ભારતી શેલત

અક્રૂરેશ્વર

અક્રૂરેશ્વર : નર્મદાની દક્ષિણે આવેલો અંતર્નર્મદાપ્રદેશ. મૈત્રકકાલનો વહીવટી વિભાગમાંનો એક વિષય (હાલના જિલ્લા જેટલો પ્રદેશ). વડું મથક અક્રૂરેશ્વર નર્મદાની દક્ષિણે સાતેક કિમી.ના અંતરે નાન્દીપુરી–ભૃગુકચ્છના ગુર્જર નૃપતિ વંશના રાજા દદ્દ બીજાનાં બે દાનશાસન અક્રૂરેશ્વર(હાલનું અંંકલેશ્વર)ને લગતાં છે. ભરૂચનો ચાહમાન રાજા ભર્તૃવડ્ઢ ત્રીજો અક્રૂરેશ્વર વિષય પર સત્તા ધરાવતો હતો. ઈ. સ. 756–57માં…

વધુ વાંચો >

અગસ્ત્ય

અગસ્ત્ય : એક પ્રસિદ્ધ ઋષિ. ઉર્વશી નામની અપ્સરાના રૂપદર્શનથી કામપીડિત બનેલ મિત્ર અને વરુણ (મિત્રાવરુણ) દેવનું શુક્ર સ્ખલિત થતાં તેમાંથી જન્મેલ અગસ્ત્ય ઋષિનું એક નામ મૈત્રાવરુણિ પણ છે. તે ઉપરાંત ઔર્વશેય, કુંભમાંથી પેદા થયેલ હોવાથી કુંભયોનિ, ઘટોદ્ભવ વગેરે નામ પણ છે. ઋગ્વેદનાં ઘણાં સૂક્તોના દ્રષ્ટા આ અગસ્ત્યનાં પત્નીનું નામ લોપામુદ્રા…

વધુ વાંચો >

અગ્નિમિત્ર

અગ્નિમિત્ર : શુંગ વંશના રાજા પુષ્યમિત્રનો પુત્ર. એનું રાજ્ય વિદિશામાં હતું. એણે યજ્ઞસેનના પિતરાઈ માધવસેનને પોતાના પક્ષમાં લઈ વિદર્ભ પર આક્રમણ કર્યું અને યજ્ઞસેનને હરાવી માધવસેનને વિદર્ભનું અર્ધું રાજ્ય અપાવ્યું. માધવસેનની બહેન માલવિકા રાજા અગ્નિમિત્રને પરણી. તેને અનુલક્ષીને કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્રમ્’ નામે નાટક લખ્યું. એમાં જણાવ્યા અનુસાર અગ્નિમિત્રનું વર્ચસ્, દક્ષિણમાં વિદર્ભ…

વધુ વાંચો >

અમિતાભ

અમિતાભ : બૌદ્ધ ધર્મના પાંચ ધ્યાની બુદ્ધોમાંના બૌદ્ધ સાધનમાલા અનુસાર ત્રીજા કે નેપાળમાંની પ્રચલિત માન્યતા પ્રમાણે ચોથા ધ્યાની બુદ્ધ. નેપાળના બૌદ્ધ સંપ્રદાયમાં તે ઘણા પ્રાચીન મનાય છે. પરંપરા અનુસાર તે સુખાવતી સ્વર્ગમાં ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે ને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા મનાય છે. વર્તમાન કલ્પને બૌદ્ધ સંપ્રદાયમાં ભદ્રકલ્પ કહે છે. સ્તૂપમાં…

વધુ વાંચો >

અર્જુનદેવ

અર્જુનદેવ (શાસનકાળ 1262–1275) : ગુજરાતનો વાઘેલા વંશનો રાજા. એના સમયના ઉપલબ્ધ લેખો પરથી એની સત્તા સૌરાષ્ટ્રમાં છેક વેરાવળ સુધી, ઉત્તર-પશ્ચિમ કચ્છ સુધી અને ઉત્તરમાં છેક ઈડર સુધી પ્રસરી હતી. એ શૈવ ધર્મ પાળતો હતો. એણે સ્થાનિક પંચકુલની સંમતિથી નૌવાહ પીરોજને સોમનાથમાં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી હતી. ‘વિચારશ્રેણી’માં એનો રાજ્યકાલ 1262-1275…

