Posts by Jyotiben
નૅશનલ ઍરોનૉટિકલ લૅબોરેટરી – બૅંગાલુરુ
નૅશનલ ઍરોનૉટિકલ લૅબોરેટરી, બૅંગાલુરુ : વૈમાનિકી (Aeronautics), દ્રવ્યાત્મક વિજ્ઞાન (material science), પ્રણોદન (propulsing), સંરચનાત્મક (structural) વિજ્ઞાન અને સંહતિ ઇજનેરી (system engineering) ક્ષેત્રે સંશોધન માટે 1960માં બૅંગાલુરુ ખાતે સ્થાપવામાં આવેલું રાષ્ટ્રીય સંશોધન-કેન્દ્ર. ભારત સરકારે, 1950માં, નીતિવિષયક નિર્ણય કર્યો કે વૈમાનિકી ક્ષેત્રે ભારતે આત્મ-નિર્ભર બનવું રહ્યું. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(C.S.I.R.)ના ઉપક્રમે વૈમાનિક સંશોધન સમિતિની નિમણૂક…
વધુ વાંચો >નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI)
નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI) : ભારતીય ભૂગોળવિદોનું રાષ્ટ્રીય સંગઠન. 1860ના સોસાયટી ધારા XXI અન્વયે નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયાની નોંધણી કરવામાં આવી હતી અને તે અનુસાર 1978માં આ સંગઠનની સ્થાપના થઈ હતી. ભૂગોળના વિષય માટે ભરાતી વાર્ષિક ચર્ચાસભાઓ અને અધિવેશનોમાં ભૂગોળવિદોને દેશમાં ભૂગોળના વિષયના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરના એક સંગઠનની જરૂરિયાત જણાઈ. ભૂગોળ…
વધુ વાંચો >નૅશનલ કૅડેટ કોર (NCC)
નૅશનલ કૅડેટ કોર (NCC) : સ્વતંત્ર પ્રજાસત્તાક ભારતની, લશ્કરી તાલીમ અને સામાજિક સેવાના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી, શિસ્તબદ્ધ રીતે ચાલતી વિદ્યાર્થીઓ માટેની મહત્ત્વની યુવા-પ્રવૃત્તિ. ભારતને આઝાદી મળી તે પહેલાં, બ્રિટિશ શાસન દરમિયાન પ્રાદેશિક સેના(Territorial army)ના એક ભાગ તરીકે માત્ર કૉલેજમાં અભ્યાસ કરતા યુવાનોને લશ્કરી તાલીમ આપવા માટે યુ. ટી. સી.(યુનિવર્સિટી ટ્રેનિંગ કોર)ની સ્થાપના છેક 1925માં કરી…
વધુ વાંચો >નૅશનલ કેમિકલ લૅબોરેટરી (NCL), પુણે
નૅશનલ કેમિકલ લૅબોરેટરી (NCL), પુણે : રસાયણવિજ્ઞાન અને તેને આનુષંગિક વિજ્ઞાનશાખાઓમાં પાયારૂપ સંશોધન અને તેના ઔદ્યોગિક ઉપયોગનું કાર્ય કરતી પુણેસ્થિત રાષ્ટ્રીય સંસ્થા. 1942માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સંસ્થા નવી દિલ્હી ખાતે સ્થાપવામાં આવી. આ મધ્યસ્થ સંસ્થા દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં જે વિભાગીય સંસ્થાઓ શરૂ કરવામાં આવી તે પૈકી NCL 1950માં…
વધુ વાંચો >નૅશનલ કૉન્ફરન્સ (જમ્મુ અને કાશ્મીર)
નૅશનલ કૉન્ફરન્સ (જમ્મુ અને કાશ્મીર) : ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો પ્રાદેશિક પક્ષ. 1932માં જમ્મુ-કાશ્મીર રાજ્યમાં શેખ અબદુલ્લા અને ગુલામ અબ્બાસ ચૌધરી દ્વારા તેની સ્થાપના થઈ હતી અને 1939માં તે સંગઠને ‘નૅશનલ કૉન્ફરન્સ’ નામ ધારણ કર્યું. આ વેળા તેની નેમ રાજ્યના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવાની હતી. 1941માં ગુલામ અબ્બાસ આ પક્ષથી અલગ થયા અને ‘ઓલ્ડ મુસ્લિમ કૉન્ફરન્સ’ને…
વધુ વાંચો >નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી
નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી (સ્થાપના : 1954) : ભારત સરકારે ઊભું કરેલું આધુનિક કલાપ્રવૃત્તિનું રાષ્ટ્રીય કેન્દ્ર. આધુનિક કલા અને કલાકારોને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે સ્થાપેલી આ સંસ્થા સાંસ્કૃતિક વિભાગને ઉપક્રમે પ્રવૃત્તિ કરે છે. આધુનિક કલાકારોની કૃતિઓને એકત્રિત કરી તેનાં પ્રદર્શનો યોજવાં, કલાને લગતી વિવિધ કાર્યશાળાઓ યોજવી અને માહિતી એકત્ર કરવી, કલાના વિવિધ…
વધુ વાંચો >નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ
નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ : જમીન, દરિયાઈ અને અવકાશી વિસ્તારમાં ભૂભૌતિક ક્ષેત્રે મોજણી અને સંશોધન કરતી હૈદરાબાદ(આન્ધ્ર)સ્થિત રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા. સ્થાપના હૈદરાબાદ ખાતે 1962માં. ભારતમાં ભૂભૌતિક-વિજ્ઞાન (જિયોફિઝિક્સ) ક્ષેત્રે એક વિશ્વમાન્ય સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ દેશની પ્રજાને વિજ્ઞાન અને ટૅકનૉલૉજી દ્વારા વિવિધ લાભ મળે તે માટેનો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીથી પ્રજાની ઉન્નતિ થઈ શકે એવી ધારણાથી…
વધુ વાંચો >નૅશનલ જ્યૉગ્રાફિક
નૅશનલ જ્યૉગ્રાફિક : સમગ્ર બ્રહ્માંડ, ધરતી, સાગર અને આકાશ વિશેના માણસના જ્ઞાનને વધારતું અને પ્રસારતું વિશ્વનું લોકપ્રિય અંગ્રેજી માસિક-પત્ર. પૂરું નામ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક મૅગેઝિન’. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં 1888માં અમેરિકાના 33 અગ્રણીઓએ ‘ભૂગોળના જ્ઞાનના વર્ધન અને પ્રસારણ માટે’ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટી’ની સ્થાપના કરી. એ જ વર્ષે સોસાયટીના મુખપત્ર રૂપે ‘નૅશનલ જ્યૉગ્રાફિક’ની શરૂઆત થઈ ત્યારે…
વધુ વાંચો >નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI)
નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI) : બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસીના ભૂગોળ-વિભાગના ઉપક્રમે 1946માં સ્વ. પ્રાધ્યાપક એચ. એલ. છિબ્બર દ્વારા સ્થપાયેલી સંસ્થા. આ સંસ્થાના હેતુઓ અને ઉદ્દેશો નીચે મુજબ છે : (1) ભારતભરમાં ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરવું અને તેનો પ્રચાર તેમજ વિસ્તાર કરવો, (2) ભૂગોળના અભ્યાસના પ્રોત્સાહન દ્વારા ભૌગોલિક અન્વેષણ કરવું અને તે અંગેની માહિતી…
વધુ વાંચો >નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા (National Digital Library of India – NDL– India)
નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા (National Digital Library of India – NDL– India) : નૅશનલ મિશન ઑન એજ્યુકેશન થ્રૂ આઈસીટીનું એક ઘટક. શિક્ષણના સાધન તરીકે માહિતી પ્રત્યાયન ટૅક્નૉલૉજી(ICT)નો ઉપયોગ કરીને ઉચ્ચશિક્ષણની ટકાવારીમાં વૃદ્ધિ કરવાના સઘન પ્રયત્નોના ભાગ રૂપે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ‘નૅશનલ મિશન ફૉર એજ્યુકેશન થ્રૂ આઈસીટીની શરૂઆત કરી. 11મી પંચવર્ષીય યોજનામાં…
વધુ વાંચો >