Posts by Jyotiben
જૈવ આંતરક્રિયાઓ
જૈવ આંતરક્રિયાઓ : જુઓ, ચયાપચય
વધુ વાંચો >જૈવ-ઇજનેરી ઉપકરણન
જૈવ-ઇજનેરી ઉપકરણન : (biomedical instrumentation) રોગનાં નિદાન અને સારવાર માટે વપરાતાં ભૌતિક સાધનો અને યંત્રો સંબંધિત અભ્યાસ. પુરાતન કાળમાં વૈદ્યો તબીબો પોતાના સાદાં ઓજારો સોય, ચપ્પુ વગેરે બનાવવા માટે ગામના કારીગરોની સહાય લેતા થયા, ત્યારથી આયુર્વિજ્ઞાન અને તકનીકી વિદ્યા (technology) વચ્ચે સહકારનાં મંડાણ થયાં. સમય જતાં તબીબી ઓજારો વધુ જટિલ, વધુ કાર્યક્ષમ, વધુ વૈવિધ્યવાળાં થવા…
વધુ વાંચો >જૈવ ક્ષમતા
જૈવ ક્ષમતા (biotic potential) : ઇષ્ટતમ પર્યાવરણીય સંજોગોમાં સજીવની મહત્તમ પ્રજનન-ક્ષમતા (capacity). સંજ્ઞા r. આ દર અને ક્ષેત્રીય (field) અથવા પ્રયોગશાળાના પ્રયોગોમાં ખરેખર જે વૃદ્ધિ જોવા મળે છે તે દર વચ્ચેનો તફાવત એ પર્યાવરણીય (environmental) અવરોધને પ્રતિબિંબિત કરે છે. ચૅપમૅન (1928) નામના વૈજ્ઞાનિકે આને બાયૉટિક પોટેન્શિયલ નામ આપ્યું છે. ચૅપમૅન મુજબ, કોઈ પણ સજીવમાં પ્રજનન…
વધુ વાંચો >જૈવ ટૅક્નૉલૉજી
જૈવ ટૅક્નૉલૉજી (bio-technology) : માનવહિતાર્થે જૈવી તંત્રો- (biological systems)ના પરિવર્તન માટે યોજાતી પ્રવિધિ. જૈવ ટૅક્નૉલૉજીમાં માનવનિદાન અને સારવારમાં વપરાતાં યંત્રોનો પણ સમાવેશ થાય છે. જોકે હાલમાં જનીન-ઇજનેરી (genetic engineering), પેશી-સંવર્ધન (tissue-culture) અને એકક્લોની પ્રતિપિંડ (monoclonal antibody) સંવર્ધનને લગતી પ્રવિધિને પણ જૈવ ટૅક્નૉલૉજી તરીકે ઓળખવામાં આવે છે. અસલ જનીનમાં ફેરફાર કરવા યોજવામાં આવતી પ્રવિધિ ‘જનીન ઇજનેરી’…
વધુ વાંચો >જૈવ નિયંત્રણ
જૈવ નિયંત્રણ (biological control) : જમીન પર ઊગી નીકળતું નકામું ઘાસ, વનસ્પતિમાં રોગનું પ્રસારણ કરતાં કીટકો, સૂત્રકૃમિ (nematoda) અને વનસ્પતિમાં રોગ માટે કારણભૂત જંતુઓ તથા જીવાતોના નાશ માટે અન્ય સજીવો અથવા તેમની નીપજ દ્વારા અપનાવવામાં આવતી નિયંત્રણપદ્ધતિ. રાસાયણિક નિયંત્રણની સરખામણીમાં આ પદ્ધતિ વધુ અસરકારક અને ઓછી હાનિકર્તા નીવડે છે; ઘણી વાર ખર્ચમાં પણ પોસાય તેવી…
વધુ વાંચો >જૈવ પ્રકાર
