રૅન્કિન, જેનેટ (જ. 11 જૂન 1880, મિસૌલા, મૉન્ટાના, અમેરિકા; અ. 18 મે 1973, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા-સાંસદ, મહિલા-સ્વાતંત્ર્યનાં પુરસ્કર્તા અને પ્રખર શાંતિવાદી. અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ 1909માં તેમણે વૉશિંગ્ટન રાજ્યના સિયાટલ ખાતે સામાજિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. આ કાર્યો દરમિયાન મહિલા-મતાધિકારના ધ્યેયથી તેઓ આકર્ષાયાં. વૉશિંગ્ટન, મૉન્ટાના અને કૅલિફૉર્નિયા ખાતે પાંચ વર્ષ સુધી…

વધુ વાંચો >

રેન્ડિયર સરોવર : ઉત્તર કૅનેડામાં સસ્કેચવાન-મૅનિટોબા સરહદે શંકુદ્રુમ જંગલની સીમા પર આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 102° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 6,651 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દિક્ષણ અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ-પહોળાઈ અનુક્રમે 245 કિમી. અને 56 કિમી. જેટલી છે. તેનો આકાર ખૂબ જ અનિયમિત છે. તેમાં…

વધુ વાંચો >

રેન્વા, ઝ્યાં (જ. 15 સપ્ટેમ્બર 1894, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 1979, હૉલિવુડ, અમેરિકા) : પ્રયોગશીલ ચલચિત્રસર્જક, પટકથાલેખક અને અભિનેતા. પિતા : વિખ્યાત પ્રભાવવાદી ચિત્રકાર ઑગુસ્ત રેન્વા. મેધાવી પ્રતિભા ધરાવતા ઝ્યાં રેન્વાનું બાળપણ ગામડામાં વીત્યું. તેને કારણે પ્રકૃતિ પ્રત્યેનું તેમનું આકર્ષણ તેમણે બનાવેલાં ચિત્રોમાં પણ સતત પ્રતિબિંબિત થતું રહ્યું. યુવાનીમાં પગ મૂકતાં જ તેઓ ફ્રેન્ચ…

વધુ વાંચો >

રેન્વા, પિયેરે-ઓગુસ્તે (જ. 25 ફેબ્રુઆરી 1841, લિમોગે, ફ્રાન્સ; અ. 3 ડિસેમ્બર 1919, કેઇન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ પ્રભાવવાદી (impressionist) ચિત્રકાર. પિતા દરજી હતા. 1845માં આ કુટુંબ પૅરિસ આવી વસ્યું. બાળપણથી જ ચિત્રકલાનું કૌશલ્ય દાખવતા પિતાએ રેન્વાને એક પૅાર્સલિન ફૅક્ટરીમાં તાલીમાર્થે મૂક્યો. અહીં  ઉપર ફૂલોના ગુચ્છા ચીતરવામાં રેન્વા પાવરધો થયો. આ પછી ચર્ચમાં લટકાવવા માટે સાધુઓ અને…

વધુ વાંચો >

રૅન્સમ, જૉન ક્રો (જ.  પુલસ્કી, ટૅનેસી, અમેરિકા; અ. 1974) : વિવેચક અને કવિ. તેમણે પ્રથમ નેશવિલની વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં અને પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1910–1913) ર્હોડ્ઝ સ્કૉલર તરીકે શિક્ષણ લીધું. વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં 1914થી 1937 સુધી અધ્યાપન કર્યું અને પછી ઓહાયોની કેન્યન કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા (1937થી 1959). ત્યાંથી નિવૃત્ત થયા પછી વૉન્ડરબિલ્ટમાં તેમણે ‘ફ્યુજિટિવ’  મહત્ત્વનું સામયિક…

વધુ વાંચો >

રેપિન, ઇલ્યા યેફિમૉવિચ (Repin, Ilya Yefimovich) (જ. 5 ઑગસ્ટ 1844, ચુગુયેવ, રશિયા; અ. 29 સપ્ટેમ્બર 1930, કુઓક્કલા, ફિનલૅન્ડ) : પ્રસિદ્ધ રશિયન ચિત્રકાર. ઐતિહાસિક પ્રસંગોનાં નાટ્યાત્મક ચોટ ધરાવતાં ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે. ખાર્કોવ નજીક ચુગુયેવમાં એક ગરીબ કુટુંબમાં જન્મેલ રેપિને ચર્ચની મૂર્તિઓ તૈયાર કરનાર એક કારીગર બુનાકોવ પાસે પ્રારંભિક તાલીમ મેળવી. 1863માં તેઓ સેંટ…

વધુ વાંચો >

રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ (જ. 22 ઑક્ટોબર 1783, ગૅલાટા, તુર્કસ્તાન; અ. 18 સપ્ટેમ્બર 1840, ફિલાડેલ્ફિયા, ઉત્તર અમેરિકા) : જાણીતા પ્રકૃતિવિદ (naturalist). તેઓ ઔપચારિક રીતે શિક્ષણ આપતા કોઈ પણ વિદ્યાલયમાં વિદ્યાર્થી તરીકે જોડાયા ન હતા. તેમણે ખાનગી રીતે જે તે વિષયના નિષ્ણાતો પાસેથી જ્ઞાન સંપાદન કર્યું હતું. પ્રકૃતિવિજ્ઞાનમાં તેઓ ઊંડો રસ ધરાવતા હતા અને વનસ્પતિવિજ્ઞાની અને મત્સ્યવિજ્ઞાની…

વધુ વાંચો >

રેફ્રિજરેટર બાહ્ય વાતાવરણના તાપમાન કરતાં નીચું તાપમાન મેળવવા માટેનું કબાટ/પેટી જેવું દેખાતું યાંત્રિક સાધન. હાલ ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે રેફ્રિજરેટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજે સામાન્ય માણસ પણ આ સાધનથી પરિચિત છે. મટન, ઈંડાં, બ્રેડ, બટર, દવા, ફળો, દૂધ અને દૂધની બનાવટો જેવી અનેક પ્રકારની વસ્તુઓ ઓછા તાપમાને (0°થી 10° સે.) સારી રીતે…

વધુ વાંચો >

રૅબ, ડૅવિડ (વિલિયમ) (જ. 10 માર્ચ 1940, ડુબુક, આયોવા) : અમેરિકન નાટ્યકાર. ડુબુકની લૉરસ કૉલેજમાંથી 1962માં અંગ્રેજીમાં બી.એ.; વિલનૉવા યુનિવર્સિટી, પેનસિલવૅનિયામાંથી 1968માં એમ.એ.; 1965–67 દરમિયાન યુ.એસ. લશ્કરી દળમાં સેવા આપી. 1969–70 સુધી કનેક્ટિકટના ‘ન્યૂ હેવન રજિસ્ટર’માં ફીચર-લેખક તરીકે જોડાયા. વિલનૉવા યુનિવર્સિટીમાં 1970–72 સુધી મદદનીશ પ્રાધ્યાપક રહ્યા અને 1977થી પરામર્શક થયા. તેમને મળેલાં સન્માનો આ મુજબ…

વધુ વાંચો >