Posts by Jyotiben
નસાઉ (જર્મની)
નસાઉ (જર્મની) : જર્મનીનો ઐતિહાસિક વિસ્તાર. રહાઈન નદી અને ઐતિહાસિક હેસ પ્રદેશની વચ્ચેના વિસ્તારમાં બારમી સદીમાં ડ્યૂકના તાબા હેઠળ સ્થાપવામાં આવેલ સ્વતંત્ર એકમ/ઘટક. કાઉન્ટ ઑવ્ લૉરેન્બરીએ તે સ્થળ પર એક કિલ્લો બાંધ્યો હતો, જેના અનુવંશજ વાલરૅમે કાઉન્ટ ઑવ્ નસાઉનો ખિતાબ ધારણ કર્યો હતો. ત્યારપછી નસાઉ પર શાસન કરતું કુટુંબ બે શાખાઓમાં વહેંચાઈ ગયું હતું, જેમાંથી…
વધુ વાંચો >નસાઉ (બહામા)
નસાઉ (બહામા) : ઉત્તર ઍટલાન્ટિકના કૅરિબિયન સમુદ્ર વિસ્તારના વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાંના બહામા નામના સ્વતંત્ર રાષ્ટ્રનું પાટનગર અને ત્યાંનું મોટામાં મોટું નગર. તે ન્યૂ પ્રૉવિડન્સ ટાપુ (207 ચોકિમી.)ના ઈશાન ભાગમાં કિનારા પરનું બંદર પણ છે. ભૌગોલિક સ્થાન 25° ઉ. અ. અને 77´ પ. રે પર તે આવેલું છે. તેની પશ્ચિમે એડિલેડ નગર, ઉત્તરે નૉર્થ ઈસ્ટ પ્રૉવિડન્સ…
વધુ વાંચો >નસીમ, દયાશંકર
નસીમ, દયાશંકર (જ. 1811 લખનૌ; અ. 1843) : ઉર્દૂ ભાષાના કવિ. નસીમે પરંપરાગત શિક્ષણ લીધું હોવા છતાં નાનપણથી જ તેમનું મનોવલણ કવિતા લખવા તરફ ઢળ્યું હતું. તેમની આ રુચિ અને શોખને લખનૌના માહોલથી પ્રોત્સાહન મળ્યું. તેમના નામાંકિત ઉસ્તાદ હૈદરઅલી આતિશે તેમની કવિપ્રકૃતિને પ્રશંસનીય પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શરૂઆતમાં નસીમે પરંપરાગત લખનવી રંગમાં લખેલી ગઝલો સામાન્ય…
વધુ વાંચો >નસોતર
નસોતર : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Operculina turpethum (Linn.) Silva Manso syn. Ipomoea turpethum R. Br. (સં. ત્રિવૃત્, નિશોત્તર, હિં. નિશોથ, પનીલા; બં. તેઉડી; મ. તેડ; ગુ. નસોતર; ફા. નિસોથ; અં. ટરપીથરૂટ) છે તે મોટી બહુવર્ષાયુ વળવેલ (twiner) છે અને ક્ષીરરસ તથા માંસલ શાખિત મૂળ ધરાવે છે. તેનું વિતરણ સમગ્ર ભારતમાં…
વધુ વાંચો >નસ્લિન-વૉલ્હાર્ડ, ક્રિશ્ચિયન
નસ્લિન-વૉલ્હાર્ડ, ક્રિશ્ચિયન (Nasslein-Volhard Christiane) (જ. 20 ઑક્ટોબર 1942, મગ્ડેબર્ગ, જર્મની) : સન 1995ના નોબેલ પુરસ્કારનાં એડવર્ડ બી. લૂઇસ અને એરિક વીઝકોસ સાથેનાં વિજેતા. ભ્રૂણ અથવા પ્રાગર્ભ(embryo)ના શરૂઆતના વિકાસમાં જનીનો દ્વારા થતા નિયંત્રણ અંગે સંશોધન કરવા માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું. આર્કિટેક્ટ પિતાનાં પાંચ સંતાનોમાંનાં એક એવાં ક્રિશ્ચિયને ફ્રેંકાફરટના ગ્યૂઇથે વિશ્વવિદ્યાલયમાં જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને…
વધુ વાંચો >ન હન્યતે
