Posts by Jyotiben
નારાયણ રેડ્ડી, સી.
નારાયણ રેડ્ડી, સી. (જ. 29 જુલાઈ, 1931, હનુમાજિપેઠ, જિ. કરીમનગર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ કવિ અને વિદ્વાન પંડિત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મેન્ટાલુ માનવડુ’ (‘બ્લેઝિઝ ઍન્ડ હ્યૂમન્સ’, 1970) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેના તેલુગુ-વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. ત્યાંથી રીડર તરીકે…
વધુ વાંચો >નારાયણ, વિનીત
નારાયણ, વિનીત (જ. 18 એપ્રિલ 1956, મોરાદાબાદ) : ભારતીય પત્રકાર. મુખ્ય તંત્રી, કાલચક્ર સમાચાર ટ્રસ્ટ. કાલચક્ર સમાચાર ટ્રસ્ટના નેજા હેઠળ ‘કાલચક્ર’ નામે અડધા કદનું (tabloid) હિન્દી પાક્ષિક તથા ‘તેજ’ નામે વીડિયો સામયિક પ્રગટ થાય છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જન્મેલા વિનીત નારાયણે ઉચ્ચ શિક્ષણ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં લીધું. 1974થી ’77ના અરસામાં ખેતમજૂરોનાં વિવિધ સંગઠનોમાં જાગૃતિ લાવવાનું…
વધુ વાંચો >નારાયણશતકમ્
નારાયણશતકમ્ (પંદરમી શતાબ્દી) : તેલુગુ કાવ્ય. મધ્યયુગમાં પૌરાણિક કથાઓને તેલુગુમાં કાવ્યદેહ આપનાર કવિ પોતના બમ્મેર પ્રારંભમાં શિવભક્ત હતા. એમણે શિવભક્તિનાં સંખ્યાબંધ કાવ્યો રચ્યાં છે. પાછળથી એ વિષ્ણુભક્ત બન્યા. એમનો વ્યવસાય ખેતીનો હતો. એમનું પૌરાણિક ગ્રંથોનું જ્ઞાન પ્રશસ્ય હતું. એમણે શ્રીમદભાગવતને આધારે વિષ્ણુના અવતારો વિશે આ મુક્તકો રચ્યાં છે. એમાં મત્સ્ય, કચ્છ, વરાહ તથા કલ્કિ એ…
વધુ વાંચો >નારાયણ, શ્યામ
નારાયણ, શ્યામ (જ. 25 જુલાઈ 1922, ખાહિ કાસિમ, સિંધ; અ. 10 જાન્યુઆરી 1989, દિલ્હી) : સિંધી કવિ. તેમનું મૂળ નામ નારાયણ ગોકળદાસ નાગબાણી હતું, પણ નારાયણ તરીકે તે જાણીતા છે. 18 વરસની ઉંમરે કાવ્ય રચવાની પ્રેરણા થઈ હતી. 1970માં તેમને ‘વારીખ ભર્યો પલાંદ’ (1968) કાવ્યસંગ્રહ માટે સાહિત્ય એકૅડેમીનું પારિતોષિક મળ્યું હતું. પછી તેમને સાહિત્ય અકાદમીના…
વધુ વાંચો >નારાયણ સરોવર
નારાયણ સરોવર : કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના પશ્ચિમ છેડે કોરી ખાડી પર આવેલું સરોવર તેમજ પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 35’ ઉ. અ. અને 68° 30’ પૂ. રે.. આ સ્થળ કચ્છના રણની પશ્ચિમ ધાર પર આવેલું હોવાથી તેની આજુબાજુનો પ્રદેશ શુષ્ક, વેરાન અને તદ્દન આછી વનસ્પતિ ધરાવે છે. અહીં કાંટાળાં બાવળનાં વૃક્ષો તથા…
વધુ વાંચો >નારાયણ હેમચંદ્ર
