રુહર (નદી) : જર્મનીના વેસ્ટફાલિયામાંના રોથરબર્ગ પર્વતોમાંથી નીકળતી નદી. દુનિયાભરમાં અને વિશેષે કરીને યુરોપમાં જાણીતી બનેલી રુહર ખીણમાં થઈને તે 232 કિમી. જેટલું અંતર કાપે છે. આ નદી પશ્ચિમ તરફ વહીને દુઇસબર્ગ નજીક રહાઇન નદીને મળે છે. રુહર નામની બીજી એક નદી બેલ્જિયમની સીમા પરથી નીકળે છે, તે ‘રોઅર’ (Roer) નામથી પણ ઓળખાય છે. તે…

વધુ વાંચો >

રૂઓ, જ્યૉર્જ (જ. 1871, ફ્રાન્સ; અ. 1951, ફ્રાન્સ) : ફ્રેન્ચ અભિવ્યક્તિવાદી ચિત્રકાર. ઊંડી ધાર્મિક પ્રકૃતિ ધરાવતા રૂઓ ફ્રેન્ચ કારીગર કુટુંબમાં જન્મેલા. તેમણે કાચ પર રંગીન ચિત્રકામ કરવાની (stained glass painting) તાલીમ લીધેલી. ગુસ્તાવ મોરોના સ્ટુડિયોમાં તેમની ઓળખાણ હાંરી માતીસ અને અન્ય ફોવ ચિત્રકારો સાથે થઈ. થોડા જ સમયમાં તેઓ મોરોના સૌથી પ્રિય શિષ્ય થઈ પડ્યા.…

વધુ વાંચો >

રૂખડો (ગોરખ આમલી) : દ્વિદળી વર્ગમાં આવેલા બૉમ્બેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adansonia digitata Linn. (સં. ગોરક્ષી; હિં. ગોરખ ઇમલી; મ. ગોરખચીંચ, ચોરીચીંચ; ગુ. ગોરખ આમલી, રૂખડો, ચોર આમલી; ક. ગોરક્ષતુંણચી, માગીમાત્રું, બ્રહ્મામ્બિકા; ત. પપ્પારપ્પુલી, તોદી; અં. મંકી-બ્રેડ ટ્રી, મંકી પઝલ) છે. તે વિચિત્ર આકારનું, મધ્યમ કદનું 21 મી. જેટલી ઊંચાઈ અને 7.0થી…

