રુરુબા રોમન (જ. 25 નવેમ્બર 1942, જ્યૉર્જિયન વિલેજ, જ્યૉર્જિયા, યુ.એસ.એસ.આર.) : રશિયાના કુસ્તીબાજ. 196૩થી 1970ના દરેક વર્ષે 6૩ અથવા 69 કિગ્રા. ગ્રેકૉ-રોમન કુસ્તીમાં સોવિયેટ ચૅમ્પિયન બન્યા, 1964માં ઓલિમ્પિક રમતોત્સવમાં ફેધર વેટ (6૩ કિગ્રા.) સ્પર્ધામાં રૌપ્યચંદ્રકના વિજેતા બન્યા અને 1968માં સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1966થી તેઓ 5 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અપરાજિત રહ્યા. 1966–67 અને 1969માં તેઓ ફેધર વેટમાં વિશ્વ ચૅમ્પિયનશિપના વિજેતા બન્યા અને 1970માં લાઇટ વેટમાં પણ એ જ વિશ્વ-ચૅમ્પિયનશિપના વિજેતા બન્યા.

મહેશ ચોકસી