Search Results: મોરારજી દેસાઈ
આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન
આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન ભારતનું વૈદક અંગેનું અતિપ્રાચીન શાસ્ત્ર. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને પણ દિવ્ય માનવામાં આવી છે. ચરક, સુશ્રુતાદિ આચાર્યો આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માને છે. જ્ઞાનપરંપરામાં એમ મનાય છે કે સૌપ્રથમ બ્રહ્મદેવે આયુર્વેદનું સ્મરણ કર્યું. તેમણે તે દક્ષ પ્રજાપતિને આપ્યું અને તેમની પાસેથી પ્રાપ્ત કરીને અશ્વિનીકુમારો દેવોના ચિકિત્સક તરીકે પ્રસિદ્ધ થયા. તે જ્ઞાન અશ્વિનીકુમારો…
વધુ વાંચો >લોકભારતી ગ્રામવિદ્યાપીઠ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ : ગાંધીજીના રચનાત્મક કેળવણીના ખ્યાલને લઈ ગ્રામાભિમુખ કેળવણીનું કામ કરતી ગુજરાતની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા. ગાંધીજીએ વર્ધા શિક્ષણ પરિષદમાં નઈ તાલીમનો વિચાર દેશ સમક્ષ રજૂ કર્યો. શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોળીએ 1937માં ગ્રામાભિમુખ કેળવણીનો પાયો ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં નાખ્યો. તેમાં ગ્રામસમાજ માટેની વિદ્યાની ઉપાસના કેન્દ્રમાં હતી, એટલે અભ્યાસક્રમો નવા રચાયા. સમાજસેવા અને છાત્રાલય કેન્દ્રમાં…
વધુ વાંચો >શાહ, જયાબહેન વજુભાઈ
શાહ, જયાબહેન વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1922, ભાવનગર; અ. 14 એપ્રિલ 2014, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક તથા હિન્દીપ્રચાર, ખાદીપ્રચાર, હરિજનસેવા, મહિલાવિકાસપ્રવૃત્તિ અને ગ્રામવિદ્યાપીઠમાં મહત્ત્વનું યોગદાન આપનાર ગુજરાતનાં ગાંધીવિચારનિષ્ઠ મહિલા કાર્યકર. પિતા ત્રિભુવનદાસ અને માતાનું નામ લક્ષ્મીબહેન હતું. રાજનીતિ અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના જાણીતા રાજકીય આગેવાન અને રચનાત્મક કાર્યકર શ્રી વજુભાઈ શાહ…
વધુ વાંચો >શાહ વજુભાઈ મણિલાલ
શાહ વજુભાઈ મણિલાલ (જ. 6 ફેબ્રુઆરી 1910, વાવડી, જિ. રાજકોટ; અ. 9 જાન્યુઆરી 1983, અમદાવાદ) : સ્વચ્છ રાજકીય પ્રતિભા ધરાવતા ગાંધીવાદી રચનાત્મક નેતા. પ્રથમ પંક્તિના આગેવાન, યુવાનોના પ્રેરણામૂર્તિ, રાષ્ટ્રભાષાના પ્રચારક તેમજ ભૂદાન ચળવળના વાહક. માતાનું નામ સમજુબહેન. પિતા મણિલાલ ફૂલચંદ શાહ એજન્સીની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હતા. લાઠીમાં અભ્યાસનો પ્રારંભ કર્યો. 1928માં મૅટ્રિકમાં ઉત્તીર્ણ થયા…
વધુ વાંચો >જત્તી, બસપ્પા દાનપ્પા
જત્તી, બસપ્પા દાનપ્પા (જ. 10 સપ્ટેમ્બર 1912 અ. 7/8 જૂન, 2002, સાવલગી, કર્ણાટક રાજ્ય) : 1977ના ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન, ફખરુદ્દીન અલી અહમદના નિધન અને સંજીવ રેડ્ડીની ચૂંટણીના વચગાળામાં, ઉપરાષ્ટ્રપતિને નાતે રાષ્ટ્રપતિનું પદ સંભાળનાર બી. ડી. જત્તી હાલના કર્ણાટક રાજ્યના બિજાપુર જિલ્લામાં જમખંડી તાલુકાના એમના વતનવિસ્તારમાં પંચાયત સ્તરેથી પાયાના કાર્યકર તરીકે જાહેરજીવનમાં પ્રવેશ્યા. વકીલ તરીકેની કામગીરીની…