ન હન્યતે (1974) : પ્રસિદ્ધ બંગાળી લેખિકા મૈત્રેયીદેવીની અમર કૃતિ. 1976ના શ્રેષ્ઠ બંગાળી ગ્રંથ તરીકે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા તે પુરસ્કૃત થયેલી. પ્રગટ થયેલી તેની અનેક આવૃત્તિઓ એની લોકપ્રિયતા દર્શાવે છે. ભારતની બધી ભાષાઓમાં તેના અનુવાદ થયેલા છે. એનો અંગ્રેજી અનુવાદ લેખિકાએ પોતે કર્યો છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ન હન્યતે’ નામે નગીનદાસ પારેખે કર્યો છે.…
વધુ વાંચો >નહપાન
નહપાન (નહવાહ કે નરવાહન) : ક્ષહરાત વંશનો ક્ષત્રપ રાજા. પશ્ચિમી ક્ષત્રપોથી જાણીતા શક જાતિના શાસકોમાંના ક્ષહરાત રાજવશંનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા. તેની પત્નીનું નામ પદ્માવતી. નહપાને આશરે ઈસવી સન 32થી 78 સુધી શાસન કર્યું હતું. ભરૂચ એની રાજધાની હતી. એના રાજ્યની દક્ષિણે આવેલા આંધ્રના સપ્તવાહન રાજ્ય સાથેના સંઘર્ષમાં તેની હાર થયેલી અને રાજ્યનો કેટલોક…
વધુ વાંચો >નહાસ પાશા મુસ્તફા
નહાસ પાશા મુસ્તફા (જ. 15 જૂન 1876, સમન્નુદ, ઇજિપ્ત; અ. 23 ઑગસ્ટ 1965, ઍલેક્ઝાન્ડ્રિયા) : ઇજિપ્તના મુત્સદ્દી. રાષ્ટ્રવાદી વફદ પક્ષના નેતા. 1952ની ક્રાંતિ સુધી ઇજિપ્તના રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ. તેઓ વ્યવસાયે વકીલ હતા. 1904માં નહાસની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રચાયેલા વફદ પક્ષમાં તેઓ જોડાયા. 1927માં ઝઘલુલના મૃત્યુ પછી તેમણે વફદ પક્ષનું પ્રમુખપદ…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), કમલા
નહેરુ (નેહરુ), કમલા (જ. 1 ઑગસ્ટ 1899, દિલ્હી; અ. 28 ફેબ્રુઆરી 1936, લોસાં, જર્મની) : સ્વાતંત્ર્યસૈનિક. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની. દિલ્હીના એક વેપારી પંડિત જવાહરમલની પુત્રી. તેમનાં લગ્ન 1916માં અલ્લાહાબાદના યુવાન બૅરિસ્ટર જવાહરલાલ નહેરુ સાથે થયાં હતાં. 1918માં પુત્રી ઇન્દિરાનો જન્મ થયો. પછીનાં ત્રણ વર્ષમાં જવાહરલાલ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને તેમણે અસહકારની…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ
નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ (જ. 14 નવેમ્બર 1889, પ્રયાગરાજ; અ. 27 મે 1964, ન્યૂ દિલ્હી) : સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસેનાની. વહીવટી વિશિષ્ટતા અને વિદ્વત્તા માટે પ્રસિદ્ધ કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં, અલ્લાહાબાદના પ્રખ્યાત વકીલ મોતીલાલને ત્યાં જવાહરલાલનો જન્મ. તેમના વડવાઓ અઢારમી સદીમાં કાશ્મીરથી સ્થળાંતર કરીને દિલ્હી, આગ્રા અને પછી અલ્લાહાબાદ આવીને વસ્યા હતા. તેમના પિતા…
વધુ વાંચો >