નગીનભાઈ જીવણલાલ શાહ
અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અનુમાન (પ્રમાણ)
અનુમાન (પ્રમાણ) : કોઈ જ્ઞાત વસ્તુ ઉપરથી અજ્ઞાત વસ્તુનું જ્ઞાન જે પ્રમાણથી થાય છે તે. આપણે દૂર પર્વત ઉપર ધુમાડો દેખીએ છીએ પણ અગ્નિને દેખતા નથી. ધુમાડો પ્રત્યક્ષથી જ્ઞાત છે. અગ્નિ અજ્ઞાત છે. જ્ઞાત ધુમાડા ઉપરથી આપણને અજ્ઞાત અગ્નિનું જ્ઞાન થાય છે. આ રીતે થયેલું અગ્નિનું જ્ઞાન અનુમાન છે. અહીં…
વધુ વાંચો >અસંગ (ચોથી શતાબ્દી)
અસંગ (ચોથી શતાબ્દી) : બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદના પ્રવર્તક આચાર્ય. જન્મ પુરુષપુર(પેશાવર)માં બ્રાહ્મણકુળમાં. એમનું ગોત્ર કૌશિક. એમના નાના ભાઈ અભિધર્મકોશકાર વસુબન્ધુ હતા. પહેલાં તો સૌત્રાન્તિક વલણ ધરાવતા હતા, પણ પછી તે મહાયાની થયા હતા. એમના ગુરુ મૈત્રેયનાથ યોગાચાર-વિજ્ઞાનવાદના પ્રસ્થાપક છે. ‘મહાયાન-સૂત્રાલંકાર’ આ ગુરુ-શિષ્યની કૃતિ છે. મૂળ ભાગ મૈત્રેયનાથનો ને ટીકાભાગ આચાર્ય…
વધુ વાંચો >આજીવિક
આજીવિક : શ્રમણ પરંપરાની એક શાખા. જેમ જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાની શાખાઓ છે, તેમ આજીવિક પણ શ્રમણ પરંપરાની શાખા છે. તે પણ જૈન-બૌદ્ધ શાખાઓ જેટલી પ્રાચીન છે. બુદ્ધ-મહાવીરના સમયમાં તે બહુ જાણીતી હતી અને તેના અનુયાયીઓ પણ ઘણા હતા – ખાસ કરીને મગધ અને કોસલમાં, રાજપુરુષો સહિત સમાજના વિવિધ…
વધુ વાંચો >આત્મા
આત્મા એક સ્વતંત્ર ચેતનતત્વ. ચાર્વાક દર્શન સ્વતંત્ર ચેતનતત્વને માનતું નથી અને જ્ઞાનને ચાર ભૂતોના સંયોજનથી ઉદભવતો ગુણ (emergent quality) ગણે છે. અર્થાત્ ચાર ભૂતોથી સ્વતંત્ર, આ ગુણના આશ્રયભૂત ચેતનદ્રવ્ય તેમણે સ્વીકાર્યું નથી. જૈન અને બૌદ્ધ દર્શન જણાવે છે કે જ્ઞાનગુણ ભૌતિક ગુણોથી એટલો વિલક્ષણ છે કે તે ચાર ભૂતોમાંથી ઉદભવી…
વધુ વાંચો >આલાર કાલામ
આલાર કાલામ : બુદ્ધના પ્રથમ ગુરુ. ‘અરિયપરિવેસાનસુત્ત’માં બુદ્ધની આલાર સાથેની મુલાકાત વર્ણવી છે. આલારે બુદ્ધને આકિંચન્યાયતન સમાધિ શીખવી અને બુદ્ધે તેને સિદ્ધ કરી. પરંતુ બુદ્ધને તેટલાથી સંતોષ ન થયો અને તે આલારને છોડી ગયા. જ્યારે બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થયું ત્યારે સૌપ્રથમ આલારને પોતાનો ઉપદેશ ઝીલવા યોગ્ય ગણી તેમને ઉપદેશ આપવાનો…
વધુ વાંચો >આસ્તિક-નાસ્તિક દર્શન
આસ્તિક-નાસ્તિક દર્શન : ઈશ્વર, પરલોક અને વેદનું પ્રામાણ્ય સ્વીકારતાં અને નહિ સ્વીકારતાં ભારતીય દર્શનો. પ્રચલિત માન્યતા અને પરંપરા અનુસાર ચાર્વાક, જૈન અને બૌદ્ધ એ ત્રણ દર્શનો નાસ્તિક છે, જ્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને વેદાન્ત (ઉત્તર મીમાંસા) આ છ દર્શનો આસ્તિક છે. સામાન્ય રીતે જગત્કર્તા નિત્યમુક્ત ઈશ્વરને માનનારને આસ્તિક…
વધુ વાંચો >ઈશ્વર
ઈશ્વર ઈશ્વર (ઉપનિષદો અને દર્શનો) : સમગ્ર સૃષ્ટિનો સર્જક અને નિયંતા. સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના વિચારો ઋગ્વેદમાં છૂટાછવાયા મળે છે. પરંતુ ઈશ્વર વિશેનું અનેક ર્દષ્ટિથી થતું ચિંતન તો ઉપનિષદોમાં રજૂ થાય છે. સૃષ્ટિસર્જનનો જ્ઞાતા પરમ વ્યોમમાં રહેતો અધ્યક્ષ છે એમ કહીને પછી તે પણ કદાચ નહીં જાણતો હોય…
વધુ વાંચો >