નિર્માણસામગ્રી (construction materials) : મકાન, નદીનાળાં, પુલ, રસ્તા, બંધ વગેરે અનેક પ્રકારનાં નિર્માણકામો(બાંધકામો)માં વપરાતો માલ-સામાન. નિર્માણકામની ગુણવત્તાનો આધાર મહદ્અંશે તેમાં વપરાતા માલ-સામાન પર છે. નિર્માણસામગ્રીનો ચીવટભર્યો ઉપયોગ થાય તે નિર્માણકાર્યમાં જરૂરી છે. બાંધકામનું આયુષ્ય લાંબું રહે, મરામતની જરૂર ઓછી પડે, સારો દેખાવ મળે વગેરે બાબતો લક્ષમાં રાખીને નિર્માણસામાનની પસંદગી થાય છે. નિર્માણસામગ્રીમાં અનેક પ્રકારનો માલ…

વધુ વાંચો >

નિર્માલ્ય ખનિજ : ધાતુઓનાં અલગીકરણ કે સંકેન્દ્રીકરણની ક્રિયાઓમાંથી મળતાં ઉપયોગમાં ન આવી શકે તેવાં ખનિજદ્રવ્યો. ખનિજો એ ઘણી જ અગત્યની કુદરતી સંપત્તિ ગણાય છે. ધાતુઓ, અકાર્બનિક રસાયણો તેમજ ઘણીબધી અન્ય ઔદ્યોગિક પેદાશો ખનિજોમાંથી મેળવાય છે. જંગલોની અને ખેતીની પેદાશો જમીનના પ્રકાર અને ફળદ્રૂપતા પર આધાર રાખે છે, તે જમીનો પણ છેવટે તો ખનિજોમાંથી જ બનેલી…

વધુ વાંચો >

નિર્યામ ગણતરી (dead reckoning) : નૌકાની સફર દરમિયાન, નૌનયન નકશા પર, અફાટ સમુદ્ર પર નૌકાનું અંદાજિત સ્થાન નક્કી કરવાની રીત. આવું અંદાજિત સ્થાન, અગાઉ ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરાયેલ સ્થાનના સંદર્ભમાં હોય છે. નૌનયન દરમિયાન સમયાંતરે, સમુદ્ર પર નૌકાનું સ્થાન, અવકાશના ચોક્કસ ગ્રહો કે તારાઓના નિરીક્ષણ તથા આનુષંગિક ગણતરીઓ દ્વારા ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરાય છે. આ પ્રમાણે, ચોકસાઈપૂર્વક…

વધુ વાંચો >

નિર્વાણ : બૌદ્ધમતે મોક્ષ. બૌદ્ધો મોક્ષ માટે ‘નિર્વાણ’ શબ્દનો પ્રયોગ કરે છે. બૌદ્ધમતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દર્શન તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ આદિ મળો આગંતુક છે. આ આગંતુક મળો અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં લાવવા માટે બુદ્ધોપદેશ છે. મળો…

વધુ વાંચો >

નિર્વાત પટ્ટા (doldrums) : મંદ ગતિના સમુદ્રના પ્રવાહ અને હળવા પવનોનો વિષુવવૃત્તીય વિસ્તાર. આ વિસ્તારમાં ઉત્તર ગોળાર્ધના ઈશાની વ્યાપારી પવનો અને દક્ષિણ ગોળાર્ધના અગ્નિ દિશાના વ્યાપારી પવનો વાય છે. વિરુદ્ધ દિશાના આ બે પવનોના મિલનથી અત્યંત મંદ ગતિના પવન ઉત્પન્ન થાય છે. પહેલાંના સમયમાં, સઢવાળા વહાણના ખલાસીઓ આ વિસ્તારમાંથી પસાર થતાં  ડરતા હતા કારણ કે…

વધુ વાંચો >

નિર્વાત લેપન (vacuum coating) શૂન્યાવકાશની સ્થિતિમાં કોઈ પદાર્થના નિમ્ન આધારપૃષ્ઠ (substrate) ઉપર અન્ય પદાર્થનું પાતળું સ્તર, વરખ કે પાતળી કપોટી(thin film)નો ઢોળ ચઢાવવાની પ્રક્રિયા. સુસ્પષ્ટ સ્ફટિકરચના ધરાવતી અને નિયંત્રિત દરે જુદા જુદા પદાર્થોની પાતળી ફિલ્મ બનાવવાના ક્ષેત્રે, છેલ્લા ચાર-પાંચ દાયકામાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે. આવી ફિલ્મના બહુમુખી ગુણધર્મો જેવા કે વિશિષ્ટ રચના, યાંત્રિક અસરો,…

વધુ વાંચો >

નિર્વાસિતો : જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા કે રાજકીય માન્યતાઓને કારણે આચરવામાં આવતા ત્રાસ-જુલ્મથી બચવા માટે દેશવટો કરી ગયા હોય કે જેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય તેવા લોકો. ફ્રેંચ શબ્દ ‘refugie’માંથી ઊતરી આવેલો અંગ્રેજી પર્યાય ‘refugee’ પરથી નિર્વાસિત શબ્દ પ્રચલિત બન્યો. 1658માં રોમન કૅથલિક ફ્રાન્સમાંથી નાસી છૂટેલ પ્રૉટેસ્ટન્ટ હ્યુગેનૉટ્સને દર્શાવવા માટે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો.…

વધુ વાંચો >

નિલંબ (suspensor) : બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણવિકાસ દરમિયાન ભ્રૂણને કાર્બનિક પોષકતત્વો ધરાવતી ભ્રૂણપોષ નામની પેશી તરફ ધકેલતી રચના. તે નાશવંત હોય છે અને પૂર્વભ્રૂણ(proembryo)ના ભાવિ ભ્રૂણમૂળ તરફના છેડે જોવા મળે છે. તેનો વિકાસ ભ્રૂણ કરતાં અત્યંત ઝડપી હોય છે. ભ્રૂણ ગોળાકાર કે હૃદયાકાર બને ત્યાં સુધીમાં તેનો મહત્તમ વિકાસ થઈ જાય છે. પુખ્ત બીજમાં નિલંબના માત્ર…

વધુ વાંચો >

નિવસનતંત્ર પર્યાવરણનાં બધાં સજીવ અને નિર્જીવ પરિબળોના સંકલન(integration)ને પરિણામે ઉદભવતું તંત્ર. કોઈ એક વિસ્તારમાં આવેલા જૈવ સમાજ અને ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરપ્રક્રિયા થતાં તેનો ઉદભવ થાય છે. આ આંતરપ્રક્રિયા દરમિયાન કાર્યશક્તિનું વહન થતાં સ્પષ્ટ પોષી (trophic) બંધારણ રચાય છે; જૈવિક વિભિન્નતા (biodiversity) ઉત્પન્ન થાય છે અને દ્રવ્યચક્ર (material cycle – સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે…

વધુ વાંચો >

નિવાસી કરદાતા : આવકવેરાનો વ્યાપ નિશ્ચિત કરવા માટે ભારતમાં કરેલા વસવાટના આધારે વર્ગીકૃત કરેલા કરદાતાઓમાંનો એક વર્ગ. જે વ્યક્તિ કોઈ પણ નાણાકીય વર્ષમાં 182 દિવસ અથવા વધારે ભારતમાં રહી હોય તો તે નિવાસી (resident) બને છે, અથવા ચાલુ  વર્ષમાં 60 દિવસ અથવા વધારે અને ચાલુ વર્ષની પહેલાંનાં ચાર વર્ષના 365 દિવસ અથવા વધારે ભારતમાં રહી…

વધુ વાંચો >