વધુ વાંચો >કામરાજ યોજના (1963)
કામરાજ યોજના (1963) : પક્ષને સુર્દઢ કરવા કેટલાક અગ્રણી નેતાઓએ સરકારમાંનાં સત્તાસ્થાનોએથી રાજીનામું આપવાની કામરાજપ્રેરિત યોજના. કૉન્ગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે કામરાજ યોજના અમલમાં મુકાઈ હતી. અખિલ ભારતીય કૉન્ગ્રેસ સમિતિએ 10 ઑગસ્ટ 1963ના રોજ કામરાજ યોજના અંગેના ઠરાવને મંજૂરીની મહોર મારી હતી. તે અંગેનો પ્રસ્તાવ તે સમયના ચેન્નાઈ રાજ્યના મુખ્ય પ્રધાન કે. કામરાજે કૉન્ગ્રેસ…
વધુ વાંચો >શિલ્પી, જસુબહેન
શિલ્પી, જસુબહેન (જ. 10 ડિસેમ્બર 1948, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ઐતિહાસિક અને જાહેર જીવનની ખ્યાતનામ વ્યક્તિઓનાં સ્મારક-શિલ્પો ઘડવા માટે જાણીતાં આધુનિક મહિલા-શિલ્પી. મૂળ નામ જસુબહેન આશરા. મધ્યમ વર્ગના સૌરાષ્ટ્રના આશરા અટક ધરાવતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો. મૅટ્રિક પસાર કર્યા પછી તેમણે 1965માં અમદાવાદની શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પ-વિભાગમાં…
વધુ વાંચો >પટનાયક, બીજુ
પટનાયક, બીજુ (જ. 5 માર્ચ, 1916; અ. 17 એપ્રિલ, 1997) : સ્વતંત્રતાસેનાની, પાયલોટ, ઉદ્યોગપતિ, રાજકારણી. બીજુ પટનાયક રાષ્ટ્રીય એકતા, લોકશાહી, પંથનિરપેક્ષતા અને સામ્રાજ્યવાદના અંત એમ ચાર સિદ્ધાંતોના હિમાયતી હતા. 1961થી 63 અને 1990થી 95 એમ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીનારાયણ પટનાયક અને માતા આશાલતા દેવી. પાથમિક શિક્ષણ કટકમાં મિશન પ્રાઇમરી સ્કૂલ અને મિશન (ક્રાઇસ્ટ…
વધુ વાંચો >ભચેચ, શુકદેવ
ભચેચ, શુકદેવ (જ. 9 માર્ચ 1922; અ. 3 માર્ચ 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અખબારી છબીકાર. તેમણે અખબારી છબીકાર તરીકેની પોતાની 5 દાયકાની કારકિર્દી દરમિયાન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘જનસત્તા’ જેવાં ગુજરાતનાં અગ્રિમ દૈનિક અખબારો અને વિભિન્ન સામયિકો ઉપરાંત પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા જેવી સમાચાર-સંસ્થામાં અવિરત સેવા આપી હતી. પીઢ છબીકાર…
વધુ વાંચો >ઓઝા, હસમુખ પ્રાણશંકર
ઓઝા, હસમુખ પ્રાણશંકર (જ. 7 ફેબ્રુઆરી 1917, ધોળકા; અ. 4 ઑગસ્ટ 1985, અમદાવાદ) : ગુજરાતના એક ઉત્તમ કોટિના બહુવિધ ઇજનેર, તકનીકી લેખક તથા સક્ષમ વહીવટકર્તા. મધ્યમ વર્ગના શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના શિક્ષણપ્રેમી કુટુંબમાં તેમનો જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધોળકામાં લઈ, ભાવનગરથી મેટ્રિક. ગણિત પ્રત્યે ખાસ આકર્ષણ હોવાથી ભારતની પ્રતિષ્ઠિત રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ – મુંબઈમાં…
વધુ વાંચો >