જૈવ પ્રકાર (Biotype) : શરીરમાં આવેલા જનીનો એકસરખા હોય તેવા સજીવોનો કુદરતી સમૂહ. એક જ જાતિ(species)માં આવેલા હોય અથવા બંધારણની ર્દષ્ટિએ સરખા હોવા છતાં, દેહધાર્મિક, જૈવરાસાયણિક અને રોગજનક (pathogenic) લાક્ષણિકતાઓમાં ભિન્નતા હોય તેવા સજીવોના સમૂહનો પણ જૈવ પ્રકારમાં સમાવેશ થાય છે; પરંતુ, જો આ સમૂહ વિશિષ્ટ પર્યાવરણમાં રહેવા અનુકૂળ થયેલા હોય તો તેવા સમૂહને પારિસ્થિતિક…
વધુ વાંચો >જૈવ પ્રતિનિવેશ
જૈવ પ્રતિનિવેશ (Biofeedback) : જીવોમાં સ્વનિયંત્રણની વિશિષ્ટ વ્યવસ્થા. આ એક એવી પ્રવિધિ છે, જેમાં મનુષ્ય પોતાના શરીરમાં જે ક્ષણે જૈવ ક્રિયાઓ ઊપજતી હોય તે જ ક્ષણે એ ક્રિયાઓ વિશે સ્પષ્ટ માહિતી મેળવે છે અને એ માહિતીને આધારે પોતાની જૈવ ક્રિયાઓને અંકુશમાં લે છે કે તેમાં ઇચ્છિત ફેરફાર કરે છે; દા. ત., પોતાની શ્વસનક્રિયાનો આલેખ કમ્પ્યૂટરના…
વધુ વાંચો >જૈવ પ્રદીપ્તિ
જૈવ પ્રદીપ્તિ (bioluminescence) : સજીવો દ્વારા થતી પ્રકાશ- ઉત્સર્જનની ક્રિયા (emission of light). આગિયો, કેટલાક સમુદ્રી સૂક્ષ્મજીવો જેવા પ્રકાશનું ઉત્સર્જન કરનાર સજીવોમાં વગેરેમાં લ્યુસિફેરિન નામનું જૈવ-રસાયણ આવેલું છે. લ્યુસિફેરેઝ ઉત્સેચકની અસર હેઠળ તેનું ઓક્સિડેશન થાય છે. ઉચ્ચ ઊર્જાવાળી ઉત્તેજિત અવસ્થામાં તેનું રૂપાંતરણ થાય છે. પરિણામે આ અણુઓમાં આવેલ રાસાયણિક-કાર્યશક્તિનું રૂપાંતર પ્રકાશ-શક્તિમાં થતાં, પ્રકાશનું ઉત્સર્જન થાય…
વધુ વાંચો >જૈવ ભૂગોળ (biogeography)
જૈવ ભૂગોળ (biogeography) પૃથ્વી પર સજીવોનું વિતરણ; તેમની રહેણીકરણી અને તે જે પ્રદેશમાં જોવા મળે છે તે પ્રદેશનું પર્યાવરણ; ત્યાં જોવા મળતા અન્ય સજીવોની અને અન્ય કોઈ પણ પરિબળોની તેઓ પર થતી અસર – આ સર્વનો અભ્યાસ તે ભૂગોળની એક શાખા છે. જૈવભૂગોળના અભ્યાસના બે અભિગમ છે : (1) સ્થૈતિક જૈવ ભૂગોળ – જેમાં વનસ્પતિઓ…
વધુ વાંચો >જૈવ ભૂરાસાયણિક ચક્રો
જૈવ ભૂરાસાયણિક ચક્રો (biogeochemical cycles) : રાસાયણિક તત્વોનું સજીવમાંથી ભૌતિક પર્યાવરણમાં અને પાછું સજીવમાં, ઘણુંખરું ચક્રીય માર્ગો દ્વારા થતું સંચલન (movement). જો આ તત્વો જીવન માટે આવશ્યક હોય તો તેવા ચક્રને ‘પોષક ચક્ર’ (nutrient cycle) કહે છે. આવા તત્વનું સ્વરૂપ (form) અને તેનો જથ્થો (quantity) ચક્રો દરમિયાન બદલાય છે. સામાન્ય રીતે તે સક્રિય કુંડો (active…
વધુ વાંચો >