ભૂપેશ યાજ્ઞિક

વિબ્રિયો

વિબ્રિયો : બૅક્ટેરિયા સમૂહના જીવાણુઓની પ્રજાતિ, જેમાં વિબ્રિયો કૉલેરી એ કૉલેરાનો રોગ પેદા કરનાર જીવાણુ છે. તેની પ્રથમ શોધ જલજ વાતાવરણમાંથી પાસીની નામના વિજ્ઞાનીએ 1854માં કરી. આ અલ્પવિરામ આકારના જીવાણુઓ કશા(flagella)ની મદદથી કંપન (vibrate) કરતા હોવાથી તેને ‘વિબ્રિયો કૉમા’ (Vibrio comma) એવું નામ આપતી વેળાએ કોઈને તેમની કોગળિયું (cholera) જેવી…

વધુ વાંચો >

વિરિયૉન

વિરિયૉન : આર.એન.એ. કે ડી.એન.એ. ધરાવતા વાયરસના અખંડિત કણ. તેમાં વાયરસના મુખ્ય ભાગને ફરતે ગ્લાયકોપ્રોટિન કે લિપિડનું આવરણ હોય છે. જીવાણુ(bacteria)થીયે નાની અતિસૂક્ષ્મ સંરચના ધરાવતા સૂક્ષ્મગાળણ(ultra filtration) માંથી પસાર થઈ શકતા કણોને પ્રથમ વાર ડિમિટ્રિ ઇવાનોવસ્કી(Dimitri Ivanovsky, 1892)એ વનસ્પતિમાં રોગના અને લોફલર અને ફ્રોશે (Loeffler and Frosch, 1898) પશુના મોંવા(foot-and-mouth…

વધુ વાંચો >

વિષમકોષકેન્દ્રીકરણ

વિષમકોષકેન્દ્રીકરણ : સજીવનો કોઈ પણ કોષ જ્યારે તેના જીવરસમાં કોઈ પણ સમયે જનીનદ્રવ્યના ગુણ કે જથ્થાના વિશે એકમેકથી ભિન્ન હોય તેવા એકથી વધુ કોષકેન્દ્રો ધારણ કરે તેવી વિષમકોષકેન્દ્રીયતા(heterokaryosis)ની સ્થિતિ સર્જતી પ્રક્રિયા. અત્રે સામેલ આકૃતિમાં બતાવેલ કોષો એક કે તેથી વધુ સંખ્યામાં એકકીય (haploid) કે દ્વિકીય (diploid) કોષકેન્દ્રો ધરાવતા (અ) સમકોષકેન્દ્રી…

વધુ વાંચો >

સાયટોક્રોમ

સાયટોક્રોમ : શ્વસન અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાઓની શૃંખલામાં ઇલેક્ટ્રૉનોની આપ-લે કરનાર લોહયુક્ત નત્રલો પૈકીનું એક કુળ. આ કુળ કે સમૂહમાં સાયટોક્રોમ a, b, c અને dની સંજ્ઞાઓથી ઓળખાય છે; જેમ કે, સાયટોક્રોમ-a, સાયટોક્રોમ-b વગેરે. સાયટોક્રોમ વિવિધ રીતે ઇલેક્ટ્રૉનનું વહન કરે છે અને જારક શ્વસન કરનારા લગભગ બધા જ જીવોમાં અપચયોપચય અભિક્રિયા…

વધુ વાંચો >

સાયનોવાઇરસ (cyanophage)

સાયનોવાઇરસ (cyanophage) : નીલહરિત લીલ(cyano-bacteria)ને ચેપ લગાડતો વાઇરસ. સાફરમેન અને મોરિસે (1963) સૌપ્રથમ વાર સાયનોબૅક્ટેરિયાને ચેપ લગાડતા વાઇરસોનો અભ્યાસ કર્યો હતો. તે પછી સાયનોબૅક્ટેરિયાનું ભક્ષણ કરતા અનેક વાkg’gઇરસ ઝડપભેર શોધાયા. દરિયાઈ એકકોષી સાયનોબૅક્ટેરિયાને થતા વાઇરસના ચેપની સૌપ્રથમ માહિતી 1990માં પ્રાપ્ત થઈ અને વિષાણુના પૃથક્કૃતો(isolates)નાં લક્ષણોનો અહેવાલ 1993માં આપવામાં આવ્યો. બાહ્યાકારવિદ્યાની…

વધુ વાંચો >

સાયેનોજીવાણુ (Cyanobacteria = નીલજીવાણુ, ગ્રીક)

સાયેનોજીવાણુ (Cyanobacteria = નીલજીવાણુ, ગ્રીક) : પ્રકાશ-સંશ્લેષણ દ્વારા શક્તિ પ્રાપ્ત કરતા પ્રોકેયૉર્ટિક, એકકોષી સજીવોનો નીલહરિત લીલ (cyanophyta) તરીકે ઓળખાતો વિશાળ સમૂહ. શરીરરચના, દેહધાર્મિક ક્રિયાઓ અને પરિસ્થિતિકીય લક્ષણોમાં સામ્યને લીધે સાયનોબૅક્ટેરિયા પૂર્વે લીલ અને વનસ્પતિનો પ્રકાર મનાતા રહ્યા; પરંતુ આધુનિક વર્ગીકરણમાં 16s r-RNAની સામ્યતા બાદ ઊપસેલ ઉત્ક્રાંતિ-સંબંધોથી તેમની ઓળખ જીવાણુ તરીકે…

વધુ વાંચો >

સાલ્મોનેલ્લા

સાલ્મોનેલ્લા : ઍન્ટેરોબૅક્ટેરિયેસી કુળનો ગ્રામ નેગેટિવ કસોટી બતાવતો દંડાણુ બૅક્ટેરિયા. લિગ્નીયર્સે (Lignieres) વર્ષ 1900માં શોધેલ આ જીવાણુને અમેરિકન જીવાણુવિદ સાલ્મન(D. E. Salmon)ની યાદમાં ‘સાલ્મોનેલ્લા’ (Salmonella) એવું જાતિનામ અપાયું છે. જીવાણુની વર્ગીકરણના પ્રચલિત ‘બર્ગી’ કોશ ખંડ એકમાં વિભાગ પાંચ ‘અનાગ્રહી અજારક ગ્રામ-ઋણ દંડાણુ’(Facultatively anaerobic Gram-negative rods)માં સાલ્મોનેલ્લાને કુળ ઍન્ટેરોબૅક્ટેરિયેસી(Enterobacteriaceae)ની અન્ય ચૌદ…

વધુ વાંચો >