…

વધુ વાંચો >

કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી

કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી (જ. ?, ઉના; અ. 6 ઑગસ્ટ 1955) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. પિતાનું નામ કાઝી અબ્દુલ્લાહ. તેમની જમીનજાગીર જૂનાગઢના નવાબી રાજ્યમાં કણઝરી ગામમાં હતી અને તે જૂનાગઢના કાઝીવાડા મહોલ્લામાં ‘અખ્તર મંઝિલ’માં રહેતા હતા. તે 1947 પહેલાં જૂનાગઢમાં પુરાતત્વ વિભાગના નાયબ નિયામક તથા નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા…

વધુ વાંચો >

કાઝી મુહિબ્બુલ્લા બિહારી

કાઝી મુહિબ્બુલ્લા બિહારી : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં લખનૌ અને હૈદરાબાદ(દક્ષિણ)ના કાઝી. તે પટના(બિહાર)ના વતની હતા. તેમણે પોતાના સમયના પંડિતો પાસેથી ઇસ્લામી કાયદાશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. ઔરંગઝેબે તેમને પોતાના પૌત્ર રફીઉલકદર બિન શાહઆલમના શિક્ષક બનાવ્યા હતા. શાહઆલમના કાળમાં તેમને મુખ્ય ન્યાયાધીશના પદે નિયુક્ત કરાયા હતા અને ‘ફાઝિલખાન’ ખિતાબથી નવાજવામાં આવ્યા…

વધુ વાંચો >

કાયસ્થ, ભીમસેન રઘુનંદનદાસ

કાયસ્થ, ભીમસેન રઘુનંદનદાસ (જ. 1649, બુરહાનપુર) : ફારસી ભાષાના નોંધલેખક અને ઔરંગઝેબના સેનાની. તેમના કાકા ભગવાનદાસને ઔરંગઝેબ તરફથી દિયાનતરાયનો ખિતાબ અને દીવાનનું પદ મળ્યું હતું. બુંદેલા સરદાર રાવ દલપતની સરદારી હેઠળ ભીમસેને દખ્ખણમાં ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો. તે નલદુર્ગ નામના ગઢના સેનાધ્યક્ષ પણ નિમાયા હતા. ભીમસેને ઔરંગઝેબની દખ્ખણની લડાઈઓની…

વધુ વાંચો >

કાહી, સૈયદ નજમુદ્દીન મુહમ્મદ અબુલ કાસમ

કાહી, સૈયદ નજમુદ્દીન મુહમ્મદ અબુલ કાસમ (જ. 1462; અ. 1582) : કાસીદા અને મુઅમ્માના મશહૂર સર્જક. સમરકંદના વતની. આશરે 45 વર્ષ કાબુલમાં રહીને 1529માં સિંધના ભક્કર નગરમાં આવ્યા હતા. અહીંયાં તેમને શાહ જહાંગીર હાશમી નામના સૂફીનો સત્સંગ થયો હતો. 1534માં ગુજરાતમાં તેમણે સોમનાથની મુલાકાત લીધી હતી. કોઈ હિન્દુ સંત પાસેથી…

વધુ વાંચો >

કિસરવી એહમદ

કિસરવી, એહમદ (વીસમી સદીનો પૂર્વાર્ધ) : ઈરાનના મશહૂર લેખક. તેમનું મૂળ વતન તબરીઝ હતું અને તે તહેરાનમાં સ્થાયી થયા હતા. ઈરાનમાં ‘મશરૂતિય્યત’ નામે ઓળખાતી રાજકારણ તથા સાહિત્યમાં આધુનિકીકરણની ચળવળ દરમિયાનના તે આગળ પડતા કાર્યકર હતા. તે પ્રખર ભાષાશાસ્ત્રી હતા. તેમણે પહેલ્વી અને અવેસ્તા જેવી ઈરાનની પ્રાચીન ભાષાઓ તથા માઝન્દરાની દમાવન્દી…

વધુ વાંચો >

કુરૈશ

કુરૈશ : અરબસ્તાનના મક્કા શહેરના પ્રખ્યાત કબીલાનું નામ. તેમાં મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મ થયો હતો. આ કબીલાનો મુખ્ય વ્યવસાય વેપારનો હતો. તેઓ ખેતી પણ કરતા હતા અને ઇસ્લામના ઉદય પહેલાં મક્કામાં પવિત્ર કાબાનો વહીવટ કરતા હતા. કુરૈશ કબીલાના દસ જેટલા પેટાવિભાગો હતા : ઉમય્યા, નવફલ, ઝુહરા, મખ્ઝૂમ, અસદ, જુમાહ, સહમ,…

વધુ વાંચો >

કુર્તબા (શહેર)

કુર્તબા (શહેર) : આજના સ્પેન ઉપર મધ્યયુગમાં ઉમૈય્યા વંશના અરબોનું શાસન હતું ત્યારનું તેનું પાટનગર. ઉમૈય્યા વંશના ખલીફા અબ્દુર્-રહેમાન ત્રીજાએ 936માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું. આ ખલીફા અલ-નાસિરના નામે પણ ઓળખાય છે. ખલીફાએ પોતાની એક કનીઝના નામ ઉપરથી સૌપ્રથમ એક ભવ્ય મહેલ અલ-ઝહરા બંધાવ્યો હતો. આ મહેલમાં ચારસો ખંડો…

વધુ વાંચો >

કુલસુમ અમર બિન

કુલસુમ, અમર બિન (આશરે છઠ્ઠી સદી) : ઇસ્લામ પૂર્વેનો અરબી ભાષાનો પ્રથમ પંક્તિનો કવિ. તે તઘલિબ કબીલાનો અને પ્રખ્યાત કવિ મુહલહિલની પુત્રી લયલાનો દીકરો હતો. તે પોતાના સમયનો નાઇટ (knight) ખિતાબધારી હતો. અમર બિન કુલસુમને પોતાના વંશનો ઘણો ગર્વ હતો. તેણે પોતાના ‘મુઅલ્લકા’ પ્રકારના અરબી કાવ્યમાં તઘલિબ કબીલાના ગૌરવની વાત…

વધુ વાંચો >