રૉયલ કમિશન ઑન લેબર : બ્રિટિશ ભારતમાં ઔદ્યોગિક એકમો અને બગીચા-ઉદ્યોગમાં કામ કરતા મજૂરોની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે તપાસ કરી ભલામણો કરવા માટે 1929માં રચવામાં આવેલું પંચ. જે. એચ. વ્હિટલી (Whitley) તેના અધ્યક્ષ (chairman) હતા. તેઓ ઇંગ્લૅન્ડની આમ સભાના માજી સ્પીકર હતા. પંચમાં અન્ય 11 સભ્યો હતા. કમિશને માર્ચ 1931માં પોતાનો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો.…

વધુ વાંચો >

રૉયલ ગ્રિનિચ વેધશાળા (Royal Greenwich Observatory) : ગ્રેટ બ્રિટનની જૂનામાં જૂની ખગોલીય વેધશાળા. ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજાએ દરિયાઈ સફરની જાણકારી તેમજ રેખાંશોની જાણકારી મેળવવા માટે 1675માં તેની સ્થાપના કરેલી. નૌકાનયન (navigation), સમય-જાળવણી, તારાઓની સ્થિતિનું નિર્ધારણ વગેરે જેવી જાણકારી મેળવવાનો તેનો હેતુ હતો. 1767માં આ વેધશાળાએ નાવિકી પંચાંગ (nautical almanac) પ્રકાશિત કરવાનું શરૂ કરેલું. તેનો મુખ્ય…

વધુ વાંચો >

રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી (RGS) : 1830માં બ્રિટિશ ભૂગોળવેત્તાઓના જૂથે લંડન ખાતે સ્થાપેલું ભૂગોળ મંડળ. તેનો વૈચારિક અને વાસ્તવિક ઉદભવ 1827માં રૅલે (Raleigh) ટ્રાવેલર્સ ક્લબમાં થયેલો. 1859માં તેને ‘રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી’ નામ અપાયેલું. તેની સ્થાપના પછી તુરત જ 1888માં સ્થપાયેલ આફ્રિકન એસોસિયેશનને તેમાં ભેળવી દેવામાં આવેલું. ઓગણીસમી સદીમાં આ સોસાયટીએ ગિયાના(જૂનું બ્રિટિશ ગિયાના)માં અભિયાનો આદરવાની વાતનું…

વધુ વાંચો >

રૉયલ નાટક મંડળી (1919થી 1929) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની નામાંકિત નાટ્યસંસ્થા. મહાશંકર વેણીશંકરે ભટ્ટે 1919માં મુંબઈના એડ્વર્ડ થિયેટરમાં તે શરૂ કરી હતી. કવિ મૂળશંકર હરિનંદ મૂલાણી-રચિત નાટકો ‘ભાગ્યોદય’ (1919), ‘એક જ ભૂલ’ (1920), ‘કોકિલા’ (1926) તથા કવિ જામન-લિખિત ‘ભૂલનો ભોગ’ (1921), ‘સોનેરી જાળ’ (1922), ‘એમાં શું ?’, ‘રાજરમત’ (1923), ‘એ કોનો વાંક ?’ (1924) અને…

વધુ વાંચો >

રૉયલ્ટી : અદૃશ્ય મિલકતો અને કેટલીક શ્ય મિલકતોનો ઉપભોગ કરવા માટે ઇતર વ્યક્તિ દ્વારા માલિકને મળવાપાત્ર રકમ. મિલકતો મુખ્યત્વે બે પ્રકારની હોય છે : દૃશ્ય અને અદૃશ્ય. વારસો, બચતો વગેરે  કારણે વ્યક્તિઓને વધતી-ઓછી દૃશ્ય મિલકતો પ્રાપ્ત થાય છે. બુદ્ધિ, સંશોધનશક્તિ, કલા અને સર્જનશક્તિથી કેટલીક વ્યક્તિઓ કેટલીક કૃતિઓ રચી શકે છે. આ કૃતિઓને તે કૉપીરાઇટ અને…

વધુ વાંચો >

રૉય, શરતચંદ્ર (જ. 4 નવેમ્બર 1870; અ. 30 એપ્રિલ 1942, રાંચી) : ભારતના પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. 1888માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1892માં બી.એ.ની ઉપાધિ અંગ્રેજી વિષય સાથે મેળવી. 1893માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1895માં કોલકાતાથી કાયદાની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ રાંચી આવ્યા અને ત્યાં વકીલાત શરૂ કરી. છોટાનાગપુરનું મુખ્ય મથક રાંચી હતું ત્યાં ઘણા…

વધુ વાંચો >

રૉરશાખ કસોટી : વ્યક્તિત્વમાપન માટે વપરાતી એક પ્રક્ષેપણ-કસોટી. પ્રક્ષેપણકસોટીઓના વિવિધ પ્રકારોમાં સંપૂર્ણ સંદિગ્ધ અને અશાબ્દિક કસોટી તરીકે રૉરશાખ એકમાત્ર સર્વસ્વીકૃત કસોટી છે આ કસોટીની સામગ્રીમાં વપરાતાં 10 કાર્ડમાંથી પ્રત્યેક કાર્ડ શાહીનાં ધાબાંઓના અનિયમિત છતાં બંને બાજુ સમાન રીતે પ્રસરેલા આકારોને આધારે તૈયાર કરવામાં આવ્યું હોય છે. આ શાહીના ધાબામાં કોઈ અર્થ નીકળે તેવા આકારો હોતા…

વધુ વાંચો >

રૉરિક, નિકોલસ (જ. 10 ઑક્ટોબર 1874, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 13 ડિસેમ્બર 1947, કુલુ, ભારત) : હિમાલયના નિસર્ગને ચીતરવા માટે ખ્યાતિ પામનાર રશિયન ચિત્રકાર. પિતા ફ્યોદોર ઇવાનોવિચ મૂળ આઇસલૅન્ડિક વાઇકિંગ(ચાંચિયા)ના વંશજ હતા. માતાનું નામ મારિયા વાસિલિયેના કાલાશ્નિકોવા. 1883માં સેન્ટ પીટર્સબર્ગની કૉલેજ ઑવ્ કે. માઈમાં કાયદાનો અભ્યાસ કરવા નિકોલસ દાખલ થયા. ભારત અને હિમાલય પ્રત્યેના આજીવન…

વધુ વાંચો >

રોરુક : સક્કર(સિંધ, પાકિસ્તાન)થી 9 કિમી. દૂર આવેલું આજના રોરી નગરની સમીપનું પ્રાચીન જનપદ. બુદ્ધકાલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) દરમિયાન આ વિસ્તાર સૌવીર કે દક્ષિણ સિંધુ પ્રદેશમાં સમાવિષ્ટ હતો. ‘દિવ્યાવદાન’માં રોરી કે રોરુક જનપદના રાજા તરીકે રુદ્રાયણનો ઉલ્લેખ મળે છે. સિકંદરના ભારત પરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે રોરુકમાં મૂષિક જાતિનું રાજ્ય હતું. ગ્રીક ઇતિહાસકારોએ…

વધુ વાંચો >