મહેશ ચોક્સી

કુમાર શિવ કે.

કુમાર, શિવ કે. [જ. 1921, લાહોર (હાલ પાકિસ્તાનમાં)] : ભારતીય અંગ્રેજી સાહિત્યના વિદ્વાન સર્જક. તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ટ્રૅપફૉલ્સ ઇન ધ સ્કાય’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પહેલાં તેમણે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી કેમ્બ્રિજમાં અભ્યાસ કરી અંગ્રેજી સાહિત્યમાં ડૉક્ટરેટ મેળવી. ત્યારબાદ તેમણે સમગ્ર જીવન એક લબ્ધપ્રતિષ્ઠ…

વધુ વાંચો >

પોત્તેકાટ એસ. કે.

પોત્તેકાટ, એસ. કે. (જ. 14 માર્ચ 1913, કાલિકટ, કેરળ; અ. 6 ઑગસ્ટ 1982, કાલિકટ, કેરળ) : મલયાળમના અગ્રણી સર્જક. નવલકથા, ટૂંકી વાર્તા, કાવ્યો અને પ્રવાસકથા – એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે તેમનું સર્જન વિપુલ પ્રમાણમાં છે. તેમણે ઇન્ટરમિડિયેટ સુધી અભ્યાસ કર્યો અને ત્યારપછી શાળામાં શિક્ષક તરીકેની કામગીરી સ્વીકારી; પરંતુ 1939માં ત્રિપુરા…

વધુ વાંચો >

ફાયર ઑન ધ માઉન્ટન

ફાયર ઑન ધ માઉન્ટન (1977) : ભારતીય-ઇંગ્લિશ નવલકથા. લેખિકા : અનિતા દેસાઈ (જ. 1937). માનવીની એકલતા તેમનો પ્રધાન સર્જન-વિષય છે. તેમની 5 પૈકીની આ નવલકથામાં પણ નવતર માનવીય એકાંતનું નિરૂપણ છે. નંદા કૌલ પોતાના પરિવારથી ત્રસ્ત અને પરેશાન થયેલી છે; આથી જીવનથી કંટાળીને તે પર્વતોમાં આવી વસે છે. અહીં કસૌલીમાં…

વધુ વાંચો >

ફિન્સેન, નાઇલ્સ રાઇબર્ગ

ફિન્સેન, નાઇલ્સ રાઇબર્ગ (જ. 15 ડિસેમ્બર 1860, તૉસ્વન, ફેરો આઇલૅન્ડ, ડેન્માર્ક; અ. 24 સપ્ટેમ્બર 1904, કોપનહેગન) : ડેન્માર્કના નિષ્ણાત તબીબ. તેઓ આધુનિક ઢબની પ્રકાશચિકિત્સા (phototherapy) અથવા દેહધર્મી વિદ્યા (physiology) [પ્રકાશની સહાયથી રોગની સારવારની પદ્ધતિ]ના સ્થાપક લેખાયા છે. ચામડીના રોગો માટેની સારવારમાં પ્રકાશનો ઉપયોગ કરવા બદલ, તેમને 1903માં શરીરરચનાવિજ્ઞાન અથવા ઔષધવિજ્ઞાનના…

વધુ વાંચો >

ફિરકૉ, રુડૉલ્ફ

ફિરકૉ, રુડૉલ્ફ (જ. 13 ઑક્ટોબર 1821, શિવલબેન, પ્રશિયા; અ. 5 સપ્ટેમ્બર 1902, બર્લિન) : જર્મનીના અગ્રણી તબીબ, વિજ્ઞાની અને રાજકારણી. તેમણે રોગનિદાનશાસ્ત્ર અને ખાસ કરીને શરીરની રોગગ્રસ્ત પેશીજાળના અભ્યાસને વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમની એવી ર્દઢ માન્યતા હતી કે કોષ એ માનવદેહના બંધારણનો પાયારૂપ એકમ છે અને આ કોષની…

