૧૦.૦૩
નરપતિજયચર્યા (1097)થી નવરોતિલોવા, માર્ટિના
નરપતિજયચર્યા
નરપતિજયચર્યા (1097) : રાજાની દૈનિક વાર્ષિક ચર્યા, તેનાં કાર્યો અને યુદ્ધમાં મળનાર જય-પરાજય માટેના ભવિષ્યકથનના સિદ્ધાંતોનો ગ્રંથ. શકુનશાસ્ત્રોનો ગ્રંથ. લેખક નરપતિ. પિતા આમ્રદેવ ગુજરાતના ધારાનગરના વિદ્વાન જૈન. જૈનશાસ્ત્રમાં તેમની વિદ્વત્તા અપ્રતિમ હતી. નરપતિએ આ ગ્રંથ ગુજરાત પ્રદેશના તે વખતના પાટનગર અણહિલવાડ પાટણમાં રચ્યો છે. નરપતિ પણ પિતાની માફક જૈનશાસ્ત્ર, દર્શન…
વધુ વાંચો >નરવર્ધન
નરવર્ધન (ઈ. સ. 500 આશરે) : પુષ્યભૂતિ વંશનો થાણેશ્વરનો મહારાજા. સ્થાણ્વીશ્વર(થાણેશ્વર-થાણેસર)ના પુષ્યભૂતિ વંશમાં એકાધિક રાજાઓ થયા. મુદ્રાઓ અને તામ્રપત્રોમાંનાં લખાણો ઉપરથી આ વંશના રાજાઓની માહિતી ઉપલબ્ધ થાય છે. તે અનુસાર ઈ. સ. 500ના અરસામાં મહારાજા નરવર્ધન થઈ ગયા. સરસ્વતીના કાંઠે થાણેશ્વર હતું અને ત્યાં રાજ્ય સ્થાપનાર પુષ્યભૂતિ હતો. આ રાજાઓ…
વધુ વાંચો >નરવર્મા
નરવર્મા (ઈ. સ. 1095 આશરે) : ભારતમાં માળવાના પરમાર વંશનો રાજા. તેના મોટા ભાઈ લક્ષ્મણદેવ પછી ધારની ગાદીએ ઈ. સ. 1095માં કે તે પૂર્વે આવેલો. એના 38 વર્ષના રાજ્યકાલ દરમિયાન એ સમકાલીન ચંદેલા રાજા સલક્ષણવર્મા, ચોળ રાજા વિક્રમ અને ગુજરાતના ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે અથડામણમાં આવેલો અને સિદ્ધરાજે તેને…
વધુ વાંચો >નરસિમ્હારાવ પી. વી.
નરસિમ્હારાવ પી. વી. (જ. 28 જૂન, 1921, લાકનેપલ્લી, વારંગલ, તેલંગાણા; અ. 23 ડિસેમ્બર, 2024, નવી દિલ્હી) : દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારતરત્ન’થી સન્માનિત ભારતના નવમા પ્રધાનમંત્રી. દક્ષિણ ભારતમાંથી પ્રધાનમંત્રી બનેલા પ્રથમ અને બિનહિંદીભાષી રાજ્યોમાંથી પ્રધાનમંત્રી બનેલા બીજા પીઢ રાજકીય નેતા. વળી, નહેરુ-ગાંધી પરિવારની બહારની પ્રથમ વ્યક્તિ રાવ, જેમણે પ્રધાનમંત્રી તરીકે…
વધુ વાંચો >નરસિંહ
નરસિંહ (આશરે પંદરમી સદી) : પ્રસિદ્ધ ગુજરાતી ભક્તકવિ. નરસિંહનો જીવનકાળ નક્કી કરવા માટેનો મુખ્ય આધાર ‘હારમાળા’ની આ કડી છે : ‘‘સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિંનિ આપ્યો હાર રે.’’ એ કડીવાળું પદ જો નરસિંહનું રચેલું હોય તો માંડળિકવાળો હાર-પ્રસંગ સં. 1512(ઈ. સ. 1456)માં બન્યો એમ…
વધુ વાંચો >નરસિંહગુપ્ત બાલાદિત્ય
