ફિલિપ્સ કૅથરિન (જ. 1631, લંડન; અ. 1664) : આંગ્લ કવયિત્રી. પોતાનો કાવ્યસંગ્રહ પ્રગટ કરનાર તેઓ સૌપ્રથમ આંગ્લ કવયિત્રી છે. કવિતા અને ધર્મ વગેરેની ચર્ચા માટે તેઓ નાની કાવ્યસભા પણ અવારનવાર યોજતાં. તેઓ એટલાં બધાં લોકપ્રિય બન્યાં હતાં કે પોતે ખુદ અનેક કાવ્યોનો વિષય પણ બન્યાં હતાં. તેમણે લખેલાં કાવ્યોમાં વૉનના ‘પોએમ્સ’ (1051) નામના કાવ્યસંગ્રહમાં પ્રાસ્તાવિક તરીકે લખાયેલ કાવ્ય તથા કૉર્નિલાના ‘પૉમ્પી’ના અનુવાદ(ભજવાયું : 1663)નો સમાવેશ થાય છે.

મહેશ ચોક્સી