વધુ વાંચો >

ફિલિપ્સ, કૅથરિન

ફિલિપ્સ કૅથરિન (જ. 1631, લંડન; અ. 1664) : આંગ્લ કવયિત્રી. પોતાનો કાવ્યસંગ્રહ પ્રગટ કરનાર તેઓ સૌપ્રથમ આંગ્લ કવયિત્રી છે. કવિતા અને ધર્મ વગેરેની ચર્ચા માટે તેઓ નાની કાવ્યસભા પણ અવારનવાર યોજતાં. તેઓ એટલાં બધાં લોકપ્રિય બન્યાં હતાં કે પોતે ખુદ અનેક કાવ્યોનો વિષય પણ બન્યાં હતાં. તેમણે લખેલાં કાવ્યોમાં વૉનના…

વધુ વાંચો >

ફિલિપ્સ, માર્ક કૅપ્ટન

ફિલિપ્સ, માર્ક કૅપ્ટન (જ. 1948, ઇંગ્લૅન્ડ) : પ્રિન્સેસ ઍનના અગાઉના પતિ અને નામાંકિત નિષ્ણાત અશ્વચાલક. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતે તાલીમ લીધી હતી અને 1969માં ‘ક્વીન્સ ડ્રગૂન ગાર્ડ્ઝ’માં જોડાયા. 1973માં તેઓ પ્રિન્સેસ ઍન (પ્રિન્સેસ રૉયલ) સાથે લગ્નગ્રંથિથી જોડાયા; પણ 1992માં તેમનાથી છૂટાછેડા લીધા. 1970થી 1976 સુધી તેઓ બ્રિટિશ અશ્વારોહી ટુકડીના નિયમિત સભ્ય…

વધુ વાંચો >

ફુલર, રિચાર્ડ બકમિન્સ્ટર

ફુલર, રિચાર્ડ બકમિન્સ્ટર (જ. 1895, મિલ્ટન, મૅસેચૂસેટ્સ; અ. 1983) : નામી શોધક, ડિઝાઇનકાર, કવિ અને તત્વજ્ઞાની. તેમણે હાર્વર્ડમાં અભ્યાસ કર્યો. પછી 1917થી ’19 દરમિયાન અમેરિકાના નૌકાદળમાં કામ કર્યું. 1927માં ‘ડાઇમૅક્સિયન હાઉસ’ (ડાઇનૅમિક ઍન્ડ મૅક્સિમમ એફિશિયન્સી) નામનું ઉપકરણ વિકસાવ્યું. 1929માં ‘ડાઇમૅક્સિયન સ્ટ્રીમલાઇન્ડ ઑમ્નિડિરેક્શનલ’ એ નામની કાર વિશે પણ તેમણે સંશોધન કર્યું…

વધુ વાંચો >

ફૉર્સમૅન, વર્નર

ફૉર્સમૅન, વર્નર (જ. 29 ઑગસ્ટ 1904, બર્લિન; અ. 1 જૂન 1979, સ્કૉપ્ફેમ) : જર્મનીના ખ્યાતનામ સર્જ્યન. બર્લિનમાં માધ્યમિક શાળામાં તેમણે અભ્યાસ કર્યો હતો. 1922માં તેઓ બર્લિન યુનિવર્સિટીમાં ઔષધવિજ્ઞાનનો અભ્યાસ કરવા ગયા. 1929માં તેમણે ‘સ્ટેટ એક્ઝામિનેશન’ પાસ કરી. સર્જરી અંગે ક્લિનિકલ શિક્ષણ મેળવવા તેઓ 1929માં બર્લિન નજીકના ‘ઑગસ્ટ વિક્ટૉરિયા હોમ’માં ગયા.…

વધુ વાંચો >

ફ્રિશ, કાર્લ ફૉન

ફ્રિશ, કાર્લ ફૉન (જ. 20 નવેમ્બર 1886, વિયેના; અ. 12 જૂન 1982, મ્યૂનિક) : નિષ્ણાત પ્રાણીશાસ્ત્રી. તેમણે મધમાખીઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ-લે કરવા આદરેલા અભ્યાસને પરિણામે જંતુઓના રસાયનસંબંધી તેમજ ર્દષ્ટિને લગતા સંદેશગ્રાહકો – સંદેશવાહકો(sensors)ના ક્ષેત્રની જાણકારી વિશે પ્રશસ્ય યોગદાન થયું. શરીરરચનાવિજ્ઞાન કે ઔષધવિજ્ઞાનના ક્ષેત્રે તેમને (કૉનરૅડ લૉરેન્ઝ તથા નિકોલસ ટિંબરજનના…

વધુ વાંચો >