Search Results: મોરારજી દેસાઈ
દેસાઈ, મોરારજી રણછોડજી
દેસાઈ, મોરારજી રણછોડજી (જ. 29 ફેબ્રુઆરી 1896, ભદેલી, જિ. વલસાડ; અ. 1૦ એપ્રિલ 1995, મુંબઈ) : જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધી પછી ભારતના ચોથા વડાપ્રધાન. તેઓ પ્રથમ બિનકૉંગ્રેસી વડાપ્રધાન હતા. માર્ચ, 1977થી જુલાઈ, 1979 દરમિયાન સવાબે વરસનો એમનો શાસનકાળ જેમ લોકશાહી રાજકારણની પુન:પ્રતિષ્ઠા માટે નોંધપાત્ર છે તેમ પ્રમાણમાં જે સોંઘવારી શક્ય બની હતી…
વધુ વાંચો >ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)
ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી તે ચીજોને ઝીલે છે, ફેંકે…
વધુ વાંચો >કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય)
કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય) ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સૌથી મોખરે રહેલો, દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો ભારતનો રાજકીય પક્ષ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશને આધુનિક ઘાટ આપવામાં આ પક્ષનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. સ્થાપના : 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્ટ્રીય મહાસભા (Indian National Congress) ઓગણીસમી…
વધુ વાંચો >પારડી સત્યાગ્રહ
પારડી સત્યાગ્રહ : દેશના સામાજિક-આર્થિક પરિવર્તનની દિશામાં જનસમુદાય દ્વારા વલસાડ જિલ્લામાં થયેલ સત્યાગ્રહનો પ્રયોગ. પારડીનો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ 1 સપ્ટેમ્બર, 1953ના દિવસે શરૂ થયો અને 5 જુલાઈ, 1967ના દિવસે પૂરો થયો. આમ, આ સત્યાગ્રહ 14 વર્ષ ચાલ્યો. પારડીનું ભૂમિઆંદોલન એ દેશના કૃષિવિયક માળખામાં અહિંસક સત્યાગ્રહનો એક પ્રયોગ હતો. ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાની દક્ષિણે પારડી તાલુકો…
વધુ વાંચો >ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ અઢીથી પાંચ લાખ વર્ષ જેટલો…
વધુ વાંચો >ગાંધી, ઇન્દિરા
ગાંધી, ઇન્દિરા (જ. 19 નવેમ્બર 1917, અલ્લાહાબાદ; અ. 31 ઑક્ટોબર 1984, નવી દિલ્હી) : ભારતનાં પહેલાં મહિલા વડા પ્રધાન. તેઓ 24 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1977 તથા 14 જાન્યુઆરી 1980થી તેમના અવસાન સુધીના બે સમયગાળા દરમિયાન ભારતના વડા પ્રધાનપદે રહ્યાં હતાં. સંમોહક વ્યક્તિત્વ સાથે પ્રતાપી અને પ્રભાવક રાજકારણ દ્વારા તેમણે દેશમાં તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ…
વધુ વાંચો >ભારત
ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ. અને 68° 07´થી 97° 25´…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે ભૂમિજન શબ્દ પ્રયોજ્યો છે, જ્યારે…
વધુ વાંચો >મહાગુજરાતનું આંદોલન
મહાગુજરાતનું આંદોલન : ગુજરાતના અલગ રાજ્યની રચના કરાવવા માટે લોકોએ કરેલું આંદોલન. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે 1920માં પ્રથમ વાર ભાષાવાર પ્રાંતરચનાનો ઠરાવ કર્યો હતો. કૉંગ્રેસે નીમેલી મોતીલાલ નહેરુ સમિતિએ 1928માં આપેલા હેવાલમાં પ્રાદેશિક પુનર્રચના કરવાની ભલામણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્રના એકમની રચના વખતે, 1948માં ગુજરાતના અલગ રાજ્યની રચના કરવાનો ઉલ્લેખ કર્યો હતો. 1953માં ફઝલઅલીના…
વધુ વાંચો >વાજપેયી, અટલબિહારી
વાજપેયી, અટલબિહારી (જ. 24 ડિસેમ્બર 1924, લશ્કર, ગ્વાલિયર) : ભારતના અગ્રણી રાજપુરુષ, વિચક્ષણ સાંસદ, સાહિત્યપ્રેમી કવિ તથા દેશના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા કૃષ્ણવિહારી ગ્વાલિયરમાં શિક્ષક હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગ્વાલિયરમાં લીધા બાદ વિનયન વિદ્યાશાખાની સ્નાતક પદવી ગ્વાલિયરની લક્ષ્મીબાઈ (મૂળ નામ વિક્ટોરિયા) કૉલેજમાંથી અને અનુસ્નાતક પદવી ડી. એ. વી. કૉલેજ, કાનપુરથી પ્રાપ્ત કરી. શિક્ષણ દરમિયાન અગ્રણી…
વધુ વાંચો >