જિગીષ દેરાસરી
ઔદ્યોગિક વિકાસ બૅંક
ઔદ્યોગિક વિકાસ બૅંક – ભારતીય (Industrial Development Bank of India – IDBI) : ભારતના ઔદ્યોગિક વિકાસને વિવિધ સેવા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડતી સરકાર પ્રેરિત નાણાં સંસ્થા. સ્થાપના : જુલાઈ 1964. ભારતીય રિઝર્વ બૅંકની અંગભૂત અને તેની માલિકી હેઠળની ઔદ્યોગિક ધિરાણ સંસ્થા તરીકે 3.200 કરોડના મૂડીરોકાણથી ઉદય થયો હતો, પરંતુ 1976માં…
વધુ વાંચો >લોહ ઉદ્યોગ
લોહ ઉદ્યોગ લોહઅયસ્કમાંથી કાચું લોહ, પોલાદ તેમજ પોલાદની વસ્તુઓનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. લોહ એક ધાત્વિક રાસાયણિક તત્વ છે. ધાતુ માટેના લૅટિન શબ્દ ફેરમ (Ferrom) પરથી તેની વ્યુત્પત્તિ થઈ હશે એમ મનાય છે. લોહ સૌથી વધુ પ્રબળતા ધરાવતો સંરચનાત્મક પદાર્થ છે. શુદ્ધ સ્વરૂપમાં તે નરમ, તન્ય, કઠોર અને ઘાટ આપી શકાય…
વધુ વાંચો >વસ્તુ-ઉત્પાદન અને વિકાસ-પ્રક્રિયા
વસ્તુ-ઉત્પાદન અને વિકાસ-પ્રક્રિયા વસ્તુની પરિકલ્પનાથી આરંભ કરી તેને ગ્રાહકોના સ્વીકાર સુધી લઈ જવાની પ્રક્રિયા. ગ્રાહકની માંગ સંતોષવા પ્રસ્તુત કરવામાં આવેલ પાર્થિવ (tangible) કે ઇન્દ્રિયાતીત (intangible) વસ્તુ, સાકાર, સેવારૂપ, સંગઠન, કલ્પના, વિચાર કે વ્યક્તિત્વ – એમાંથી કાંઈ પણ હોઈ શકે છે. તેનાં લક્ષણો, ગુણધર્મો, કામગીરી તથા કિંમત ગ્રાહકોની જરૂરિયાત અને અપેક્ષા…
વધુ વાંચો >વસ્ત્ર-ઉદ્યોગ
વસ્ત્ર-ઉદ્યોગ : દેહના રક્ષણ તેમજ સુશોભન માટેનાં આવરણરૂપ કાપડ ઉત્પાદન કરવાનો ઉદ્યોગ. પૃથ્વીની આશરે 4,217 સસ્તન પ્રાણીજાતિઓમાંથી 192 અગ્રજાતિઓમાં મનુષ્ય જ રુવાંટી વગરનું પ્રાણી ગણાય છે. તેથી તેને આવરણની આવશ્યકતા રહે છે. મનુષ્ય પર્યાવરણથી રક્ષણ મેળવવા, એબ ઢાંકવા, પોતાની અલગ પહેચાન જાળવવા, વિજાતીયને આકર્ષવા, સ્વપરિગ્રહનું પ્રદર્શન કરવા, નિષ્ઠા દર્શાવવા, વિધિઓને…
વધુ વાંચો >વહાણવટા ઉદ્યોગ
વહાણવટા ઉદ્યોગ વહાણનો ઉદભવ ક્યાંથી, ક્યારે અને કેવી રીતે થયો હશે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અનુમાન કરી શકાય કે પ્રાગ્-ઐતિહાસિક સમયમાં ઠેર ઠેર ભટકતા માનવે કુતૂહલતાને વશ થઈ ઝાડના તરતા થડ પર સવારી કરી જળસહેલગાહનો આનંદ માણ્યો હશે. ત્યારબાદ વાંસ અને વૃક્ષની ડાળીઓ કે થડ બાંધીને તરાપા બનાવ્યા હશે.…
વધુ વાંચો >વાણિજ્ય-ભૂગોળ
