પંકજ જ. સોની
ચીની ભાષા અને સાહિત્ય
ચીની ભાષા અને સાહિત્ય ચીની ભાષા આ ભાષા ચીની-તિબેટન વર્ગની ભાષા છે. યુનાઇટેડ નેશન્સની જે છ અધિકૃત ભાષાઓ છે તેમાંની એક ભાષા છે. એકલા ચીની ભાષાના ભાષકો 1200 મિલિયનથી વધુ છે. આ શાખામાં અનેક બોલાતી ભાષાઓનો સમાવેશ થાય છે. આ બધી ભાષાઓને પાંચ બોલીઓમાં વિભાજી શકાય છે. મંદારીન, વુ, મિન,…
વધુ વાંચો >જિબ્રાન, ખલિલ
જિબ્રાન, ખલિલ (જ. 6 જાન્યુઆરી 1883, બ્શેરી, લેબેનન; અ. 10 એપ્રિલ 1931, ન્યૂયૉર્ક) : લેબેનનના વિશ્વપ્રસિદ્ધ અરબી કવિ. મૂળ અરબી નામ જુબ્રાન ખલિલ જુબ્રાન. માતાનું નામ કામિલા રાહમી અને પિતાનું નામ ખલિલ જુબ્રાન. શરૂઆતનાં વર્ષોમાં પોતાના વતનમાં માતાપિતા પાસે ઘેર જ શિક્ષણ લીધું અને તે દરમિયાન અરબી, અંગ્રેજી અને ફ્રેંચ…
વધુ વાંચો >જીદ, આન્દ્રે
જીદ, આન્દ્રે (જ. 22 નવેમ્બર 1868, પૅરિસ; અ. 19 ફેબ્રુઆરી 1951 પૅરિસ) : 1947નું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ ફ્રેંચ નવલકથાકાર, નાટ્યકાર, વિવેચક અને ડાયરીલેખક. પિતા યુનિવર્સિટી પ્રોફેસર અને કાકા ચાર્લ્સ જીદ રાજકારણ અને અર્થશાસ્ત્રના અભ્યાસી. નાનપણથી જ નાજુક તબિયતના હોવાથી તેમને અભ્યાસમાં પણ ખૂબ અડચણ પડેલી. અત્યંત શ્રીમંત કુટુંબમાં…
વધુ વાંચો >ટેલ ઑવ્ જેન્જી, ધ
ટેલ ઑવ્ જેન્જી, ધ (1022) : જાપાની નવલકથા. જાપાની ભાષાનું શીર્ષક ‘જેન્જી જોનો ગાતરી’. તેનાં લેખિકા લેડી મુરાસાકી શિકાબૂ(974-1031)એ નવલકથાને પ્રાકૃતિક સૌંદર્ય અને માનવહૃદયની સંવેદનશીલતાના નિરૂપણથી અમર બનાવી દીધી છે. નવલકથાનું સર્જન અગિયારમી સદીમાં જાપાનમાં પ્રચલિત આલંકારિક શૈલીમાં થયેલું છે. આ નવલકથાને તે જમાનાના સમાજજીવનની ઝાંખી કરાવતી દસ્તાવેજી કૃતિ તરીકે…
વધુ વાંચો >તાઓ મિએન ઉર્ફે તાઓ યુઆન મિંગ
તાઓ મિએન ઉર્ફે તાઓ યુઆન મિંગ (જ. 369, નાનચેંગ; અ. 427) : ચીની કવિ અને નિબંધકાર. તેમનાં માત્ર 150 કાવ્યો અને કેટલીક ગદ્યરચનાઓ હાલ પ્રાપ્ય છે. જોકે ઘણા જાણીતા ચીની સાહિત્યકારોની બાબતમાં બન્યું છે તેમ મિએનના નામે અનેક કૃતિઓ ચડાવવામાં આવી છે. તેમની અનેક જાણીતી કૃતિઓ તેમના જીવનનાં છેલ્લાં વીસેક…
વધુ વાંચો >તાકાહામા, ક્યોશી
