કલ્પના કનુભાઈ શેઠ
તારાયણ
તારાયણ (નવમી સદી) (સં. तारागण) : જૈન આચાર્ય બપ્પભટ્ટી (800-895)નો પ્રાકૃત ભાષાનો ગાથાસંગ્રહ. તે પ્રાકૃત મુક્તક–કવિત–પરંપરાનો નમૂનારૂપ આદર્શ ગાથાસંગ્રહ છે. તેનાં સુભાષિતોમાં વ્યક્ત થતી કવિત્વની ગુણવત્તા તેમને જૈન પરંપરાના ઉત્કૃષ્ટ કોટિના પ્રાકૃત કવિ તરીકે સ્થાપે છે. મોઢગચ્છના આચાર્ય સિદ્ધસૂરિએ તેમની અસાધારણ બુદ્ધિપ્રતિભા જોઈ તેમને જૈનશાસ્ત્રો શીખવ્યાં અને તેમને સિદ્ધ સારસ્વત…
વધુ વાંચો >તિલોયપણ્ણતિ
તિલોયપણ્ણતિ (સં. त्रिलोकप्रज्ञप्ति) (ઈ. સ.ની પાંચમી સદી) : કષાયપ્રાભૃત નામે દ્વિતીય શ્રુતસ્કંધ ચૂર્ણીસૂત્રોના રચયિતા યતિવૃષભ આચાર્યે કરણાનુયોગ પર પ્રાકૃતમાં રચેલો ગ્રંથ. તે સર્વનંદીના પ્રાકૃત ‘લોક વિભાગ’ પછીનો હોઈ તે 479 આસપાસનો હશે તેમ અનુમાની શકાય. ગ્રંથકાર યતિવૃષભ તે આર્યમંક્ષુના શિષ્ય અને નાગહસ્તિના અંતેવાસી હતા. તેથી આર્યમંક્ષુ – નાગહસ્તિ–યતિ–વૃષભમાં સાક્ષાત્ ગુરુ–શિષ્ય…
વધુ વાંચો >ત્રિપિટક
ત્રિપિટક : બૌદ્ધ ધર્મના આગમ ગ્રંથો. तिपिटक (સં. त्रिपिटक)માં सुतपिटक, विनयपिटक, अभिधम्मपिटकનો સમાવેશ થાય છે. જે દિવસે ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને પરિનિર્વાણમાં પ્રવેશ કર્યો તે સમયગાળા દરમિયાન તેમણે જે કોઈને, જે કાંઈ, ઉપદેશ રૂપે કહ્યું તેનો સંગ્રહ तिपिटक(त्रिपिटक)માં કરવામાં આવ્યો છે. બુદ્ધે પોતાનો ઉપદેશ મૌખિક રીતે આપ્યો હતો.…
વધુ વાંચો >થેર-થેરી ગાથા
થેર-થેરી ગાથા : બૌદ્ધ સાધુ અને સાધ્વીના જીવનનિયમો આપતા ગ્રંથ. બૌદ્ધોના ધર્મગ્રંથ ત્રિપિટકમાંના સુત્તપિટકમાં ખુદ્ નિકાયમાં આવેલા મહત્વપૂર્ણ ગ્રંથોમાં ક્રમશ: બૌદ્ધ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓએ પોતાના જીવનના સિદ્ધાંત તથા ઉદ્દેશને ચિત્રિત કરતી જે ગાથાઓ લખી છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બૌદ્ધ શાસનનો સ્વીકાર કરી સાંસારિક જીવનની વિષમતા અને કટુતાને પી…
વધુ વાંચો >દસવેયાલિય
દસવેયાલિય (દશવૈકાલિક) : જૈનોના 45 આગમોમાંનાં ચાર મૂળ સૂત્રોમાંનું એક. તેના નિર્માતા શ્રીશય્યંભવાચાર્ય છે જેઓ બ્રાહ્મણ જાતિના પ્રખર વિદ્વાન અને પાછળથી જૈન થયેલા સાધુ હતા. પુત્ર મનક જે શિષ્ય હતો તેનું અલ્પ આયુ જાણી તેના બોધ માટે આજથી લગભગ 2400 વર્ષ પૂર્વે આની રચના કરી હતી. મહાવીરનિર્વાણ પછી 75થી 98…