વાણિજ્ય-ભૂગોળ : દેશ-વિદેશની ભૌગોલિક સંપત્તિના આર્થિક તેમજ વાણિજ્ય-વ્યવહાર માટે થતા ઉપભોગનો અભ્યાસ કરતી વિશિષ્ટ વિદ્યાશાખા. મનુષ્યે પૃથ્વી પર પગલાં માંડ્યાં ત્યારથી પ્રાકૃતિક પરિબળોના વિદોહન દ્વારા તેની પાયાની જરૂરિયાતો – અન્ન, કપડાં અને મકાન – સંતોષવા માટે તે પ્રયત્નશીલ રહ્યો છે. સમયાંતરે પોતાના બુદ્ધિબળનો ઉપયોગ કરી માણસ કુદરતી પરિબળો પર અંકુશ…
વધુ વાંચો >વાસણ-ઉદ્યોગ
વાસણ-ઉદ્યોગ : વાસણ બનાવવાનો ઉદ્યોગ. માનવ-સંસ્કૃતિની પ્રગતિ સાથે મનુષ્યે ખેતી અને પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો હતો. સ્થાયી જીવન માટે આવશ્યક અન્ન, કપડાં તથા મકાનની જરૂરિયાત સ્વીકારી હતી. અનુભવે તેને શીખવ્યું હતું કે કાચા ખોરાક કરતાં પકવેલ ખોરાક પચવામાં સુગમ હોય છે અને મીઠો લાગે છે; પરંતુ અન્ન પકવવા માટેનાં વાસણો બનાવવાનો…
વધુ વાંચો >વિતરણ-માધ્યમ (distribution channels)
વિતરણ-માધ્યમ (distribution channels) : વસ્તુ તથા સેવાને ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં કાર્યશીલ સંસ્થા કે વ્યક્તિ. આ માધ્યમોમાં ઉત્પાદકના પ્રતિનિધિઓ, જથ્થાબંધ તેમજ છૂટક વ્યાપારીઓ, વિતરકો, દલાલો, આડતિયા, સનદ-ધારકો, પરવાનેદાર વગેરેનો સમાવેશ થાય છે. રૂઢિજન્ય વિતરણપદ્ધતિમાં ઉત્પાદક, જથ્થાબંધ વ્યાપારી, છૂટક વ્યાપારી અને ગ્રાહક તે ક્રમમાં વસ્તુની માલિકીનું હસ્તાંતર થાય છે. દરેક…
વધુ વાંચો >વિશિષ્ટીકરણ (specialisation)
વિશિષ્ટીકરણ (specialisation) : વિષયોનું અધિવિશેષ વિભાજન. સંસ્કૃતિના આરંભકાળથી જ મનુષ્ય પોતાની પ્રકૃતિ, ઉપલબ્ધ સાધનસામગ્રી અને કૌશલ્યનો સમન્વય કરી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહ્યો છે. મનુષ્યે પોતે સ્થાયી થયા પછી પોતાની પ્રકૃતિ અને અભિરુચિને અનુરૂપ વ્યવસાય અપનાવવાના પ્રયત્નો કર્યા છે. મનુસ્મૃતિમાં કાર્યવિભાજનના સિદ્ધાંત હેઠળ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને વિવિધ…
વધુ વાંચો >વૈજ્ઞાનિક સંચાલન
વૈજ્ઞાનિક સંચાલન : કોઈ પણ કાર્યના સમયબદ્ધ સંચાલનના અભ્યાસ અને તેને આધારે તેના સૂક્ષ્મ વિભાગીકરણ દ્વારા ન્યૂનતમ સમયમાં તેને પૂરી ક્ષમતાથી સિદ્ધ કરવાની તર્કબદ્ધ પદ્ધતિ. ઉત્પાદનક્ષમતામાં વૃદ્ધિ કરવા ફ્રેડરિક ડબ્લ્યૂ. ટેઇલરે 1893માં વૈજ્ઞાનિક સંચાલનપદ્ધતિ વિકસાવી હતી. તેમણે બૉલબેરિંગ બનાવતી સીમોન્ડ્ઝ રોલિંગ મશીન કંપનીમાં તે અમલમાં મૂકી કંપનીનાં ઉત્પાદન, ગુણવત્તા તેમજ…
વધુ વાંચો >