કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ
કડવાં ઔષધો
કડવાં ઔષધો : સ્વાદે કડવાં વનસ્પતિજ ઔષધદ્રવ્યો. ઘણા પ્રાચીન સમયથી વિશ્વના વિવિધ ભાગોમાં આ પ્રકારનાં ઔષધો કટુબલ્ય (bitter tonic), જ્વરહર અને જઠરના રસોને ઉત્તેજિત કરી ભૂખ વધારનાર તરીકે વપરાય છે. આમાંનાં ઘણાં જે તે દેશના ફાર્માકોપિયામાં અધિકૃત હોય છે. કડવાં ઔષધોમાં મુખ્યત્વે કડવા પદાર્થો હોય છે, જે રાસાયણિક રીતે ગ્લાયકોસાઇડ…
વધુ વાંચો >કડાછાલ (ધોવડા – કુડા – કરી)
કડાછાલ (ધોવડા, કુડા, કરી) : Apocynaceae કુળની વનસ્પતિ. (હિં. कुरची, करा, कुरा; અં. Holarrhena antidysenterica.) કુડાનાં વૃક્ષ ઉષ્ણહિમાલયમાં આશરે 1,200 મીટર ઊંચાઈએ તથા ભારતનાં વનમાં લગભગ બધે જ, ઊંચાઈ ઉપર મળે છે. થાઇલૅન્ડ, વિયેટનામ, મલેશિયા તથા પૂર્વ ઈરાનમાં પણ મળે છે. કડાછાલ જુદાં જુદાં માપ અને સ્થૂલતાવાળા નાના પ્રતિવક્ર કકડા…
વધુ વાંચો >કડુ
કડુ : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Picrorhiza kurroa Royle ex Benth. (સં. કટુક; હિં., બં. કુરુ, કુટ્કી; મ. કુટ્કી, ક. કેદાર, કુટુકી; તે., ત., મલ., કટુકરોહિણી) છે. તેના સહસભ્યોમાં ભીંતચટ્ટી, શ્વાનમુખ, જંગલી તમાકુ, તુરતી, તોરણિયા વગેરેનો સમાવેશ થાય છે. તે લગભગ 60 સેમી. ઊંચી,…
વધુ વાંચો >કરિયાતું
કરિયાતું : સં. भूनिंब; હિં. भूचिरायता; અં. Chirata; વર્ગ દ્વિદલાના કુળ Gentianaceaeનો એકવર્ષાયુ 10થી 25 સેમી. ઊંચો છોડ. તેનું લૅટિન નામ Swertia chirata છે. તેનાં સહસભ્યોમાં Nymphoides exacum – કીરા, Enicostemma કડવું કરી/કડવી નઈ Hoppea – કડવી હેલ અને Canscora – કુદળી કડવી ગુજરાતમાં ઊગે છે. ચાર ખૂણાવાળું સપક્ષ (winged)…
વધુ વાંચો >કાલમેઘ
કાલમેઘ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Andrographis paniculata (Burom f.) Wall ex Nees (સં. ભૂનિંબ, ગુ. કરિયાતું, દેશી કરિયાતું, લીલું કરિયાતું, કાલામેથી; હિં. કાલમેઘ, કિરાયત; બં. કાલમેઘ; ક. નેલાબેરુ, મલા. કિરિયાત્તુ, નેલાવેપ્પુ; ત. નીલાવેમ્બુ; તે. નીલાવીમુ; અં. ધ ક્રિએટ) છે. તેના સહસભ્યોમાં કાળી અંઘેડી,…
વધુ વાંચો >ક્રેટેગસ
ક્રેટેગસ (Crataegus) : Rosaceae-નું વાડોમાં થતું શોભન વૃક્ષ. કુળ અં. the hawthron; ગુ. કટગ. તેનાં સહસભ્યોમાં Potentilla નર્મદાના પટ અને પાવાગઢ ઉપર મળે છે, પરંતુ હિમાલયના વાયવ્ય વિસ્તાર ઉપર 2,000-3,000 મીટર ઊંચાઈએ કટગનાં વૃક્ષો વધે છે. તેની બે જાતિઓ પ્રખ્યાત છે. C. oxycantha અને C. monogyna. તે આશરે 10 મીટર…
વધુ વાંચો >ક્વેસિયા
ક્વેસિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સીમારાઉબેસી કુળની એક પ્રજાતિ. તેની એક જાતિ Quassia amara L. (ગુ. અરુન્ધતી, સુરીનામ; અં. લિગ્નમ, એશિયા). તે 15.20 મી. ઊંચું વૃક્ષ છે. ભારતમાં ક્વેસિયાની બે જાતો જોવા મળે છે : Q. amara – surinam ક્વેસિયા અને Q. indica (syn. Q. Samudera indica અને Samadera…
વધુ વાંચો >જટામાંસી (Nardus root)
જટામાંસી (Nardus root) : હિમાલયમાં કુમાઉંથી પૂર્વ સિક્કિમ સુધીના વિસ્તારમાં 3000થી 5000 મી.ની ઊંચાઈએ ઊગતા Spikenard અથવા Indian Nard(Nardostachys jatamansi, કુટુંબ Valerianaceae)ના સૂકા પ્રકંદ (rhizomes). તે વૅલેરિયનને બદલે વપરાય છે. આ પ્રકંદ 1થી 5 સેમી. લાંબા અને 0.5થી 3 સેમી. વ્યાસવાળા, નળાકાર, બદામીથી ભૂખરા રંગના હોય છે. તેના ઉપર લાલથી…
વધુ વાંચો >જિનસેંગ
જિનસેંગ : તે દ્વિબીજલાના કુળ Araliaceaeનો 50 સેમી. ઊંચો છોડ છે. તેના સહસભ્યોમાં Schefflera, Oreopanax, Polyscias, Hedera વગેરે છે. તેને ભારતમાં ઉગાડવામાં આવે છે. જિનસેંગનાં લૅટિન નામ Panax ginseng C. A. Mey અને P. quinquefolium Linn છે. હિમાલયનાં ઊંચાં શિખરો પર P. pseudoginsengL મળે છે. જિનસેંગ તે Panaxનાં મૂળ છે.…
વધુ વાંચો >જિન્કગો
જિન્કગો : અનાવૃતબીજધારી વિભાગના જિન્કગોએસી કુળની એક પ્રજાતિ. જિન્કગોનું ઝાડ 40 મી. ઊંચું હોય છે. ફૂલ નાનાં હોય છે. પાંદડાં પંખા આકારનાં, ખંડિત 7થી 7.5 સેમી. લાંબાં અને ફેલાતી હસ્તાકાર (palmate) શિરાવાળાં હોય છે. ફળ નાનાં, નારંગી-પીળા જરદાળુ જેવાં, બીજનું બહારનું સ્તર માંસલ અને મંદ-સુવાસિત હોય છે; મધ્યમાં આવેલું મીજ…
વધુ વાંચો >