વધુ વાંચો >

અર્ણોરાજ

અર્ણોરાજ (જ. ?; અ. 1153) : શાકંભરી(સાંભર)ના ચાહમાન કે ચૌહાણ રાજા અજયરાજનો પુત્ર. એ આન્ન નામે પણ ઓળખાતો હતો. તેણે માલવરાજ નરવર્માની સત્તાનો હ્રાસ કર્યો હતો. કુમારપાળે એને હરાવ્યો હતો. સિદ્ધરાજે પુત્ર માનેલા ચાહક નામે કુમારે અર્ણોરાજને કુમારપાળ સામે ઉશ્કેર્યો હોવાનું મેરુતુંગ જણાવે છે. અર્ણોરાજે મુસ્લિમ ચડાઈને પાછી હઠાવેલી, પરંતુ…

વધુ વાંચો >

અંબિકા (જૈન)

અંબિકા (જૈન) : જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથની યક્ષિણીનું નામ અંબિકા છે. શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે તે સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહન પર બેસનારી ચતુર્ભુજ છે. તેના ચાર હાથોમાં આંબાની લૂમ, પાશ, તેડેલું બાળક અને અંકુશ હોય છે. દિગંબર સંપ્રદાય પ્રમાણે એ સિંહ પર આરૂઢ થયેલી અને તેના બે હાથમાં આંબાની…

વધુ વાંચો >

આગુપ્તાયિક

આગુપ્તાયિક (સંવત) : સાતમી સદીના મધ્યમાં ભારતના દખ્ખણ પ્રદેશમાં પ્રચલિત સંવત. રાષ્ટ્રકૂટ રાજા દેજ્જ મહારાજના ગોકાક તામ્રપત્રમાં ‘આગુપ્તાયિક રાજાઓનું વર્ષ 845’ આપવામાં આવ્યું છે. લિપિના મરોડ પરથી આ દાનશાસન સાતમી સદીના મધ્યનું લાગે છે. દેજ્જ મહારાજ પ્રાય: ચાલુક્ય રાજા પુલકેશી બીજાના મૃત્યુ (ઈ. સ. 642) અને વિક્રમાદિત્ય પહેલાના રાજ્યારોહણ (ઈ.…

વધુ વાંચો >

ઈસવી સન

ઈસવી સન : ઈસવી સન હાલ દુનિયાના લગભગ બધા જ દેશોમાં અત્યંત પ્રચલિત છે. એનો આરંભ રોમ શહેરની સ્થાપનાના 754મા વર્ષની 1લી જાન્યુઆરીથી થયેલો મનાય છે. ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષ સાથે આ સંવતને સાંકળવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ એ સમયે રોમની સ્થાપનાના 753મા વર્ષની 25મી ડિસેમ્બરે થયેલો એમ માનવામાં…

વધુ વાંચો >

કટચ્યુરિ (કલચુરિ) વંશ

કટચ્યુરિ (કલચુરિ) વંશ : દક્ષિણ ગુજરાતનો પ્રાચીન રાજવંશ. ત્રૈકૂટકોની સત્તાનો અસ્ત થતાં સૂરત જિલ્લાના દક્ષિણ ભાગ અને વલસાડ જિલ્લામાં કટચ્યુરિ વંશનું આધિપત્ય પ્રવર્ત્યું. તેમની રાજધાની પ્રાય: માહિષ્મતી હતી ને તે હૈહય જાતિના ગણાતા. દક્ષિણ ગુજરાતના આ કટચ્યુરિ રાજાઓ પરમ માહેશ્વર હતા. આ રાજાઓની વિજયછાવણી, ઉજ્જયિની, વિદિશા અને આનંદપુરમાં હતી. કવિ…

વધુ વાંચો >