તાકાહામા, ક્યોશી (જ. 22 ફેબ્રુઆરી 1874, જાપાન; અ. 8 એપ્રિલ 1959, કામાકુરા, જાપાન) : જાપાની હાઇકુ કવિ અને નવલકથાકાર. માત્સુયામાં જન્મેલા આ કવિએ આ સદીના પૂર્વાર્ધમાં હાઇકુની દુનિયામાં મહત્વનો ફાળો આપ્યો છે. જાપાનના ‘હોતોતોનીશુ’ સામયિકના તંત્રી તરીકે તાકાહામા ક્યોશીએ અન્ય લેખકોની ખ્યાતનામ કૃતિઓ અને કાવ્યમય ગદ્યનો પરિચય આપીને પ્રશંસનીય કામ…
વધુ વાંચો >તાનીઝાકી, જૂનીશિરો
તાનીઝાકી, જૂનીશિરો (જ. 24 જુલાઈ 1886, ટોકિયો; અ. 30 જુલાઈ 1965, યુગાવારા, કાનાગાવા, જાપાન) : જાપાનના નવલકથાકાર. 1908માં ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો પણ થોડા વખતમાં ડિગ્રી મેળવ્યા વિના અભ્યાસ છોડીને કલમને ખોળે માથું મૂકવાનો નિર્ધાર કર્યો. પાશ્ર્ચાત્ય સાહિત્યકારો ઑસ્કાર વાઇલ્ડ, એડગર એલન પો અને બૉદલેરનો પ્રભાવ તાનીઝાકીના…
વધુ વાંચો >તાસો, તોર્કવેતો
તાસો, તોર્કવેતો (જ. 11 માર્ચ 1544, રોમ; અ. 25 એપ્રિલ 1595, સાન્ત ઓનોફિઓ, ઇટાલી) : ઇટાલિયન કવિ. નેપલ્સમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ પાદુઆમાં કાયદાનો અભ્યાસ કર્યો. પણ કાયદાને બદલે તેમણે સાહિત્યમાં વધુ રુચિ દાખવી અને 1562માં તો તેમનું પ્રથમ મહાકાવ્ય ‘રિનાલ્ડો’ પ્રસિદ્ધ થયું. તેમણે 1570માં કાર્ડિનલ લૂઈગી દ’ ઇસ્તેની નોકરી…
વધુ વાંચો >તિંગ લિંગ
તિંગ લિંગ (જ. 1907, લિન્લી કો, ચીન; અ. 1985) : ચીનનાં વાર્તા- લેખિકા. મૂળ નામ જિઆંગ બિંગઝા. બેજિંગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ 1930માં ડાબેરી લેખકોની લીગમાં જોડાયાં અને તેના મુખપત્રનાં તંત્રી બન્યાં. 1932માં તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયાં પણ પુરુષોની આંધળી દેશદાઝ તથા અન્ય ભેદભાવની ઉઘાડેછોગ ટીકા કરવા બદલ પક્ષ તરફથી…
વધુ વાંચો >દ આનુંઝીઓ, ગ્રેબિયલ
દ આનુંઝીઓ, ગ્રેબિયલ (જ. 12 માર્ચ 1863, પ્રેસકૉરા, ઇટાલી; અ. 1 માર્ચ 1938, ઇટાલી) : ઇટાલિયન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. મુસોલીનીનો સાથ હોવા છતાં બંને વચ્ચે મેળ ઓછો. બંનેની પ્રકૃતિ વિચિત્ર અને ધૂની. ઇટાલીમાં અને તે જ રીતે યુરોપમાં ફાસીવાદના તેઓ પુરસ્કર્તા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ સુધીમાં સાહિત્યપ્રવૃત્તિ અને જીવસટોસટનાં સાહસોમાં…
વધુ વાંચો >