વધુ વાંચો >ધવલા (816)
ધવલા (816) : દિગંબરોને માન્ય શૌરસેની આગમ સાહિત્ય (षट्खंडागम) પર લખાયેલી મહત્વપૂર્ણ ટીકા. રચયિતા આચાર્ય વીરસેન. બપ્પદેવગુરુની વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ટીકાને આધારે ચૂર્ણી શૈલીમાં પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત 72 હજાર શ્લોકપ્રમાણની ધવલા ટીકા લખેલી છે. પ્રશસ્તિ અનુસાર 816માં વટગ્રામપુરમાં આ રચના સમાપ્ત થઈ હતી. ટીકામાં તેમણે દિગંબર-શ્વેતાંબરના પંથના અનેક આચાર્યોના અનેક ગ્રંથોનો ઉલ્લેખ…
વધુ વાંચો >ધુત્તકખાણ
ધુત્તકખાણ (धूर्ताख्यान) (ઈ. સ.ની આઠમી સદી) : આચાર્ય હરિભદ્રસૂરિની પ્રાકૃત રચના. હરિભદ્રસૂરિએ મહાભારત, રામાયણ, પુરાણ જેવા ગ્રંથોની કથાઓ પર વ્યંગ્યાત્મક પ્રહાર કરી તેમની અસાર્થકતા, અસંભવિતતા અને અવિશ્વસનીયતા સિદ્ધ કરવા કટાક્ષમય શૈલીમાં પાંચ ધૂર્તોની કથા ‘ધૂર્તાખ્યાન’માં રજૂ કરી છે. આ કલ્પિત કથા પુરાણગ્રંથોની નિસ્સારતા અને અસંગતિ દર્શાવવા તાકે છે. તેની ભાષા…
વધુ વાંચો >નયનંદી (દસમી સદી)
નયનંદી (દસમી સદી) : જૈનોની દિગંબર પરંપરાના આચાર્ય. તેમનો સમય દસમી સદીનો ઉત્તરાર્ધ અને અગિયારમી સદીનો પૂર્વાર્ધ મનાય છે. તેઓ રાજા ભોજદેવના સમકાલીન હતા, એ સ્પષ્ટ ઉલ્લેખ ભોજદેવના શિલાલેખમાં મળે છે. મહાન દિગંબર આચાર્ય કુંદકુંદની શિષ્યપરંપરામાંના તેઓ એક હતા. તેમના ગુરુનું નામ માણિક્યનંદી ત્રૈવિધ હતું. નયનંદી ધર્મોપદેશક અને તપસ્વી હતા.…
વધુ વાંચો >નવતત્વગાથાપ્રકરણ
નવતત્વગાથાપ્રકરણ : જૈન દર્શનનાં નવ તત્વોની ચર્ચા ધરાવતો ગ્રંથ. જડ અને ચેતન એવાં બે તત્વોના બનેલા સંસારમાં તે બે સિવાય ત્રીજું કોઈ તત્વ નથી. અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થોનો આ બે તત્વમાં સમાવેશ થાય છે. જેનામાં લાગણી નથી તે જડ. તેથી વિપરીત તે ચૈતન્ય કે આત્મા. આત્મા એટલે જીવ. આમ જીવ…
વધુ વાંચો >નંદીસૂય (નંદીસૂત્ર)
નંદીસૂય (નંદીસૂત્ર) : જૈન આગમોમાં ‘અનુયોગદ્વાર’ નામના સૂત્રગ્રંથની સાથે ‘ચૂલિકાસૂત્ર’ તરીકે ગણના પામેલો આગમોની અપેક્ષાએ અર્વાચીન સૂત્રગ્રંથ. ‘નંદીસૂત્ર’ના લેખક દેવવાચક નામ ધરાવે છે અને તેઓ દુષ્યગણિના શિષ્ય હતા. તેમનો સમય ઈ. સ. ની પાંચમી સદીનો છે. ‘નંદીસૂત્ર’ પર જિનદાસગણિમહત્તરે ચૂર્ણિ નામની ટૂંકી સમજૂતી લખી છે, જ્યારે હરિભદ્ર તથા મલયગિરિએ ‘નંદીસૂત્ર’…
વધુ વાંચો >