Posts by Jyotiben
રેહ
રેહ : અમુક પ્રદેશોમાં ભૂમિસપાટી પર જોવા મળતું ક્ષાર-પડ. સપાટી-આવરણ તરીકે મળતું, જમીનોની ફળદ્રૂપતાનો નાશ કરતું વિલક્ષણ ક્ષારવાળું સફેદ પડ ઉત્તર ભારતનાં કાંપનાં મેદાનોના સૂકા ભાગોમાં ‘રેહ’ કે ‘ઊસ’ નામથી, સિંધમાં ‘કેલાર’ નામથી અને મહારાષ્ટ્રમાં ‘ચોપાન’ નામથી ઓળખાય છે. રેહ, કેલાર કે ઊસ એ વિશિષ્ટપણે ગંગાનાં મેદાનોના સૂકા જિલ્લાઓમાંની કાંપની જમીનની સપાટી પર જોવા મળતા…
વધુ વાંચો >રેળે, કનક
રેળે, કનક (જ. 11 જૂન 1936, મુંબઈ) : અગ્રણી નૃત્યાંગના. પિતાનું નામ કૃષ્ણરાજ દિવેચા તથા માતાનું નામ મધુરી દિવેચા. મુંબઈના ગર્ભશ્રીમંત ગુજરાતી કુટુંબમાં જન્મેલ કનકમાં કલા વિશે જન્મજાત અભિરુચિ હતી. ખૂબ નાની વયમાં પિતાનું છત્ર ગુમાવ્યા છતાં તેના અભ્યાસ કે નૃત્યકલાના અભિગમને વિકસાવવામાં કોઈ ઊણપ ન આવી. ભરતનાટ્યમના વિદ્વાન ગુરુ પાર્વતીકુમાર અને તેમના શિષ્ય નાના…
વધુ વાંચો >રૅંગલ ટાપુ (Wrangel Island)
રૅંગલ ટાપુ (Wrangel Island) : આર્ક્ટિક મહાસાગરમાં પૂર્વ સાઇબીરિયન સમુદ્ર અને ચુકચી સમુદ્ર વચ્ચે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 70° 30´થી 71° 00´ ઉ. અ. અને 179° 30´થી 179° 30´ પ. રે. વચ્ચેનો આશરે 7,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 125 કિમી. (NE–SW) અને પહોળાઈ 48 કિમી. જેટલી છે. આ ટાપુ…
વધુ વાંચો >રૈદાસ
રૈદાસ (આશરે 1388–1518) : નિર્ગુણમાર્ગી ભારતીય સંત. બનારસના રહેવાસી. જાતિએ ચમાર, કબીરના સમકાલીન. કબીર, નાભાદાસ, મીરાં અને પ્રિયદાસ જેવાં સંતો અને ભક્તોએ તેમનું આદરપૂર્વક સ્મરણ કર્યું છે. ચિતોડના રાણા સંગ્રામસિંહની પત્ની ઝાલીરાણી અને મીરાંબાઈ તેમનાં શિષ્યા હોવાનું પણ મનાય છે. તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વિરક્ત કોટિના સંત હતા. તેમણે જોડા સીવતાં સીવતાં જ્ઞાન-ભક્તિનું ઊંચું શિખર…
વધુ વાંચો >રૈના, એમ. કે.
