Search Results: મોરારજી દેસાઈ
જયપ્રકાશ નારાયણ
જયપ્રકાશ નારાયણ (જ. 11 ઑક્ટોબર 1902, સિતાબદિયારા, બિહાર; અ. 8 ઑક્ટોબર 1979, મુંબઈ) : અગ્રણી સ્વતંત્રતા સેનાની, વરિષ્ઠ સમાજવાદી નેતા તથા સંપૂર્ણ ક્રાંતિને વરેલા સન્નિષ્ઠ સર્વોદય કાર્યકર. મધ્યમવર્ગી કાયસ્થ કુટુંબમાં હરસુદયાલને ત્યાં જન્મેલા જયપ્રકાશે મહાત્મા ગાંધીની અસહકારની હાકલે કૉલેજ છોડી લડતમાં ઝુકાવ્યું. આંદોલન ઓસરતાં અભ્યાસ માટે 1922માં અમેરિકા ગયા અને ઓહાઇઓ ને વિસ્કૉન્સિન યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન…
વધુ વાંચો >ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ
ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ : પુસ્તકો, ચોપાનિયાં અને છાપાં-સામયિકો જેવી છાપેલી વસ્તુ તૈયાર કરવાની અને વેચવાની પ્રવૃત્તિ. પ્રાચીન કાળમાં નાને પાયે શરૂ થયેલી આ કામગીરી આજે એક વિશાળ અને અટપટા ઉદ્યોગ તરીકે વિકસેલી છે. સંસ્કૃતિ ઉપર તેનો જે પ્રભાવ પડેલો છે તેનો અંદાજ કાઢવાનું શક્ય નથી. નિરક્ષરતાનું ધોરણ નીચું આવતું જાય છે, મનુષ્યને મળતી ફુરસદનું પ્રમાણ વધતું જાય…
વધુ વાંચો >વિદેશનીતિ
વિદેશનીતિ વિશ્વમાં રાજકીય ક્ષેત્રે કાનૂની રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ એવાં અનેક રાજ્યો નજરે પડે છે જે વધતા ઓછા પ્રમાણમાં રાષ્ટ્રરાજ્યો છે. આ રાજ્યોને કર્તા કે અદાકાર (actors) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કર્તાઓના વર્તનનો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પ્રભાવ પડે છે. રાજ્ય સિવાય બીજા બિનરાજ્યકર્તાઓ પણ હોઈ શકે અને તેમના વર્તનનો પણ આંતરરાષ્ટ્રીય રાજકારણ પર…
વધુ વાંચો >શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા
શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા : વર્તમાન વિશ્વમાં પ્રચલિત 333 ઉપરાંત ચિકિત્સાપદ્ધતિઓમાંની એક. શિવામ્બુ અથવા સ્વમૂત્ર કે urine therapy પણ એક ચિકિત્સાપદ્ધતિ છે. ‘શિવામ્બુ’ શબ્દમાં ‘શિવ’ એટલે કલ્યાણકારી અને ‘અમ્બુ’ એટલે જળ. માનવીના પોતાના શરીરનું કલ્યાણકારી મૂત્રરૂપી જળ એટલે ‘શિવામ્બુ’. ‘સ્વમૂત્ર’, ‘માનવમૂત્ર’, ‘વૉટર ઑવ્ લાઇફ’, ‘જીવનજળ’ વગેરે તેનાં પર્યાયવાચી નામો છે. પોતાના શરીરના જ મૂત્રનો પીવા તથા…
વધુ વાંચો >ભારતીય અંગ્રેજી સાહિત્ય
ભારતીય અંગ્રેજી સાહિત્ય ઈ. સ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી વેપારાર્થે ભારત આવેલી ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળની ભૂમિ પર શાસનનો દોર હાથમાં લેવા માંડ્યો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નંખાયા તેની સાથે અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી ભારતીય સાહિત્ય અને સમાજમાં એક પ્રકારની નવચેતના અને રાષ્ટ્રીયતા જાગવા લાગી. તેની અભિવ્યક્તિ માટે નવું માધ્યમ પ્રાપ્ત…
