ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે
અપસ્માર (આયુર્વેદ)
અપસ્માર (આયુર્વેદ) : અપસ્માર એટલે વાઈ અથવા ફેફરું. આ રોગમાં દર્દી અચાનક ભાન ગુમાવી દે છે, તેની સ્મૃતિ કે યાદદાસ્ત તે સમયે ચાલી જાય છે, તેને આંખે અંધારાં આવી જાય છે, મુખાકૃતિ બિહામણી થઈ જાય છે, કોઈ વખત મુખમાંથી ફીણ પણ બહાર આવી જાય છે, બુદ્ધિ અને મનનો વિભ્રમ થાય…
વધુ વાંચો >કરણ
કરણ : આયુર્વેદ અનુસાર જે સાધનો વડે વૈદ્ય ચિકિત્સા કરે તે. વ્યાકરણની ર્દષ્ટિએ ક્રિયાવ્યાપારમાં ઉપકારક સાધન તે કરણ. ‘क्रियते अनेन इति करणम्’ એ વ્યુત્પત્તિપરક વ્યાખ્યા કરણ સામાન્યના અર્થમાં છે. વસ્તુત: ક્રિયાપ્રક્રમનું જે અસાધારણ કારણ તે ‘કરણ’ છે. ચિકિત્સાનો આરંભ કરતા પહેલાં વૈદ્યને જે જ્ઞાન હોવું જોઈએ તેમાં પ્રથમ ‘કારણ’ એટલે…
વધુ વાંચો >દ્રવ્યગુણવિજ્ઞાન
દ્રવ્યગુણવિજ્ઞાન આયુર્વેદ-અંતર્ગત ઔષધવિજ્ઞાન. આયુર્વેદનું વર્ણન ‘ત્રિસૂત્ર’ રૂપે કરવામાં આવ્યું છે. આ ત્રણ સૂત્રમાં હેતુ, લિંગ અને ભેષજ છે. તંદુરસ્ત અને રોગી બંનેના હેતુ એટલે કારણો, લિંગ એટલે લક્ષણો અને ભેષજ એટલે ઔષધ. આ ભેષજ એટલે દ્રવ્ય અથવા ઔષધદ્રવ્ય. આ દ્રવ્યના વિજ્ઞાનને ‘દ્રવ્યગુણવિજ્ઞાન’ કહે છે. આ ઔષધદ્રવ્ય વાનસ્પતિક કે ખનિજ હોય…
વધુ વાંચો >બાવચી
બાવચી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Psoralea corylifolia Linn. (સં. बाकुची, सोमराज, अवल्गुजा, चंद्रलेखा, सुगंधकंटक, હિં. बाब्ची, बावंची; બં. सोमराज, બાવચી; મ. બાબચી, બાવચ્યા; ગુ. બાવચી, માળી બાવચો; માળવી બાવચો) છે. તે ટટ્ટાર એકવર્ષાયુ અને 30 સેમી.થી 180 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ…
વધુ વાંચો >બાવળ
બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોસોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia nilotica Delite subsp. indica (Benth.) Brenan syn. A. arobica Willd. var. indica Benth. (સં. बब्बुल, आभाल, किंकिंरात, हिं. बबूल, पंकीकर; બં. બાબલા; મ. બાભૂળ; ગુ. બાવળ, કાળો બાવળ, રામબાવળ; અં. Indian Gum Arabic Tree) છે.…
વધુ વાંચો >ભાંગ
ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં…
વધુ વાંચો >ભાંગરો
ભાંગરો : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ઍસ્ટરેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echipta alba (Linn.) Hassk. (સં. भृंगराज भार्कव, केशराज; हिं, भांगरा; બં. ભીમરાજ; મ. માકા; ગુ. ભાંગરો; ક. ગરક; તે. ગુંટકલ, ગરચેટુ; મલા. કુન્ન; ફા. જમર્દર) છે. તે ટટ્ટાર અથવા ભૂપ્રસારી (prostrate), બહુશાખિત, નતરોમી (strigose) અને એકવર્ષાયુ (annual) શાકીય…
વધુ વાંચો >ભિલામો
ભિલામો : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Semecarpus anacardium Linn. f. (સં. भल्लातक; હિં. भेला, भीलावा; મ. बीबा; ગુ. ભિલામો; બં. ભેલા; અં. માર્કિંગ નટ્ટ) છે. તે 12 મી.થી 15 મી. ઊંચું, મધ્યમ કદનું, પર્ણપાતી વૃક્ષ છે. તેના થડનો ઘેરાવો લગભગ 1.25 મી. જેટલો હોય છે.…
વધુ વાંચો >