નૉરમાર્કાઇટ : સાયનાઇટનો એક પ્રકાર. સબઍસિડિક અગ્નિકૃત-અંત:કૃત પ્રકારનો ખડક. સાયનાઇટનો અતિસંતૃપ્ત પ્રકાર. આલ્કલી-ફેલ્સ્પારથી અતિસમૃદ્ધ હોય, થોડોક ક્વાર્ટ્ઝ હોય, પરંતુ પ્લેજિયોક્લેઝ ન હોય એવા સાયનાઇટને નૉરમાર્કાઇટ કહેવાય. નૉર્વેના નૉરમાર્ક સ્થળમાં મળતા આ લાક્ષણિક પ્રકાર પરથી નામ પડેલું છે. (જુઓ : સાયનાઇટ.)

ગિરીશભાઈ પંડ્યા