નિરૂપ્ય–નિરૂપક ભાવ : નવ્યન્યાયમાં સ્વીકારેલા કેટલાક સંબંધોમાંનો એક સંબંધ. નવ્યન્યાયના સ્વરૂપસંબંધનો આ એક ઉપ-પ્રકાર છે. સ્વરૂપ-સંબંધ એટલે જે સંબંધ, સંબંધી પદાર્થોથી ભિન્ન અસ્તિત્વ ધરાવતો નથી તે. ટેબલ અને પુસ્તકનો સંયોગ થાય ત્યારે, સંયોગ નામના ગુણપદાર્થનું સ્વતંત્ર અસ્તિત્વ ન્યાયમાં સ્વીકારાય છે. તંતુ-પટ એ બંને સંબંધી પદાર્થોથી, સમવાય સંબંધનું, ભિન્ન અસ્તિત્વ માનેલ છે; પરંતુ, જ્યારે બે પદાર્થોની…

વધુ વાંચો >

નિરેખણ-આકૃતિ (etching figures) : સ્ફટિક ફલકો પર અમુક પ્રક્રિયકો (reagents) દ્વારા વિકસાવવામાં આવતા લાક્ષણિક આકારો અને સ્વરૂપોવાળી રેખાકૃતિઓ સહિતના ખાડા. સ્ફટિક ફલકો પર યોગ્ય પ્રક્રિયક લગાડવામાં આવે ત્યારે ફલકસપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે, પરિણામે જુદી જુદી દિશાઓમાં જુદા જુદા આકારો અને સ્વરૂપોમાં નાના ખાડા ઉદભવે છે. આવાં સ્વરૂપોને નિરેખણ-આકૃતિ કહે છે. કેટલાક પ્રકારો માટે…

વધુ વાંચો >

નિરેનબર્ગ, માર્શલ વૉરેન (જ. 10 એપ્રિલ 1927, ન્યૂયૉર્ક સિટી; અ. 15 જાન્યુઆરી 2010, ન્યૂયૉર્ક સિટી) : જનીનીય-સંકેત(genetic code)નું અર્થઘટન અને પ્રોટીનના સંશ્લેષણમાં તેના કાર્ય(function)ને લગતા સંશોધન બદલ 1968ના વર્ષના શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમણે 1948માં બી.એસસી.; 1952માં પ્રાણીશાસ્ત્રમાં એમ.એસસી.; અને 1957માં જૈવ રસાયણશાસ્ત્રમાં ફ્લૉરિડા યુનિવર્સિટીની પીએચ.ડી. પદવી મેળવી હતી. તે જ વર્ષે…

વધુ વાંચો >

નિર્જલન (dehydration) : શરીરમાંનો પાણીનો પુરવઠો ઘટવો તે. ખરેખર તો તે એક છેતરે એવી સંજ્ઞા છે, કેમ કે સામાન્ય રીતે એકલા પાણીની ઊણપ હોતી નથી, પરંતુ સાથે સાથે ક્ષારની પણ ઊણપ હોય. ક્ષાર અને પાણીની ઊણપ એકસરખી હોય અથવા ન પણ હોય. તેથી નિર્જલનના 3 પ્રકાર ગણાય છે : (અ) સોડિયમ કરતાં પાણીનો વધુ ઘટાડો,…

વધુ વાંચો >

નિર્ણય-પ્રક્રિયા (decision making) : કંપનીના સંચાલનને લગતાં વિવિધ પાસાંઓ અંગે પ્રવર્તમાન સંજોગોમાં વિવેકપૂર્ણ/બુદ્ધિગમ્ય નિવેડો લાવવાની પ્રક્રિયા. સંચાલનની કાર્યક્ષમતા તથા અસરકારકતા નિર્ણયપ્રક્રિયાના પોત ઉપર આધાર રાખે છે. સંચાલનપ્રક્રિયાના દરેક કાર્યનો આધાર તે વિશેના નિર્ણયો કોણે, ક્યારે, કેવી રીતે અને કઈ બાબતોના સંદર્ભમાં લીધા તેના ઉપર છે. નિર્ણયઘડતરની ગુણવત્તા નિર્ણય ઘડનાર ઘટકો, નિર્ણય લેતી વખતે પ્રવર્તમાન સંજોગો,…

વધુ વાંચો >

નિર્દેશક જીવાવશેષ (index fossil) : ખડકસ્તરોનું વયનિર્ધારણ સૂચવતા જીવાવશેષો. દુનિયાના દૂરદૂરના પ્રદેશોમાં રચાયેલા સ્તરોનો સહસંબંધ (correlation) તે તે સ્તરોમાં જળવાયેલા જીવાવશેષોના પ્રકાર અને પ્રમાણ પરથી નક્કી થાય છે. બધા જ જીવાવશેષો વયનિર્ધારણ માટે ઉપયોગી નીવડતા નથી. કેટલાક જીવાવશેષો અનુકૂળ સંજોગો મળી રહે તો લાંબા કાળ સુધી, તો કેટલાક પ્રાપ્ત સંજોગો મુજબ અમુક મર્યાદિત ભૂસ્તરીય સમય…

વધુ વાંચો >

નિર્મળી : દ્વિદળી વર્ગના લોગેનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ strychnos potatorum Linn. (સં. कातक, अम्बु-प्रसाद; હિં., ગુ., બં., નિર્મળી) છે. તે લગભગ 13 મી. ઊંચું વૃક્ષ છે અને પશ્ચિમ બંગાળ, મધ્ય અને દક્ષિણ ભારતમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી આવેલાં પર્ણપાતી જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેનું વૃક્ષ ઝેરકોચલાના વૃક્ષ કરતાં મોટું હોય છે. પર્ણો…

વધુ વાંચો >

નિર્માણયંત્રો (construction machinery) : રસ્તા, મકાન, પુલ, બંધ, નહેર, નાળાં વગેરેના બાંધકામ માટે વપરાતાં યંત્રો. સમયની સાથે નિર્માણકાર્ય વધતું જાય છે. તે સમયસર પૂરું કરવા માટે કામની ઝડપ વધારવા તેમજ કામની ગુણવત્તા વધારવા જુદાં જુદાં નિર્માણયંત્રો અનિવાર્ય થઈ પડ્યાં છે. વપરાશને લીધે વિકાસ થતો જાય છે અને નિર્માણ માટેની વિશિષ્ટ પ્રકારની યંત્રસામગ્રી પણ તૈયાર થતી…

વધુ વાંચો >

નિર્માણ-વ્યવસ્થાતંત્ર (construction organisation) : બાંધકામ(નિર્માણ)નાં વિવિધ કાર્યો માટે જરૂરી વ્યવસ્થાતંત્ર. નિર્માણકાર્યોમાં વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરી જરૂરિયાત પ્રમાણેનાં બાંધકામ તૈયાર કરવાનાં થાય. આ પ્રકારનાં કાર્યોમાં ખર્ચ, ગુણવત્તા અને સમય-બદ્ધતા મહત્વની બાબતો છે. સાથોસાથ જે આ કાર્યનું સંચાલન કરી વ્યાવસાયિક જવાબદારી લે તેને માટે આર્થિક લાભ પણ મહત્વનો છે તેથી નિર્માણકાર્ય માટે સારું વ્યવસ્થાતંત્ર તેમજ વહીવટ જરૂરી…

વધુ વાંચો >