નારાયણ હેમચંદ્ર (જ. 1855, મુંબઈ; અ. 1909, મુંબઈ) : અલગારી સ્વભાવના ગુજરાતી લેખક, અનુવાદક. પ્રકૃતિએ ‘વિચિત્ર પુરુષ’. અમેરિકામાં ‘અસભ્ય પહેરવેશ’ બદલ તેમની ધરપકડ થયેલી. કરસનદાસ મૂળજીનો દેશાટન વિશેનો નિબંધ વાંચી તેમનામાં વાચન-ભ્રમણની ભૂખ ઊઘડી. તેઓ પ્રવાસશોખીન અને જ્ઞાનપિપાસુ હતા. ‘સુબોધપત્રિકા’માં અને ‘જગદારશી’ના નામથી ‘નૂરે આલમ’માં લખતા. દયાનંદ સરસ્વતી જેવા ધર્મસુધારકો તેમજ આર્યસમાજ, બ્રહ્મોસમાજ પ્રેરિત તત્કાલીન…
વધુ વાંચો >નારિયેળી
નારિયેળી : એકદળી વર્ગમાં આવેલા એરીકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cocos nucifera Linn. (સં. નારિકેલ; હિં. નારિયલ; બં. દાબ, નારિકેલ; મ. નારેલ; નારળી, તે. કૉબ્બારિચેટ્ટુ, ટેંકાયા, તા. ટેન્નામારં, ટેંકાઈ, ક. ટેંગુ, ટેંગિનમારા, મલા, થેન્ના, નારિકેલમ; ફા. જોજહિંદી, અ નારજીલ, અં. કોકોનટ પામ) છે. તે લગભગ 24 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવતું…
વધુ વાંચો >નારીનરકેશિતા (hirsutism)
નારીનરકેશિતા (hirsutism) : સ્ત્રીના શરીર પર પુરુષોની માફક વ્યાપક વિસ્તારમાં અને વધુ પ્રમાણમાં ઊગતા વાળવાળો વિકાર. વ્યક્તિના શરીર પર 2 પ્રકારના વાળ હોય છે : રુવાંટી અથવા રોમ (vellus) અને પુખ્ત કેશ (terminal hair). રોમ ઝીણું અને રંગ વગરનું હોય છે અને તે બાળકોમાં જોવા મળે છે. કેશ જાડા (coarser) અને રંગવાળા હોય છે. પુરુષોમાં…
વધુ વાંચો >નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones)
નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones) : સ્ત્રીઓના લૈંગિક વિકાસ, જાળવણી અને નિયંત્રણ માટે કાર્યરત અંત:સ્રાવો. સ્ત્રીઓના અંડપિંડમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન જૂથના અંત:સ્રાવોનું નિયંત્રિત અને ચક્રીય (cyclic) રીતે ઉત્પાદન થાય છે. ઇસ્ટ્રોજન જૂથનો પ્રમુખ અંત:સ્રાવ ઇસ્ટ્રેડિઓલ છે અને પ્રમુખ પ્રોજેસ્ટિનને પ્રોજેસ્ટિરોન કહે છે. સગર્ભાવસ્થા સમયે નિતંબના હાડકાંના સાંધા ઢીલા કરવા માટે શિથિલિન (relaxin) નામનો અંત:સ્રાવ પણ…
વધુ વાંચો >નારીવાદી આંદોલનો
નારીવાદી આંદોલનો : સ્ત્રી-પુરુષ વચ્ચેની સામાજિક અસમાનતાઓ નાબૂદ કરવા માટેના વૈચારિક, સંગઠનાત્મક અને કાનૂની પ્રયાસો. માનવસમાજમાં અનેક પ્રકારનાં ભેદ અને અસમાનતા જોવા મળે છે. વર્ગભેદ, જ્ઞાતિભેદ, રંગભેદ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ તમામ પ્રકારની અસમાનતાઓ ઉપરાંત સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા અંગે માહિતી અને જાગૃતિ વીસમી શતાબ્દીમાં ધ્યાનાકર્ષક બની છે. નારીસ્વાતંત્ર્ય એ સ્ત્રી-પુરુષ વચ્ચેની…
વધુ વાંચો >