વધુ વાંચો >કટોકટી (રાજકીય અને આર્થિક)
કટોકટી (રાજકીય અને આર્થિક) : ભારતના બંધારણની કલમ 352 અન્વયે મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય કામચલાઉ ધોરણે મોકૂફ રાખતી સરકારી જાહેરાત. પ્રજાસત્તાક ભારતની તવારીખમાં અત્યાર સુધીમાં કટોકટીની જાહેરાતના ત્રણ પ્રસંગો આવ્યા છે : પહેલો પ્રસંગ ચીન સાથેના સીમાયુદ્ધ (1962) વખતનો હતો; તે વખતે જાહેર કરાયેલ કટોકટી છેક 1969 સુધી અમલમાં હતી. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે…
વધુ વાંચો >મંડલ પંચ
મંડલ પંચ : 1977 બાદ કેન્દ્રમાં સત્તા પર આવેલી જનતા પાર્ટી-(મોરારજી દેસાઈ – વડાપ્રધાન)ની સરકારે ડિસેમ્બર 1978માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો(અન્ય પછાત વર્ગો અથવા અધર બૅકવર્ડ ક્લાસિઝ – OBC)ની સ્થિતિની તપાસ કરવા અને તેમના ઉત્કર્ષ તેમજ કલ્યાણ માટે જરૂરી ઉપાયો સૂચવવા માટે બિન્દેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે નીમેલું એક પંચ. મંડલ પંચે પોતાનો હેવાલ 31…
વધુ વાંચો >કર્ણાટક
કર્ણાટક મૂળ મૈસૂર તરીકે ઓળખાતું પણ નવેમ્બર 1973થી કર્ણાટક તરીકે જાણીતું, દક્ષિણ ભારતમાં 11o 31′ અને 18o 45′ ઉ. અ. અને 74o 12′ અને 78o 40′ પૂ. રે. વચ્ચે આવેલું ભારતના ગણરાજ્યનું ઘટક રાજ્ય. વિસ્તાર : 1,91,791 ચોકિમી., વસ્તી : 6,11,30,721 (ઈ.સ. 2011 મુજબ). વિસ્તાર અને વસ્તીને લક્ષમાં લેતાં ઊતરતા ક્રમમાં તેનું આઠમું સ્થાન, વસ્તીની…
વધુ વાંચો >વિદ્યાપીઠ (સામયિક)
વિદ્યાપીઠ (સામયિક) : મહાત્મા ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલનના અનુસંધાને રાષ્ટ્રીય કેળવણીના પરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપવાના મહત્વના ઉદ્દેશથી સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ નામની સંસ્થાનું મુખપત્ર. આ સંસ્થા સ્થપાતાં ‘પુરાતત્વ’ નામનું સામયિક પ્રગટ થવું શરૂ થયું. એનો આયુષ્યકાળ પાંચ વર્ષનો રહ્યો. આ ગાળા દરમિયાન આ ત્રિમાસિકના વીસ અંકો પ્રગટ થયા હતા; જેમાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં વિવિધ ક્ષેત્રોમાં…
વધુ વાંચો >મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ
મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ (જ. 1886, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 18 ફેબ્રુઆરી 1982, મુંબઈ) : સૂરત જિલ્લાના લોકપ્રિય આગેવાન, સ્વાતંત્ર્યસેનાની, દેશભક્ત, સમાજસુધારક. વાંઝ ગામે અભ્યાસ કરીને ત્યાં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા. બંગભંગની ચળવળ (1905) વખતથી તેઓ દેશસેવા કરવા લાગ્યા અને સ્વદેશી પ્રચારનું કાર્ય શરૂ કર્યું. 1907માં સૂરતમાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં હાજર રહીને, લોકમાન્ય…
વધુ વાંચો >