વધુ વાંચો >

રૂઝપ્રક્રિયા (healing) : ચેપ, ઈજા કે અન્ય પ્રકારની પેશીવિકૃતિ પછી પુન: પૂર્વસ્થિતિ પ્રાપ્ત કરવાની ક્રિયા. ઘાવ, ચેપ કે પ્રતિરક્ષાલક્ષી (immunological) ઈજાને કારણે પેશીમાં ક્ષતિ ઉદભવે છે. તેના તરફના પ્રતિભાવરૂપે સૌપ્રથમ ત્યાં લોહીનું પરિભ્રમણ વધે છે. લોહીના વિવિધ કોષો, ખાસ કરીને શ્વેતકોષો, ત્યાં ઠલવાય છે. પેશીમાંના વિવિધ ભક્ષકકોષો (phagocytes) પણ ત્યાં આવે છે. આને કારણે તે…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર (જ. 11 ઑક્ટોબર 1884, ન્યૂયૉર્ક શહેર; અ. 7 નવેમ્બર 1962) : અમેરિકાનાં માનવતાવાદી નેત્રી, રાજકારણી અને લેખિકા. માતાપિતાના અકાળ અવસાનને કારણે તેમનો ઉછેર માતામહીએ કર્યો. પ્રારંભે અમેરિકામાં અને પછીથી યુરોપમાં શિક્ષણ મેળવ્યું. 1905માં તેમણે પોતાના દૂરના પિતરાઈ ફ્રૅન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ સાથે લગ્ન કર્યાં. પ્રારંભે શરમાળ વ્યક્તિત્વ ધરાવતાં એલિનૉર ધીમે ધીમે સામાજિક કાર્યોમાં…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ ટાપુ (1) : ઍન્ટાર્ક્ટિકામાં એડ્વર્ડ 7 લૅન્ડના કિનારાથી દૂર, વ્હેલ્સના અખાતની દક્ષિણે ન્યૂઝીલૅન્ડની રૉસ જાગીર હેઠળની રૉસ હિમછાજલી(Ross Ice Shelf)ના ઈશાન ભાગમાં આવેલો ટાપુ. 145 કિમી. લાંબો અને 56 કિમી. પહોળો આ હિમાચ્છાદિત ટાપુ યુ.એસ.ના અભિયંતા રિચાર્ડ ઇવલીન બાયર્ડ દ્વારા 1934માં શોધાયેલો. ટાપુની સરેરાશ ઊંચાઈ 500 મીટરથી થોડીક વધુ છે, જ્યારે બરફના પટની જાડાઈ…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ, થિયોડૉર (જ. 27 ઑક્ટોબર 1858, ન્યૂયૉર્ક સિટી; અ. 6 જાન્યુઆરી 1919, ઑઇસ્ટર બે, ન્યૂયૉર્ક) : 1901થી 1909 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ. બાળપણમાં તેમણે પોતાનાં પરિવારજનો સાથે યુરોપ તથા મધ્યપૂર્વના દેશોની મુલાકાત લીધી હતી. તેઓ રિપબ્લિકન પક્ષમાં જોડાયા અને 1881માં ન્યૂયૉર્ક રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા હતા. ઈ. સ. 1897માં પ્રમુખ મેકકિનલીએ રૂઝવેલ્ટને નૌકાદળના મદદનીશ સચિવ…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ, ફ્રૅન્કલિન (જ. 30 જાન્યુઆરી 1882, સ્પ્રિંગવુડ, હાઇડ પાર્ક, ન્યૂયૉર્ક; અ. 12 એપ્રિલ 1945, વૉર્મ સ્પ્રિંગ્ઝ, જ્યૉર્જિયા) : ચાર વાર ચૂંટાનાર તથા 12 વર્ષથી વધુ સમય હોદ્દો ભોગવનાર યુનાઇટેડ સ્ટેટ્સના એકમાત્ર પ્રમુખ. તેમણે શાળાનો અભ્યાસ ગ્રોટન, મૅસેચૂસેટ્સમાં કર્યો. ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય સાથે 1903માં સ્નાતક થયા. તેમણે 1907માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી કાયદાની પરીક્ષા પાસ કરી.…

વધુ વાંચો >

રૂટ, ઇલિહુ (જ. 15 ફેબ્રુઆરી 1845, ક્લિટંન, ન્યૂયૉર્ક; અ. 7 ફેબ્રુઆરી 1937, ન્યૂયૉર્ક) : અમેરિકાના અગ્રણી મુત્સદ્દી તથા 1912ના વર્ષ માટેના શાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. 1867માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા બાદ વકીલાત શરૂ કરી અને તે દરમિયાન અમેરિકાના રિપબ્લિકન પક્ષના અગ્રણી નેતા થિયોડૉર રૂઝવેલ્ટ(1858–1919)ના સંપર્કમાં આવ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ મેક્ન્લી(1843–1901)ના મંત્રીમંડળમાં તેઓ…

વધુ વાંચો >

રૂટર (router) : વિદ્યુતશક્તિથી ચાલતું સુવાહ્ય (portable) સુથારી ઓજાર. આ ઓજાર મુખ્યત્વે લાકડાનું ફર્નિચર બનાવવા માટે વપરાય છે. તેની બનાવટમાં વીજમોટર, ચક્રમાં લગાવેલ ગોળ ફરી શકે તેવાં પાનાં, પીઠ (base) અને પકડવા માટે મૂઠહાથા (handle knobs) એ મુખ્ય ભાગો છે. પીઠની મદદથી આ મશીન જે ભાગ પર કામ કરવાનું હોય ત્યાં ગોઠવી શકાય છે. વળી…

વધુ વાંચો >