રૈના, એમ. કે. (જ. 1950) : મૂળે કાશ્મીરી અને હિન્દી થિયેટરના જાણીતા નટ-દિગ્દર્શક. રાષ્ટ્રીય નાટ્ય સંસ્થા (નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા), નવી દિલ્હીના 1970ના સ્નાતક. તેમણે અત્યાર સુધીમાં લગભગ સોએક નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કર્યાં છે, જેમાં ‘કબીરા ખડા બાઝાર મેં’, ‘પરાઈ કૂખ’, ‘કભી ના છોડેં ખેત’, ‘અંધા યુગ’ વગેરેનો સમાવેશ થાય છે. ભવાઈ પર આધારિત…
વધુ વાંચો >રૈના, શિબન ક્રિશન
રૈના, શિબન ક્રિશન (જ. 22 એપ્રિલ 1942, શ્રીનગર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી 1962માં હિન્દી સાથે એમ.એ. થયા પછી રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. અધ્યાપનકાર્ય સ્વીકાર્યા બાદ બીબીરાણી ખાતેની સરકારી કૉલેજના ઉપાચાર્ય તરીકે તેમણે સેવા આપી. વળી અલ્વર ખાતે સરકારી પી. જી. કૉલેજમાં…
વધુ વાંચો >રૈબા, એ. એ.
રૈબા, એ. એ. (જ. 20 જુલાઈ 1922, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર, કુંભકાર અને ડેકોરેટર. 1946માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. શણગારપ્રધાન શૈલી તેમજ અભિવ્યક્તિવાદી શૈલીની મિશ્રશૈલીમાં તેમણે ચિત્રસર્જન કર્યું છે. 1955થી શરૂ કરીને તેમણે પ્રત્યેક વર્ષે ભારતમાં વૈયક્તિક ચિત્રપ્રદર્શન કર્યું છે. કેન્દ્રીય લલિત કલા અકાદમીનાં તથા બૉમ્બે આર્ટ…
વધુ વાંચો >રૈયતવારી પદ્ધતિ
રૈયતવારી પદ્ધતિ : સામાન્ય ખેડૂત પાસેથી જમીનના પ્રકાર તથા પાક(ઉત્પાદન)ને ધ્યાનમાં રાખીને સરકારને આપવાનું મહેસૂલ નક્કી કરવાની પદ્ધતિ. આ પદ્ધતિમાં ખેડૂત ખેતર કે ખેતરોનો માલિક ગણાતો અને માલિકીહક તેને વારસાગત પ્રાપ્ત થતો હતો. આ રીતે મુંબઈ અને મદ્રાસ ઇલાકામાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમનાં ખેતરોના માલિકો હતા. તેમણે સરકારને નક્કી કર્યા મુજબનું મહેસૂલ ભરવું પડતું હતું.…
વધુ વાંચો >રૈવતક
રૈવતક : પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રમાં આવેલો પર્વત. ‘મહાભારત’ના આદિપર્વમાં એને પ્રભાસ તથા દ્વારકા પાસે આવેલો જણાવ્યો છે. ‘હરિવંશ’માં રૈવતકને દ્વારકાની પૂર્વ દિશામાં જણાવ્યો છે. આ રૈવતક જૂનાગઢથી ઘણો દૂર આવેલો હોવાનું સ્પષ્ટ છે. જૂનાગઢ પાસે આવેલા ગિરનારને અગાઉ ઊર્જયત્ ઉજ્જયંત કહેતા. જૈન અનુશ્રુતિ પણ તીર્થંકર નેમિનાથના સંદર્ભમાં ઉજ્જયંત અને રૈવતકને ભિન્ન જણાવે છે. ક્ષત્રપકાલ દરમિયાન…
વધુ વાંચો >રૈવત વંશ
રૈવત વંશ : ગુજરાતનો એક પૌરાણિક વંશ. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર, હાલ ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ વૈવસ્વત મનુના પુત્ર શર્યાતિને પ્રાપ્ત થયો હતો. વૈદિક સાહિત્યમાં રાજા શર્યાતિનો શાર્યાત તરીકે ઉલ્લેખ આવે છે. ‘હરિવંશ’ તથા 11 પુરાણોમાં શાર્યાત વંશની માહિતી આપેલી છે. શર્યાતિને આનર્ત નામે પુત્ર અને સુકન્યા નામે પુત્રી હતી. આનર્ત જે પ્રદેશ પર રાજ્ય કરતો,…
વધુ વાંચો >