નરસિંહગુપ્ત બાલાદિત્ય (સને 495–510) : મગધનો અંતિમ મહાન ગુપ્ત સમ્રાટ. સ્કન્દગુપ્તના અવસાન બાદ ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન થયું અને સ્કન્દગુપ્તના વારસદારો ઉત્તર ભારતના જુદા જુદા પ્રદેશોમાં સ્વાયત્ત કે ખંડિયા રાજાઓ તરીકે શાસન કરતા હતા. નરસિંહગુપ્ત-બાલાદિત્ય પાંચમી સદીના અંતે અને છઠ્ઠી સદીના પ્રારંભે મગધમાં રાજ્ય કરતો હતો. ‘બાલાદિત્ય’ તેનો ખિતાબ હતો. માળવામાં…
વધુ વાંચો >નરસિંહપુર
નરસિંહપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે આશરે 23° 0´ ઉ. અક્ષાંશવૃત્ત અને 79° 0´ પૂ. રેખાંશવૃત્ત પર સિન્ગ્રી નદીના કિનારે આવેલું છે. આ શહેરી વસાહત એક કાળે ‘છોટા ગડરવાડા’ તરીકે ઓળખાતી હતી, પણ લગભગ ઈ. સ. 1800માં અહીં વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહનું મંદિર બાંધવામાં આવ્યા પછીથી…
વધુ વાંચો >નરસિંહ મહેતા
નરસિંહ મહેતા (ચલચિત્ર : 1932) : ગુજરાતી ભાષાનું પ્રથમ બોલતું ચલચિત્ર. નિર્માતા : સાગર મૂવીટોન, દિગ્દર્શક : નાનુભાઈ વકીલ, કથા : ચતુર્ભુજ દોશી, સંગીત : રાણે, છબીકલા : ફરેદૂન ઈરાની, મુખ્ય કલાકારો : મારુતિરાવ (નરસિંહ મહેતા), મોહન લાલા (રા’માંડલિક), ઉમાકાંત દેસાઈ, મનહર, બચુ, ત્રિકમદાસ, જમના, દેવી, મહેતાબ. 1931માં ભારતનું પ્રથમ…
વધુ વાંચો >નરસિંહ મહેતો
નરસિંહ મહેતો (નાટક : 1905) : ભક્તિરસનું ત્રિઅંકી નાટક. આ નાટકના લેખક હતા પોપટલાલ માધવજી ઠક્કર. શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપનીએ ઈ. સ. 1905માં આ નાટક ભજવ્યું હતું. આ નાટક છપાયું નથી. પ્રેમભક્તિરસના આ નાટકની ભાષા રસમય અને ભભકવાળી છે. લેખકની શૈલી નાટકી (theatrical) છે. નાટક જોઈ પ્રેક્ષકોને સદબોધ મળે…
વધુ વાંચો >નરસિંહાચાર, ડી. એલ.
નરસિંહાચાર, ડી. એલ. (જ. જૂન 1906, હુળિળુ, કર્ણાટક; અ. 1971) : કન્નડ લેખક. શરૂઆતનું શિક્ષણ ટુંકુર અને ઉચ્ચશિક્ષણ બૅંગાલુરુ અને મૈસૂરમાં. એમ.એ. અને પીએચ.ડી. ઉપાધિઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મેળવી તે જ યુનિવર્સિટીમાં કન્નડ-વિભાગમાં પંડિત તરીકે નિયુક્ત થયા. જુદા જુદા હોદ્દા પર મૈસૂર અને ઓસમાનિયા યુનિવર્સિટીઓમાં અને રાજ્યના શિક્ષણવિભાગમાં કાર્ય કર્યું. 1969માં…
વધુ વાંચો >નરપતિજયચર્યા

વધુ વાંચો >