Posts by Jyotiben
જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય
જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય : પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ રાશિમાં રચાયેલું સ્તોત્રસાહિત્ય. જૈન ધર્મમાં કોઈ જગત્કર્તા ઈશ્વરને માન્યો નથી; પરંતુ કર્મક્ષય દ્વારા મુક્ત થયેલા અને અન્યને મુક્તિ અપાવનાર તારક તીર્થંકરોને ઈશ્વર જેટલું મહત્વ અપાય છે. આમ, જૈનોના સ્તોત્રસાહિત્યમાં મુખ્યત્વે વિવિધ તીર્થંકરોની સ્તુતિ કે ગુણવર્ણન જોવા મળે છે. તીર્થંકર કે અરિહન્ત, સિદ્ધ, આચાર્ય,…
વધુ વાંચો >જૈન, હરિકૃષ્ણ
જૈન, હરિકૃષ્ણ (જ. 28 મે 1930, ગુડગાંવ, હરિયાણા) : ભારતના કૃષિવિશારદ. પિતાનું નામ નેમચંદ. અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. તેમણે 1949માં બી.એસસી. વનસ્પતિશાસ્ત્ર અને 1951માં એમ.એસસી. સમકક્ષ ઍસોશિયેટ, આઇ.એ.આર.આઇ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે પાસ કરી. 1952માં રૉયલ કમિશનની સાયન્સ રિસર્ચ ફેલોશિપ મેળવી 1955માં યુનિવર્સિટી ઑવ્ વેલ્સમાંથી પીએચ.ડી. થયા. તેમણે કૃષિસંશોધન અને કેળવણી ક્ષેત્રે અગ્રગણ્ય ભારતીય…
વધુ વાંચો >જૈનેન્દ્રકુમાર
જૈનેન્દ્રકુમાર (જ. 1905, કોડિયાગંજ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1988) : અનુપ્રેમચંદ યુગના અગ્રગણ્ય હિંદી નવલકથાકાર. મૂળ નામ આનંદીલાલ. જૈન કુટુંબમાં જન્મ. હસ્તિનાપુરમાં શિક્ષણનો પ્રારંભ. 1919માં પંજાબમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, પછી વધુ અભ્યાસ માટે બનારસ યુનિવર્સિટીમાં દાખલ થયા. ગાંધીજીએ શરૂ કરેલ અસહકારની ચળવળમાં જોડાવા એક જ વર્ષમાં કૉલેજ છોડી. 1923માં નાગપુર ગયા. ત્યાં રાજનૈતિક સમાચારપત્રોમાં…
વધુ વાંચો >જૈનેન્દ્ર વ્યાકરણ
જૈનેન્દ્ર વ્યાકરણ (ઈ. સ.ની પાંચમી સદી) : પાણિનીય વ્યાકરણના આધારે દેવનંદીએ રચેલો ગ્રંથ. સ્વર અને વૈદિક પ્રકરણને બાદ રાખી તે 5 અધ્યાયોમાં પૂરો કરાયો છે. આ વ્યાકરણનાં અત્યારે 2 સંસ્કરણો મળે છે : (1) ઔદીચ્ય, તેમાં 3 હજાર સૂત્રો છે અને (2) દાક્ષિણાત્ય, તેમાં 3,700 સૂત્રો છે. દાક્ષિણાત્ય સંસ્કરણમાં સૂત્રોની સંખ્યાના વધારાની સાથે સાથે ઉક્ત…
વધુ વાંચો >જૈમિનિ ભારત
જૈમિનિ ભારત : કન્નડનો લોકપ્રિય ગ્રંથ. તેના આધારે કેટલાય યક્ષગાન પ્રસંગો રચાયા છે. મૂળ સંસ્કૃત ‘જૈમિનિ ભારત’નો સંગ્રહાનુવાદ છે. મૂળ સંસ્કૃતમાં 68 અધ્યાયોમાં વર્ણવાયેલું કાવ્ય કન્નડમાં 35 સંધિઓમાં સંગૃહીત છે. કન્નડ ‘જૈમિનિ ભારત’ના રચયિતા લક્ષ્મીશે કથાના નિરૂપણમાં મોટે ભાગે મૂળનું અનુસરણ જ કર્યું છે. પણ સંગ્રહ કરવામાં જ એમની પ્રતિભાનો પરિચય થાય છે. મૂળ ગ્રંથમાં…
વધુ વાંચો >જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ
જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ : સામવેદીય જૈમિનીય શાખાનું આરણ્યક સર્દશ બ્રાહ્મણ. તે તલવકાર ઉપનિષદ-બ્રાહ્મણ તરીકે પણ જાણીતું છે. તેને તલવકાર (જૈમિનીય) શાખાનું આરણ્યક ગણવામાં આવે છે. હેન્સ ઓએર્ટલે આ ગ્રંથ, તેનું ભાષાન્તર અને ટિપ્પણ Journal of American Oriental Society, New Haven – JAOS, Vol. XVI, Part I(1894)માં પ્રસિદ્ધ કર્યાં છે, જે પ્રમાણે આ ગ્રંથના ચાર અધ્યાય…
વધુ વાંચો >જૈમિનીય ગૃહ્યસૂત્ર
જૈમિનીય ગૃહ્યસૂત્ર : જુઓ, કલ્પ
વધુ વાંચો >જૈમિનીય બ્રાહ્મણ
જૈમિનીય બ્રાહ્મણ : સામવેદની જૈમિનીય શાખાનું બ્રાહ્મણ. આ બ્રાહ્મણ વૈદિક સાહિત્યના અગત્યના અને બૃહત્કાય ગ્રંથો (દા. ત., શતપથ બ્રાહ્મણ) પૈકી એક વિખ્યાત બ્રાહ્મણ ગ્રંથ છે; તે ‘તલવકાર બ્રાહ્મણ’ તરીકે પણ જાણીતું છે. સામગોના ગૂંચવણભર્યા આયોજનને સમજવા માટે ગ્રંથ ઘણો ઉપયોગી છે. બ્રાહ્મણના સંકલનકાર આચાર્ય જૈમિનિ અને તલવકાર ઋષિ છે. આ શાખા કર્ણાટકમાં પ્રચલિત હતી. બ્રાહ્મણમાં…
વધુ વાંચો >જૈમિનીય શાખા
જૈમિનીય શાખા : જુઓ, સામવેદ
વધુ વાંચો >જૈમિનીય શ્રોતસૂત્ર
જૈમિનીય શ્રોતસૂત્ર : જુઓ, કલ્પ
વધુ વાંચો >